
પહેલગામ હુમલા પછી પાકિસ્તાન અને ભારત વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. પાકિસ્તાની સૈનિકો સતત સાતમી રાત્રે નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યા છે. દિવસે ચોકીઓ ખાલી કરી જતાં રહેતાં પાકિસ્તાનીઓ રાત્રે આવીને ગોળીબાર કરી રહ્યા હોવાના અહેવાલ છે. જમ્મુ અને કાશ્મીરના ત્રણ સરહદી જિલ્લાઓના અનેક સેક્ટરોમાં કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર ચાલુ રાખ્યો છે. જો કે પાકિસ્તાનના આ નાપાક કૃત્યનો ભારતીય સૈનિકોએ જોરદાર જવાબ આપી રહ્યું છે.
30 એપ્રિલે પાકિસ્તાની સેનાએ ચોકી પરથી પોતાનો ઝંડો ઉતારી લીધી હતો. જોકે આજે 1 મેના રોજ ફરી ચોકી પર ઝંડો દેખાયો છે.
પહેલગામ હુમલા પછી વધી રહેલા તણાવ વચ્ચે, પાકિસ્તાને હવે તેની ગુપ્તચર એજન્સી ISIના વડા લેફ્ટનન્ટ જનરલ અસીમ મલિકને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) તરીકે નિયુક્ત કર્યા છે. 2022માં મુઈદ યુસુફના રાજીનામા બાદથી આ પદ ખાલી હતું.
મલિકની નિમણૂક 29 એપ્રિલના રોજ કરવામાં આવી હતી, પરંતુ મીડિયાને આ અંગેની સૂચના બુધવારે મોડી રાત્રે આપવામાં આવી હતી.
આ સમાચાર આવ્યાના એક દિવસ પહેલા 30 એપ્રિલે ભારત સરકારે NSA બોર્ડનું પુનર્ગઠન કર્યું છે. રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) ના ભૂતપૂર્વ વડા આલોક જોશીને તેના નવા ચેરમેન બનાવવામાં આવ્યા છે.
બીજી તરફ પાકિસ્તાને ફરીથી આંતરરાષ્ટ્રીય સરહદ પરની ચોકીઓ પર પોતાના ધ્વજ ફરકાવ્યા છે. એક દિવસ પહેલા, પાકિસ્તાને ચોકી પરથી ધ્વજ હટાવી લીધો હતો. પાકિસ્તાન રેન્જર્સે આંતરરાષ્ટ્રીય સરહદ પર કઠુઆ જિલ્લાના પ્રગ્યાલમાં પાકિસ્તાની ચોકીઓ પર નવા ધ્વજ ફરકાવ્યા છે.
ભારતે સખત કાર્યવાહી કરતાં પાકિસ્તાન અમેરિકાના શરણે ગયું છે. શરીફે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોને એમ પણ કહ્યું હતું કે ભારતનું ઉશ્કેરણીજનક વલણ પ્રાદેશિક પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે. રુબિયોએ બુધવારે રાત્રે શાહબાઝ શરીફ અને ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર સાથે ફોન પર વાત કરી હતી. તેમણે પહેલગામ હુમલાની નિંદા કરી અને કહ્યું કે આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે છે.
આ પણ વાંચોઃ
Mehmadabad: કનીજની મેશ્વો નદીમાં ન્હાવા પડેલા મામા-ફોઈના 6 સંતાનોએ જીવ ગુમાવ્યો
Israel fire: ઈઝરાયલમાં લાગી ભયંકર આગ, લોકો વાહનો છોડી ભાગ્યા, શું છે સ્થિતિ?
Hajj Yatra: હજ યાત્રી આ ભૂલ કરશે તો સાઉદી અરેબિયા 4.5 લાખનો દંડ ફટકારશે!
Surat: 11 વર્ષિય વિદ્યાર્થીને લઈને ભાગેલી શિક્ષિકા શામળાજી પાસેથી ઝડપાઈ
Bangladesh: દેશદ્રોહના કેસમાં જેલમાં બંધ હિંદુ સંત ચિન્મય કૃષ્ણ દાસને મળ્યા જામીન
જર, જમીન ને જોરુ, કજિયાનાં છોરું: ગોંડલમાં આ છે ઝઘડાના મૂળ?, જુઓ વીડિયો