
બનાસકાંઠાના પાલનપુરમાં ત્રિપલ તલાકનો કેસ સામે આવ્યો છે. પાલનપુરના જામપુરામાં રહેતો અકતરશા રજબશા રાઠોડે પોતાની પત્નીને ત્રિપલ તલાક આપી દેતા પાલનપુરના પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં પત્ની દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળી રહેલી માહિતી અનુસાર, પરણિત અકતરશા દ્વારા પહેલા અન્ય એક યુવતી સાથે સંબંધ બાંધ્યા હતા. તે પછી તેણે પોતાની પત્નીને ત્રિપલ તલાક આપી દીધા હતા. જણાવી દઈએ કે, અકતરશાની એક નાની બાળકી પણ છે. જો કે, તે છતાં અન્ય યુવતિ સાથે પ્રેમ પાંગળતા પોતાની દિકરી અને પત્નીને તરછોડી દઈને ત્રિપલ તલાક આપી દીધા છે.
મળી રહેલી માહિતી અનુસાર, અકતરશાહે હિન્દુ યુવતી સાથે સંબંધ બાંધીને પોતાની પત્નીને તરછોડી દીધી છે. આ બાબતને હિન્દુવાદી સંગઠનો લવ જેહાદ થયું હોવાનું પણ ગણાવી રહ્યાં છે. આ કેસમાં પશ્ચિમ પોલીસ સ્ટેશન દ્વારા કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
30 જુલાઈ 2019 ના રોજ, ભારતની સંસદે ટ્રિપલ તલાકની પ્રથાને ગેરકાયદેસર અને ગેરબંધારણીય જાહેર કરીને તેને 1 ઓગસ્ટ 2019 થી સજાપાત્ર અધિનિયમ બનાવ્યું હતું.
ભારતમાં ત્રિપલ તલાક (તાલાક-એ-બિદ્દત)ને 2019માં કાયદેસર રીતે ગુનો ગણવામાં આવ્યો છે. મુસ્લિમ વુમન (પ્રોટેક્શન ઓફ રાઇટ્સ ઓન મેરેજ) એક્ટ, 2019 મુજબ, ત્રિપલ તલાક માટેની જોગવાઇઓ નીચે મુજબ છે:
- ગુનાનો પ્રકાર:
ત્રિપલ તલાક આપવી દંડનીય અને અજામીન ગુનો છે.
તે એવી રીતે ગણવામાં આવે છે કે જે પગલે પત્ની પર તુરંત વિધિ વિરૂદ્ધ છૂટાછેડા લાગુ થાય. - સજા:
પતિને 3 વર્ષ સુધીની જેલની સજા અને દંડ થઈ શકે છે. - ફરિયાદ કરવાના અધિકાર:
આ ગુનાની ફરિયાદ તે મહિલાએ અથવા તેણીના નજીકના સંબંધીએ કરી શકે છે, જેને ત્રિપલ તલાકથી પ્રભાવિત કરવામાં આવી છે. - મહિલાના અધિકાર:
મહિલાને પોતાનું તથા પોતાના બાળકોનું ભરણપોષણ મેળવવાનો અધિકાર છે.
મહિલાને પોતાના બાળકોની કસ્ટડી (જાળવણી) મેળવવાની પણ મંજૂરી છે, પરંતુ આ નિર્ણય કેસ પર આધાર રાખે છે. - સાંમાન્ય જોગવાઇઓ:
જો પતિ અને પત્ની વચ્ચે સમાધાનની શક્યતા હોય, તો તે ન્યાયાધીશની દેખરેખ હેઠળ થઈ શકે છે.
પૃષ્ઠભૂમિ:
સુપ્રીમ કોર્ટના 2017ના શાયરા બાનો કેસમાં ત્રિપલ તલાકને અસંવિધાનિક જાહેર કરવામાં આવ્યું હતું, જે પછી આ કાયદો લાગુ પડ્યો.
આ કાયદા દ્વારા ત્રિપલ તલાકને રોકવાનો ઉદ્દેશ્ય મહિલાઓના હિતનું રક્ષણ કરવો અને સમાન ન્યાય સુનિશ્ચિત કરવો છે.