
Panchmahal News: પંચમહાલના ગોધરા તાલુકામાં આજે એક મોટી દુર્ઘટના બનતી રહી ગઈ છે. પંડિયા પુરા ગામ પાસે 25 હજાર કે.વીનો હાઈ ટેન્શન રેલવે વીજ કેબલ તૂટી પડતાં ભાગદોડ મચી ગઈ હતી. રેલવે વીજનો કેબલ તૂડી પડતાં ગ્રામજનોના જીવ જોખમે ટ્રેનને રોકવાની કામગીરી કરી હતી. ટ્રેનના પાયલટને પણ ચેતણવણી આપવામાં આવી હતી.
પ્રાપ્ત જાણકારી અનુસાર ઉદલપુર નજીક આવેલી ભગીરથ માઇન્સમાં બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. બ્લાસ્ટના કારણે પથ્થરો ઉછળીને સીધા રેલવેના હાઈ ટેન્શન કેબલ ઉપર અથડાયા હતા, જેના કારણે 25 હજાર કેવી જીવંત વીજ પ્રવાહવાળી લાઇનનો વાયર તૂટીને નીચે પડ્યો હતો.
વીજ વાયર તૂટી પડતાં ગોધરા-આણંદ સેક્શન વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસ તેમજ રેલવેના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કેબલ રિપેરિંગ સહિતની કામગીરી હાથ ધરી હતી. આ ઘટનાને લઈને રેલવે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
આ ગંભીર પરિસ્થિતિને જોતાં સ્થાનિક ગ્રામજનોએ સર્તકર્તા અને હિંમત દાખવી હતી. જીવના જોખમે ગ્રામજનોએ તાત્કાલિક ટ્રેનને રોકવાની કામગીરી કરી હતી, જેના કારણે એક મોટી જાનહાનિ ટળી હતી.
આ પણ વાંચો:
Godhra case convict Salim Jarda arrested: ગોધરા કાંડમાં દોષી સલીમ જર્દા પુણેમાં ચોરી કેસમાં પકડાયો
BJP સાંસદની પત્નીને સાયબર ગઠિયાઓએ ડિજિટલ એરેસ્ટ કરી, 14 લાખ પડાવ્યા પછી…
BJP Manifesto: ભાજપે વર્ષ 2002માં રજૂ કરેલો ચૂંટણી ઢંઢેરો અને 2025ની વાસ્તવિક સ્થિતિ
BJP Politics: બોટાદ ભાજપનું રાજકારણ, પાટીલની ભૂલ પક્ષને નડી, જુઓ વીડિયો








