ચીનમાં ફેલાતા HMPV વાયરસથી ભારતમાં ગભરાટ, 6 કેસ નોંધાયા, જાણો ક્યા લોકોને વધુ જોખમ?

  • India
  • January 7, 2025
  • 2 Comments

ચીનમાં ફેલાયેલા કોરોના જેવો વાયરસ હ્યુમન મેટાપ્યુમોવાયરસ(HMPV) ભારતમાં પણ પ્રવેશી ગયો છે, જેના કારણે લોકો ભયભીત છે. રતમાં અત્યાર સુધીમાં 6 કેસ નોંધાયા છે. તેમાંથી 2 કેસ કર્ણાટકમાંથી નોંધાયા છે, જેમાંથી એક ત્રણ મહિનાની છોકરી અને બીજો 8 મહિનાનો છોકરો છે. તમિલનાડુમાં 2 કેસ, મહારાષ્ટ્રના નાગપુરમાં 2 કેસ અને અમદાવાદમાં 2 મહિનાના બાળકમાં HMPV વાયરસ જોવા મળ્યો છે.

આ બાળકો HMPV વાયરસના સંપર્કમાં કેવી રીતે આવ્યા તે તપાસ હાથ ધરાઈ છે. ભારતે HMPV વાયરસનો સામનો કરવા તૈયારીઓ કરી લીધી છે. રાજ્ય સરકારો પણ પોતાના સ્તરે તૈયારીઓ કરી રહી છે. દિલ્હી સરકારે એડવાઈઝરી જારી કરી છે, જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે બેઠક બોલાવી છે.

ગુજરાત સતર્ક

ગુજરાતમાં કોરોના વખતે ભૂલ કરી બેઠેલું તંત્ર વાયરસને નાથવા કામે લાગ્યું છે. અમદાવાદમાં 2 કેસ નોંધાતાં આરોગ્યમંત્રીએ HMPV વાયરસને લઈ ગાઈડલાઈન બહાર પાડી છે. સાથે જ તેમને કહ્યું છે કે આ જૂનો વાયરસ છે. જોકે આ રીતનું નિવેદન જોખમી સાબિત થઈ શકે છે. કારણે કોરોના વખતે કરેલી બેદરકારીને કારણે કેટલાંય લોકોના જીવ ગયા હતા.

નાગપુરમાં પણ બાળકોને ચેપ લાગ્યો

HMPV વાયરસે મહારાષ્ટ્રમાં પણ દસ્તક આપી છે. નાગપુરમાં HMPV વાયરસના 2 દર્દીઓ મળી આવ્યા છે. અહીં પણ માત્ર બાળકો જ આ વાયરસનો શિકાર બન્યા છે, બે બાળકોના રિપોર્ટ HMPV પોઝિટિવ આવ્યા છે.  3 જાન્યુઆરીએ ખાનગી હોસ્પિટલમાં 7 વર્ષના છોકરા અને 13 વર્ષની છોકરીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

HMPV કેટલું જોખમી છે?

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાનું કહેવું છે કે HMPV વાયરસથી ગભરાવાની જરૂર નથી. આ વાયરસ ભારતમાં 2001થી છે. HMPV વાયરસ એટલો ખતરનાક નથી જેટલો સોશિયલ મીડિયા પર તેની વાત કરવામાં આવી રહી છે. HMPV એ નવો વાયરસ નથી. તે ઘણા વર્ષોથી સમગ્ર વિશ્વમાં ફેલાય છે. અમે સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. આપણે કહી શકીએ કે ચિંતાનું કોઈ કારણ હોવું જોઈએ નહીં. ICMR એ પણ લોકોને કહ્યું છે કે HMPV વાયરસ નવો નથી. તે ભારત સહિત સમગ્ર વિશ્વમાં પહેલેથી જ હાજર છે. તેથી ગભરાવાની જરૂર નથી. લોકો માત્ર સાવચેતી રાખે છે.

દિલ્હી-યુપી માટે શું છે તૈયારીઓ?

દિલ્હી સરકારે HMPV વાયરસ અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે. દિલ્હીમાં અધિકારીઓને નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે. શ્વસન સંબંધી બાબતો પર નજર રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. ખાંસી અને શરદીના કેસોને ગંભીરતાથી લેવા હોસ્પિટલોને સૂચનાઓ આપવામાં આવી છે. જો કોઈને HMPV વાયરસના લક્ષણો દેખાય તો તેની તપાસ કરાવવી જોઈએ. જો કે દિલ્હીમાં હજુ સુધી HMPV વાયરસનો કોઈ કેસ નોંધાયો નથી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ચીનમાં આ વાયરસના વધતા જતા કેસોને લઈને આરોગ્ય અને ગૃહ વિભાગના અધિકારીઓની બેઠક બોલાવી છે. આ બેઠક આજે લખનૌમાં યોજાવાની છે.

આ રીતે HMPV વાયરસ ફેલાય છે, સાવચેત રહો

HMPVવાયરસના લક્ષણો ઉધરસ, તાવ, ગળામાં દુખાવો, ગળામાં બળતરા અને કેટલાક કિસ્સાઓમાં, શ્વાસ લેવામાં તકલીફ છે. કેટલાક કિસ્સાઓમાં, તેનો ચેપ બ્રોન્કાઇટિસ, ન્યુમોનિયા અથવા અસ્થમાના લક્ષણોમાં પણ ફેરવાઈ શકે છે. આ વાયરસ ખાંસી અથવા છીંક ખાવીથી અથવા હાથ મિલાવવાથી ફેલાઈ શકે છે.

આ સમાચાર પણ વાંચોઃ વીંછીયામાં યુવકની હત્યા મામલોઃ બેકાબૂ ટોળાઓ પર ટિયર ગેસ છોડાયા, મહિલા પોલીસકર્મીને ઈજાઓ

Related Posts

Delhi Tubata Restaurant: ટુંકા કપડા પહેરો તો જ મળશે એન્ટ્રી! સલવાર- સૂટ પહેરેલા હોવાથી કપલને રેસ્ટોરન્ટમાં ન જવા દીધા
  • August 8, 2025

Delhi Tubata Restaurant: દિલ્હીના પીતમપુરા વિસ્તારમાં એક રેસ્ટોરન્ટમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેણે સોશિયલ મીડિયા પર લોકોને વિચારવા મજબૂર કરી દીધા છે. આ મામલો પીતમપુરા મેટ્રો સ્ટેશન પરિસરમાં…

Continue reading
Vote theft: મોદી વોટ ચોરી કરી PM બન્યા, 25 સીટ 35 હજાર કે પછી ઓછા મતથી જીત્યા
  • August 8, 2025

Vote theft: કોંગ્રેસ શુક્રવારે બેંગલુરુમાં ‘વોટ ઓફિસર રેલી’નું આયોજન કર્યું છે. જેમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અહીં ઉપસ્થિત રહ્યા. બેંગલુરુના ફ્રીડમ પાર્કમાં આયોજિત એક કાર્યક્રમમાં રાહુલ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Delhi Tubata Restaurant: ટુંકા કપડા પહેરો તો જ મળશે એન્ટ્રી! સલવાર- સૂટ પહેરેલા હોવાથી કપલને રેસ્ટોરન્ટમાં ન જવા દીધા

  • August 8, 2025
  • 1 views
Delhi Tubata  Restaurant: ટુંકા કપડા પહેરો તો જ મળશે એન્ટ્રી!  સલવાર- સૂટ પહેરેલા હોવાથી કપલને રેસ્ટોરન્ટમાં ન જવા દીધા

Vote theft: મોદી વોટ ચોરી કરી PM બન્યા, 25 સીટ 35 હજાર કે પછી ઓછા મતથી જીત્યા

  • August 8, 2025
  • 3 views
Vote theft: મોદી વોટ ચોરી કરી PM બન્યા, 25 સીટ 35 હજાર કે પછી ઓછા મતથી જીત્યા

Jhansi: CRPF જવાન બહાર કામ કરતો, પત્ની બીજા સાથે કરતી રંગરેલિયા, પ્રેમીએ નગ્ન વીડિયો બનાવી લીધો, પછી શું થયું?

  • August 8, 2025
  • 19 views
Jhansi:  CRPF જવાન બહાર કામ કરતો, પત્ની બીજા સાથે કરતી રંગરેલિયા, પ્રેમીએ નગ્ન વીડિયો બનાવી લીધો, પછી શું થયું?

Bhavnagar: નદીમાથી માટી ભરવા બાબતે માથાભારે ઈસમોએ વૃદ્ધને ઢોર માર માર્યો, પટેલ સમાજમાં ભારે રોષ

  • August 8, 2025
  • 9 views
Bhavnagar: નદીમાથી માટી ભરવા બાબતે માથાભારે ઈસમોએ વૃદ્ધને ઢોર માર માર્યો, પટેલ સમાજમાં ભારે રોષ

Threatened: ‘જે કોઈ સલમાન સાથે કામ કરશે તે મરશે’, બોલિવૂડના દિગ્દર્શકો-નિર્માતાઓને ધમકીભર્યો ઓડિયો વાયરલ

  • August 8, 2025
  • 24 views
Threatened: ‘જે કોઈ સલમાન સાથે કામ કરશે તે મરશે’, બોલિવૂડના દિગ્દર્શકો-નિર્માતાઓને ધમકીભર્યો ઓડિયો વાયરલ

Accident: મોરબી-કચ્છ હાઈવે પર સૂરજબારી પુલ નજીક ભયાનક ટ્રિપલ અકસ્માત: બે વિદ્યાર્થી સહિત ચારના કરુણ મોત

  • August 8, 2025
  • 32 views
Accident: મોરબી-કચ્છ હાઈવે પર સૂરજબારી પુલ નજીક ભયાનક ટ્રિપલ અકસ્માત: બે વિદ્યાર્થી સહિત ચારના કરુણ મોત