Patan: ‘દ્રશ્યમ’ ફિલ્મ જોઈ ભાગી જવા હત્યાનો પ્લાન બનાવ્યો, પ્રેમીઓની ચાલાકી પોલીસે ઉંધી પાડી

Patan: ફિલ્મોની માણસના મન પર ખુબ ભારે અસર થાય છે તેઓ ફિલ્મોથી ઘણું બધુ શીખતા પણ હોય છે ક્યારેક ઘણા લોકો ફિલ્મો જોઈને ક્રાઈમની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. તેઓ કેવી રીતે ક્રાઈમ કરવો તેનો આઈડિયા ફિલ્મોમાંથી લેતા હોય છે અને તેમને એવું લાગતું હોય છે કે, તેમનો પ્લાન સફળ જશે પરંતુ હકીહતમાં એવું થતું નથી. ત્યારે આવો જ એક આંખ ઉઘાડતો કિસ્સો પાટણમાંથી સામે આવ્યો છે જેમાં પંખીડાએ સાથે રહેવા માટે નિર્દોષ વ્યક્તિનો જીવ લીધો હતો. આ પ્રેમીઓએ પોતાને કોઈ શોધે નહીં તે માટે એક આધેડ પુરુષની હત્યા કરીને તેને સ્ત્રીના કપડાં પહેરાવ્યાં અને પછી તેની લાશને બાળી નાખી હતી. ત્યાર બાદ તેઓ ફરાર થઈ ગયાં હતા.જેથી એવું લાગે કે, તે સ્ત્રીનું મોત થયું છે પરંતુ તેમનો આ પ્લાન પોલીસે ઉંધો પાડી દીધો હતો.

‘દ્રશ્યમ’ ફિલ્મ જોઈ બનાવ્યો હત્યાનો પ્લાન

મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જાખોત્રા ગામમાં, એક પ્રેમી યુગલે એક અજાણ્યા વ્યક્તિ પર પેટ્રોલ છાંટીને તેને જીવતો સળગાવી દીધો. એટલું જ નહીં, પુરુષને સળગાવી દીધા પછી, પ્રેમી યુગલે તેને મહિલાઓના કપડાં અને પાયલ પહેરાવ્યા અને પછી બંને ભાગી ગયા, પરંતુ પોલીસે થોડા કલાકોમાં જ પ્રેમીઓને પકડી લીધા.

પ્રેમીઓએ ‘દ્રશ્યમ’ સ્ટાઈલમાં કરી હત્યા

મળતી માહિતી મુજબ, પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જખોત્રા ગામના રહેવાસી ભરત અને ગીતા છેલ્લા ચાર મહિનાથી પ્રેમ સંબંધમાં હતા. ગીતા પરિણીત હતી પણ બાકીનું જીવન ભરત સાથે વિતાવવા માંગતી હતી. આખરે બંનેએ સાથે મળીને ઘરેથી ભાગી જવાનો પ્લાન બનાવ્યો પણ પરિવારના સભ્યોના ડરને કારણે પ્લાનિંગ વગર તે અશક્ય હતું. બંનેએ ભાગી જવાની યોજના બનાવવા માટે ફિલ્મ દ્રશ્યમ જોઈ. આ પછી એવું નક્કી થયું કે કોઈને એવી રીતે મારી નાખવામાં આવે કે ગીતાએ આત્મહત્યા કરી હોય તેવું લાગે. આ માટે, ભરત એવી વ્યક્તિની શોધમાં હતો જેને સરળતાથી મારી શકાય. ભરત 26.05.2025 ના રોજ ફરીથી એક વ્યક્તિની શોધમાં નીકળ્યો અને નજીકના બારારા, દાંતરના, સાંતલપુર અને મધુત્રા ગામોમાં ફર્યો, પરંતુ એવો કોઈ વ્યક્તિ મળ્યો નહીં જેને સરળતાથી પકડી શકાય અને મારી શકાય.

પ્રેમી પંખીડાએ સાથે રહેવા માટે એક નિર્દોષ વ્યક્તિનો જીવ લીધો

ભરત ગીતાના પ્રેમમાં એટલો આંધળો થઈ ગયો હતો કે તેને ગમે તે ભોગે એક વ્યક્તિને શોધવાનું નક્કી કરી લીધુ. છેવટે તે તાલુકાના વાઉવા ગામમાં ગયો જ્યાં તેને હરજીભાઈ દેવાભાઈ સોલંકી નામના એક વૃદ્ધ માણસ મળ્યો. તે તેને તેની મોટરસાઇકલ પર નજીકના ખેતરમાં લઈ ગયો. જ્યાં તેનું ગળું દબાવીને તેને બેભાન કરી દેવામાં આવ્યો. આ પછી, બંને મોટરસાયકલ પર તે વ્યક્તિને ગામના તળાવ પર લઈ જાય છે. તેને મહિલાઓના કપડાં અને પાયલ પહેરાવવામાં આવે છે અને તે બાદ તે માણસને જીવતો સળગાવી દેવામાં આવે છે.

વૃદ્ધને મારી પ્રેમીઓ ભાગી ગયા

પ્લાન મુજબ, ગીતાએ એક લિટર પેટ્રોલ લાવવાનું હતું અને ભરતને 3 લિટર પેટ્રોલ લાવવાનું હતું પરંતુ ભરત તે વ્યક્તિને શોધતી વખતે પેટ્રોલ લાવી શકતો નથી પરંતુ કોઈક રીતે તે વ્યક્તિને એક લિટર પેટ્રોલથી જીવતો સળગાવી દેવામાં આવે છે. બંને ત્યાંથી ભાગી જાય છે. આ દરમિયાન ગીતાના પરિવારના સભ્યોને ખબર પડે છે કે ગીતા ઘરે નથી. શોધખોળ દરમિયાન, પરિવારના સભ્યોએ ગામના તળાવ પાસે એક પુરુષનો અડધો બળેલો મૃતદેહ જોયો. જેના પર ગીતાના કપડાં પહેરેલા હતા અને પાયલ પણ ગીતાના જ હોવાનું જાણવા મળ્યું.

પોલીસે આરોપીઓને ગણતરીના સમયમાં ઝડપી લીધા

પોલીસને માહિતી મળતાં જ પરિવારની પૂછપરછ કરતાં ખબર પડી કે ગીતાનું ભરત નામના વ્યક્તિ સાથે અફેર હતું. આ પછી પોલીસ આ મામલાની તપાસ શરૂ કરે છે. ગામના લોકો પાસેથી મળેલી માહિતી અને ટેકનિકલ મદદ લઈને, પોલીસ ભરત અને ગીતાની ધરપકડ કરે છે. જે બાદ આરોપીઓ સમગ્ર ગુનાની કબૂલાત કરી હતી.

આ પણ વાંચો:

મંત્રી Vijay Shah ને સુપ્રીમમાંથી રાહત, ધરપકડ પરનો સ્ટે યથાવત

Ahmedabad: મહિલાની તેના જ ઘરમાં હત્યા, છરીથી પેટ ચીરી નાખ્યું, ઘર બદલ્યું છતાં પ્રેમી…!

UP: બોયફ્રેન્ડને મોજમાં રાખવા ગર્લફ્રેન્ડ બની ચોર!, આ રીતે બાઈક સાથે પકડાયા?

Surat: ફેસબૂકમાં સસ્તું સોનું આપવાના નામે છેતરપીંડી, બે શખ્સોની ધરપકડ

Mock drill: આવતીકાલે ગુજરાતમાં ફરી મોકડ્રીલ, હવે મોદી શું મોટું કરવાની તૈયારીમાં?

Ruchi Gujjar: રૂચિ ગુજ્જરે PM મોદીના ફોટાવાળો હાર કેમ પહેર્યો?, આપ્યો ચોકાવનારો જવાબ!

 Surendranagar: મહારાણા પ્રતાપની પ્રતિમા તોડાઈ, વઢવાણમાં લોકો રોષે ભરાયા

Valsad: વાપીમાં ભયંકર હુમલો, એક શખ્સે પગ નીચે દબાવ્યો, બીજાએ ઉપરથી પથ્થર છોડ્યા

Thasra: કાલસરમાં પત્ની ભગાડી જવા બાબતે પૂર્વ પતિનો છરાથી હુમલો, બે લોકો ગંભીર

 

Related Posts

Bhavnagar: મહુવાના મોટા ખુંટવડા પાસે બે પુલ તૂટી પડ્યા, વરસાદે ખેડૂતની કરી માઠી દશા
  • October 29, 2025

Bhavnagar Bridges Collapsed: ગુજરાતમાં સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેથી જગતના તાત ખેડૂતોએ મહા મહેનતે તૈયાર કરેલો પાક ધોવાઈ ગયો છે.  મગફળી, ડાગર, ડુંગળી જેવા પાકને ભારે નુકસાન થતાં ખેડૂતોને…

Continue reading
 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી
  • October 29, 2025

Gujarat Heavy Rain Forecast: રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે આ સ્થિતિમાં ખેડૂતોને નુકશાન થયું છે ત્યારે હજુપણ વરસાદની સ્થિતિ યથાવત રહે તેવી હવામાન વિભાગની આગાહી છે. આજે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Israel Airstrike: ઇઝરાયલનો ગાઝા પર ફરી હવાઈ હુમલો, 30થી વધુના મોત, ટ્રમ્પના શાંતિ કરારની દુનિયામાં ફજેતી

  • October 29, 2025
  • 5 views
Israel Airstrike: ઇઝરાયલનો ગાઝા પર ફરી હવાઈ હુમલો, 30થી વધુના મોત, ટ્રમ્પના શાંતિ કરારની દુનિયામાં ફજેતી

Bhavnagar: મહુવાના મોટા ખુંટવડા પાસે બે પુલ તૂટી પડ્યા, વરસાદે ખેડૂતની કરી માઠી દશા

  • October 29, 2025
  • 14 views
Bhavnagar: મહુવાના મોટા ખુંટવડા પાસે બે પુલ તૂટી પડ્યા, વરસાદે ખેડૂતની કરી માઠી દશા

IND vs AUS T20I: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ટક્કર,ભારતની પ્લેઈંગ ઈલેવન ઉપર સૌની નજર

  • October 29, 2025
  • 7 views
IND vs AUS T20I: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ટક્કર,ભારતની પ્લેઈંગ ઈલેવન ઉપર સૌની નજર

 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

  • October 29, 2025
  • 18 views
 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

OIC એ ભારત વિરુદ્ધ ઓક્યું ઝેર!, કહ્યું”જમ્મુ-કાશ્મીર પર ભારતનો ગેરકાયદે કબ્જો!”

  • October 29, 2025
  • 8 views
OIC એ ભારત વિરુદ્ધ ઓક્યું ઝેર!, કહ્યું”જમ્મુ-કાશ્મીર પર ભારતનો ગેરકાયદે કબ્જો!”

Cyclone Montha Hits Andhra Coast: ચક્રવાત મોન્થા 110ની સ્પીડે આંધ્રના દરિયાકિનારે લેન્ડફોલ થયું!અનેક વૃક્ષો ધરાશાયી,ત્રણના મોત

  • October 29, 2025
  • 9 views
Cyclone Montha Hits Andhra Coast: ચક્રવાત મોન્થા 110ની સ્પીડે આંધ્રના દરિયાકિનારે લેન્ડફોલ થયું!અનેક વૃક્ષો ધરાશાયી,ત્રણના મોત