
PM Modi in bhavnagar: ગુજરાતના ભાવનગર જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી મુલાકાતને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તા. 20 સપ્ટેમ્બરે વડાપ્રધાન ભાવનગર પહોંચશે અને રોડ-શો બાદ જવાહર મેદાનમાં જાહેર સભા સંબોધિત કરશે. મોદી અહીં આવી 1.35 લાખ કરોડના પ્રોજેક્ટની લહાણી કરવાના છે. ત્યારે ભાવનગરના બહુ ચર્ચિત નિરમાં આંદોલનનો ચહેરો અને મોદી સામે આંદોલન કરનારા BJP MLA ડો, કનુભાઇ કલસરિયાએ અનેક મોટા ખુલાસાઓ કર્યા છે.
BJP MLAએ મોદી સામે દેખાવો કર્યા
ગુજરાત સરકારે વર્ષ 2008માં નિરમા કંપનીને મહુવા તાલુકાના સમઢિયાળા પઢિયારકા ગામ પાસે સિમેન્ટ પ્લાન્ટ માટે 268 હેકટર જમીન ફાળવી હતી તે વખતે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જબરદસ્ત વિરોધ થયો હતો આ વિરોધ ભાજપના ધારાસભ્ય ડો, કનુભાઇ કલસરિયાની આગેવાની હેઠળ વિરોધ થયો હતો. જો કે, આખરે તેઓ આ આંદોલનમાં સફળ પણ થયા હતા.
કનુભાઇ કલસરિયાએ કર્યા મોટા ખુલાસા
હવે નરેન્દ્ર મોદી ભાવનગરમાં આવી રહ્યા છે ત્યારે ધારાસભ્ય ડો, કનુભાઇ કલસરિયાએ ધ ગુજરાત રિપોર્ટ સાથે ચર્ચા કરી હતી અને અનેક ખુલાસાઓ પણ કર્યા હતા. જેમાં તેમણે નિરમા આંદોલન વખતે શું કર્યું હતું કઈ રીતે લડત આપી હતી તેમજ ભાવનગરમાં અત્યારે શું પ્રશ્નો છે તે અંગે જણાવ્યું હતું. જુઓ વીડિયો…
આ પણ વાંચો:
Dahod: જજની નકલી ઓળખ આપી છેતરપિંડી કરતો મહાઠગ પકડાયો, કોર્ટ કેસનો નિકાલ લાવી આપવાની કરી હતી વાત
Anirudhsinh Jadeja case: ભૂગર્ભમાં ઉતરેલા અનિરુદ્ધસિંહ જાડેજા આવશે બહાર, આજે કરશે સરેન્ડર
The gujarat report ના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:
https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF










