
PM Modi News: ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ ઝીંક્યા બાદ મોદી પાકિસ્તાનને મદદ કરનાર દેશ ચીનમાં પહોંચ્યા છે. મોદીએ ચીનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં ભાગ લીધો હતો. મોદીની આ મુલાકાત બાદ ટ્રમ્પના સલાહાકાર પીટર નાવારોએ મોદી પર અભદ્ર ભાષામાં વાપરી છે. નવોરોએ મોદી માટે હલકી કક્ષાનું નિવેદન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીની યાત્રામાં મોદીને અપશબ્દો બોલવાની વાતને લઈ સમર્થકોએ ભારે ઉહાપોહ મચાવ્યો હતો. મારામારી કરી. તોડફોડ કરી. ત્યારે હવે પીટર નવરો સામે શું કાર્યવાહી કરાવશે!
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વેપાર સલાહકાર પીટર નાવારોએ SCO સમિટમાં હાજરી આપવા બદલ PM નરેન્દ્ર મોદીની આકરી ટીકા કરી છે. નાવારોએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે નરેન્દ્ર મોદીની નિકટતાને ભૂલ ગણાવી છે. તેમણે કહ્યું કે મોદી જે રીતે જિનપિંગ અને પુતિન સાથે ભળી ગયા તે જોઈને શરમ આવે છે. તેમણે સમજવું જોઈએ કે તેમણે આપણી સાથે રહેવું જોઈએ. તેમણે ચીનના તિયાનજિનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટ દરમિયાન જિનપિંગ, મોદી અને પુતિનની મુલાકાત પર આ વાત કહી છે.
મોદી માટે અભદ્ર ટીપ્પણી
ट्रंप के सलाहकार पीटर नवारो का एक और विवादास्पद बयान “मोदी को शी जिनपिंग और पुतिन के साथ मिलते देखना शर्मनाक था। मुझे समझ नहीं आ रहा कि वो क्या सोच रहे हैं। हमें उम्मीद है कि उन्हें समझ आ जाएगा कि उन्हें रूस के साथ नहीं, बल्कि हमारे साथ रहना चाहिए।”
— Umashankar Singh उमाशंकर सिंह (@umashankarsingh) September 2, 2025
SCO સમિટ પર નિવેદનો આપતી વખતે પીટર નાવારોએ ખૂબ જ ખરાબ ભાષાનો ઉપયોગ કર્યો છે. તેમણે કહ્યું, ‘મને સમજાતું નથી કે નરેન્દ્ર મોદી વ્લાદિમીર પુતિન અને શી જિનપિંગ સાથે ‘બેડ’ પર કેમ જઈ રહ્યા હતા. ચીન અને રશિયાના રાષ્ટ્રપતિઓ સાથે નરેન્દ્ર મોદીની નિકટતા જોઈને ચોક્કસપણે ખરાબ લાગ્યું. મને લાગે છે કે ભારતીય પીએમએ આ ટાળવું જોઈતું હતું.’ ટેરિફ મુદ્દે અમેરિકા સાથે તણાવ વચ્ચે PM મોદી રશિયા અને ચીનના નેતાઓને મળ્યા છે. આના કારણે અમેરિકામાં આ હતાશા ફેલાઈ છે. નવારો ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફને લઈને વધી રહેલા તણાવ પર સતત ટિપ્પણી કરી રહ્યા છે. નવારો કહે છે કે ભારત મુખ્ય અર્થતંત્રોમાં સૌથી વધુ ટેરિફ દર લાદે છે અને તેને સ્વીકારતું નથી.
મોદીની ચીન મુલાકાતની ટીકા
બીજી તરફ લોકો મોદીની ચીન મુલાકાતની ટીકા કરી રહ્યા છે. કારણ કે ખુદ ભારતીય સેનાએ કહ્યું છે કે ઓપરેશન સિંદૂર વખતે દુશ્મન દેશ પાકિસ્તાનને ચીને મદદ કરી હતી. ભારતની ગતિવિધીઓની માહિતી ચીન પાકિસ્તાનને આપતું હતુ. ચીન ખૂલીને પાકિસ્તાનને મદદ કરે છે તેમ છતા મોદી ચીનમાં પહોંચ્યા. જેની ટીકા થઈ રહી છે. ચીનને લાલ આંખ બતાવવાની વાત કરતાં મોદી પહેલગામ હુમલા, સીમા વિવાદને લઈ કંઈ બોલ્યા નથી.
આ પણ વાંચો:
Modi China Visit: ‘મોદીનું ગરમ સિંદૂર પાણી થઈ ગયું’, જિનપિંગને ના પૂછ્યું પાકિસ્તાનને કેમ મદદ કરી
PM Modi: ચીનને લાલ આંખ બતાવવાનું કહેતાં મોદી આજે શું બોલ્યા?
Gujarat education: મોદીના રાજમાં અભણ ગુજરાત, 80 ટકા વિદ્યાર્થીઓ શાળા છોડી કેમ જાય છે?