
Punjab Flood: પંજાબમાં આવેલા ભંયકર પૂરે લોકોની હાલત બત્તર કરી નાખી છે. લોકોના ઘરો, પશુ બધુ પાણીમાં તણાઈ ગયું છે. 50 વધુ લોકોના મોત થઈ ગયા છે. લોકોના હાલ બેહાલ થઈ ગયા છે. લોકો મદદ માટે તડપી રહ્યા છે. ત્યારે સોશિયલ મિડિયામાં ટ્રોલ થયા બાદ વડાપ્રધાન મોદી 9 સપ્ટેમ્બરે પંજાબમાં પહોંચ્યા હતા. ત્યાં પૂરગ્રસ્ત વિસ્તારોનું હેલિકોપ્ટરથી હવાઈ નિરીક્ષણ કર્યું.
જો કે તેમણે હવાઈ નિરિક્ષણ કર્યા પછી માત્ર 1,600 કરોડ સહાય જાહેર કરતાં લોકો સહિત નેતાઓમાં રોષ ભભૂક્યો છે. પંજાબમાં મોટા પાયે નુકસાન થયું છે ત્યારે મોદી માત્ર 1,600 કરોડની મદદ કરી પંજાબની મજાક કર્યાના આરોપ લાગ્યા છે. પંજાબ સરકારના નેતાઓનું કહેવું છે કે હાલ 60 હજાર કરોડની જરુર છે. જો કે મોદી માત્ર નામની સહાય કરી. જેથી પંજાબમાં ભાજપ સરકાર સામે રોષ જોવા મળી રહ્યો છે.
બીજી તરફ સવાલો એ પણ થઈ રહ્યા છે કે મોદીએ હેલિકોપ્ટરથી હવાઈ નિરિક્ષણ કર્યું, તો તેમને કેવી રીતે ખબર પડી હશે, કોને કેટલું નુકસાન થયું. શું હવાઈ નિરિક્ષણ કરે તો પૂરની વધુ ખબર પડે?, જો વધુ ખબર પડતી હોત તો મોદીએ આટલી સહાય જાહેર ના કરી હોત. જેથી મોદીની હવાઈ નિરિક્ષણની પણ ટીકા થઈ રહી છે. હવાઈ નિરક્ષણ કર્યા બાદ પણ ઓછી સહાય જાહેર કરી છે.
પંજાબમાં આ પૂર 1988 પછીના સૌથી ભંયકર પૂર તરીકે ગણાઈ રહ્યા છે. રાજ્યના તમામ 23 જિલ્લાઓને પૂરગ્રસ્ત ઘોષિત કરાયા છે, જેમાં ગુરદાસપુર, અમૃતસર, ફરોઝપુર, પઠાણકોટ, કપૂરથલા અને ફઝીલ્કા જેવા જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત થયા છે. અધિકારીઓ અનુસાર, 1,400થી વધુ ગામો પાણીમાં ડૂબી ગયા છે, જેમાંથી કેટલાક હજુ પણ પાણીમાંડણા છે. મોતની સંખ્યા 50છી પાર થઈ ગઈ છે, જ્યારે 3.5 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. રાહત કેમ્પોમાં 7,000થી વધુ લોકો રોકાયા છે, અને 20,00થી વધુને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
ત્યારે આજે મુદ્દે જુઓ વધુ ચર્ચા આ વીડિયોમાં
આ પણ વાંચો:
નેપાળમાં થયેલા હિંસક પ્રદર્શનોથી ભારત સરકારે શું શીખવું જોઈએ? | Nepal | India
Viral Video: ‘મોદી સરકાર ભારતમાં હિંદુ રાષ્ટ્ર બનાવી શકતી નથી, તો નેપાળમાં કેમ દબાણ કરે છે?’
UP: એક ઘરમાંથી 4 લાશ નીકળી, માતાએ 3 પુત્રીને કાયમ માટે ઊંગાડી દીધી, પછી પોતે…
Gujarat: ભાજપની ચાર સરકારોએ મજૂરોનું કલ્યાણ કરવાને બદલે બિલ્ડરોને ફાયદો કરાવ્યો










