
Arrest YouTuber in Dwarka: દ્વારકમાં મંદિર ફરતે રોજે રોજ કડક સુરક્ષા બંદોબસ્ત હોય છે. અહીં કેટલાંક વિસ્તારમાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ છે. તેમ છતાં કેટલાંક શખ્સો ભાન ભૂલી ડ્રોન ઉડાવતાં હોય છે. ત્યારે દ્વાર મંદિર પર ડ્રોન ઉડારનાર એક ઈસમની ધરપકડ કરવામાં આવી છે.
આજે દ્વારકાધીશના મંદિર પર ડ્રોન ઉડતું દેખાતાં તંત્ર દોડતું થયું હતુ. ડ્રોન ઉડારનાર મુંબઈના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પીલીસે આરોપીની પૂછપરછ કરતાં કબૂલ્યું છે કે તે યુટ્યુબર છે અને મુંબઈમાં રહે છે. તેણે પોતાની યુટ્યુબ ચેનલમાં વિડિયો મૂકવા માટે ડ્રોન ઉડાવ્યું હોવાનું કબૂલ્યું છે. જો કે પોલીસની મંજૂરી વગર ડ્રોન ઉડારતાં કાદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Gujarat Politics: ‘નીતિનભાઈની વાત સાચી, ભાજપના કેટલાક હોદ્દેદારો દલાલ?’, સાંભળો ઈસુદાને વધુમાં શું કહ્યું?