
ગુજરાત પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા શંકસિંહ વાઘેલાએ પોતાની નવી પાર્ટી બનાવી છે. ત્યારથી તેનો તેઓ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ત્યારે આજે વડોદરામાં નવી પાર્ટી પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે. તેઓ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવા કમર કસી રહ્યા છે. સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે આવતા અઠવાડિયા સુધીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઇ શકે છે.
ગુજરાત પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ તાજેતરમાં જ પોતાની નવી પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી બનાવી છે. જે બાદ એક પછી એક શહેરોમાં કાર્યાલયો શરૂ કરાઈ રહ્યા છે. પાલિકાની ચૂંટણી જેહર થાય તે પહેલા આજે ગાંધીનગર બાદ વડોદરામાં પાર્ટીના કાર્યાલયનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે.
શંકરસિંહ વાઘેલાએ ફરી આલાપ્યો દારૂબંધીનો રાગ
આજે વડોદરામાં પાર્ટીના નવા કાર્યલયના ઉદ્ઘાટન નિમિતે શંકરસિંહ વાઘેલાએને મિડિયાએ સવાલો કર્યા હતા. દારુબંધી અંગે પૂછેલા જવાબ કહ્યું હતુ કે ગુજરાતમાં દારૂબંધી ખોટી છે, નવી લીકર પોલીસી બનાવવી જોઈએ. ગુજરાતમાંથી દારૂબંધી હટશે તો પ્રજાનું ભલું થશે. આ રેવન્યુથી રાજ્યમાં હેલ્થ અને એજ્યુકેશન મફતમાં થશે.
આ પણ વાંચોઃ AHMEDABAD: મ્યુન્સિપલ સ્કૂલ બોર્ડે 1143 કરોડનું બજેટ ફાળવ્યું