
Pune Train Fire: આજે સવારે મહારાષ્ટ્રના પુણે આવી રહેલી એક પેસેન્જર ટ્રેનમાં આગ લાગવાની ઘટના બની હતી. આજે સવારે દૌંડથી પુણે માટે નીકળતા જ DEMU ટ્રેન અચાનક એક કોચમાં આગ લાગી ગઈ જેમાં કોચનો મોટો ભાગ બળીને ખાખ થઈ ગયો. કોચમાં આગ જોઈને લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો. કોચમાં બેઠેલા મુસાફરોએ ધુમાડો નીકળતો જોયો અને તેઓએ જાતે જ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો તેમજ અન્ય મુસાફરોએ સ્ટેશન માસ્ટરને આગ વિશે જાણ કરી હતી જો કે, ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં જ આખો કોચ ધુમાડાથી ભરાઈ ગયો હતો. RPF પણ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું.
આ કારણે કોચમાં લાગી આગ
રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ટ્રેનના કોચમાં આગ એક વ્યક્તિએ કોચ પાસે રાખેલી ટ્રેનના ડસ્ટબીનમાં ફેંકેલી બીડીને કારણે લાગી હતી. આગને કારણે કચરો સળગી ગયો હતો અને કોચ ધુમાડાથી ભરાઈ ગયો હતો. ડસ્ટબીનમાં બીડી ફેંકનાર વ્યક્તિ કોચમાં જ બેઠો હતો. એક વ્યક્તિએ તેને બીડી ફેંકતા જોયો હતો. તેણે આરપીએફને તે વ્યક્તિ વિશે જાણ કરી. કડક પૂછપરછમાં, વ્યક્તિએ બીડી ફેંકવાની કબૂલાત કરી અને પોલીસે તેને કસ્ટડીમાં લીધો. આ અકસ્માત સવારે 8 વાગ્યાની આસપાસ થયો હતો અને પુણે જિલ્લાના યેવત ગામ નજીક કોચ ધુમાડાથી ભરેલો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે સંપત્તિના નુકસાનના અહેવાલ નથી.
દૌંડથી પુણે આવી રહેલી ડેમુ ટ્રેનના ત્રીજા કોચમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. શૌચાલયમાં ફસાયેલા એક વ્યક્તિને મુસાફરોએ દરવાજો તોડીને સુરક્ષિત રીતે બચાવી લીધો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.#maharashtra #pune #train #fire #viralvideo pic.twitter.com/keaXHUCyod
— The Gujarat Report (@TGujarat_Report) June 16, 2025
મુસાફર ટોઇલેટમાં ફસાઈ ગયો
પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઘટના સમયે એક વ્યક્તિ શૌચાલયમાં ફસાઈ ગયો હતો. ધુમાડાને કારણે તેનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો, પરંતુ દરવાજો તોડીને તેને બહાર કાઢવામાં આવ્યો હતો. દૌંડ રેલ્વે પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો કેસ નોંધવામાં આવ્યો છે. તપાસ બાદ, રિપોર્ટ રેલ્વે અધિકારીઓને સુપરત કરવામાં આવશે. જે કોચમાં આગ લાગી હતી તેને ટ્રેનથી અલગ કરી દેવામાં આવી છે અને બાકીના ટ્રેનને તેના ગંતવ્ય સ્થાન તરફ મોકલી દેવામાં આવી છે. બધા મુસાફરો સુરક્ષિત છે. તપાસ કર્યા પછી જ મુસાફરો સાથે ટ્રેનને આગળ મોકલવામાં આવી હતી.
આ પણ વાંચો:
Gujarat Rain Update: આજે ગુજરાતના આ વિસ્તારોમાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Ayodhya News: બહરાઈચ, બારાબંકી બાદ અયોધ્યામાં પણ દાદા મિયાં ઉર્સ પર પ્રતિબંધ
Ahmedabad plane crash: બીજું બ્લેક બોક્સ મળ્યું, તપાસ સમિતિની પ્રથમ બેઠક આજે








