આર.પી. પટેલ કરોડપતિ, એમના માટે બધું સહેલું હોય!, વધુ બાળકો પેદા કરવાની વાત પર ગીતા પટેલનો બળાપો | Geeta Patel

Geeta Patel: વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલે કચ્છ કડવા પાટીદાર સમાજના એક કાર્યક્રમ દરમિયાન આપેલું નિવેદન સમાજમાં ચર્ચાનો વિષય બન્યું છે. તેમણે પાટીદાર પરિવારોને ઓછામાં ઓછા ત્રણથી ચાર બાળકો પેદા કરવાની અપીલ કરી, જેના કારણે સમાજના અન્ય અગ્રણીઓ અને મહિલા નેતાઓમાં નારાજગી ફેલાઈ છે. આ નિવેદનનો ખાસ કરીને પાટીદાર મહિલા અગ્રણી ગીતા પટેલે આકરો વિરોધ કર્યો છે, અને આ મુદ્દે ચર્ચા-વિવાદ ગરમાયો છે.

આર.પી. પટેલે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, પાટીદાર સમાજે વસ્તી વધારવા માટે દરેક પરિવારે ત્રણથી ચાર બાળકો પેદા કરવા જોઈએ, જેથી સમાજની રાજકીય અને સામાજિક શક્તિ જળવાઈ રહે. તેમણે દાવો કર્યો કે વસ્તી ઘટવાથી સમાજનું રાજકીય પ્રભુત્વ ઘટી શકે છે. જોકે, આ નિવેદનને ગીતા પટેલે “અવ્યવહારુ” અને “રાજકીય ઉદ્દેશ્યથી પ્રેરિત” ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, “આજના સમયમાં એકથી વધુ બાળકોનો ઉછેર કરવો આર્થિક રીતે ખૂબ મુશ્કેલ છે. આર.પી. પટેલ કરોડપતિ છે, એટલે તેમના માટે આ બધું સરળ હોઈ શકે, પરંતુ ગામડામાં રહેતા, માત્ર ત્રણ-ચાર વીઘા જમીન ધરાવતા પરિવારો માટે આ અશક્ય છે.”

ગીતા પટેલે આર.પી પટેલના નિવૈદનનો વિરોધ કર્યો

ગીતા પટેલે આર.પી. પટેલના નિવેદનને સમાજની વાસ્તવિક સમસ્યાઓથી દૂર ગણાવ્યું અને ભારપૂર્વક જણાવ્યું કે, “મંચ પરથી ચાર બાળકો પેદા કરવાની વાત કરવી સરળ છે, પરંતુ આજથી 20 વર્ષ પછી શિક્ષણ, રોજગાર અને અન્ય ખર્ચાઓનો બોજ કેટલો હશે તેની કલ્પના પણ મુશ્કેલ છે.” તેમણે મહિલાઓના શારીરિક અને ભાવનાત્મક પડકારો પર પણ પ્રકાશ પાડ્યો, પૂછ્યું કે, “ચાર બાળકોને જન્મ આપવાની જવાબદારી મહિલાઓ કેવી રીતે ઉપાડશે? સમાજના મંચ પરથી આવી વાતો કરવાને બદલે સમાજની વાસ્તવિક સમસ્યાઓ પર ધ્યાન આપવું જોઈએ.”

વાસ્તવિક સમસ્યાઓ પર ગીતા પટેલ ભાર મૂક્યો

ગીતા પટેલે ભારપૂર્વક જણાવ્યું કે સમાજે રાજકીય તાકાત વધારવાને બદલે યુવાનોની સમસ્યાઓ, જેમ કે નશાની લત, ઓનલાઈન ગેમનું વ્યસન, બેરોજગારી, અને શિક્ષણની મફત સુવિધા પર ધ્યાન આપવું જોઈએ. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે, “શા માટે દીકરીઓ ભાગીને લગ્ન કરે છે? તેમની સુરક્ષા અને શિક્ષણની ચિંતા કરવી વધુ જરૂરી છે.” તેમણે એ પણ ઉમેર્યું કે, “આપણે બિન-અનામત આયોગના ચેરમેન પણ નથી બનાવી શક્યા, તેની ચિંતા કરવી જોઈએ.”

ગીતા પટેલે આર.પી. પટેલના અગાઉના એક નિવેદનનો ઉલ્લેખ કર્યો, જેમાં તેમણે કહ્યું હતું કે, “દીકરીઓએ રિવોલ્વર રાખવું જોઈએ.” આ નિવેદનને તેમણે બિનજરૂરી ગણાવ્યું અને કહ્યું કે, “દીકરીઓની સુરક્ષાની ચિંતા કરવાને બદલે આવી વાતો કરવાની શું જરૂર છે? ચાર બાળકો પેદા કરવાની વાત કરવી સરળ છે, પરંતુ તેમની જવાબદારી કોની? સરકારે બાળકોના શિક્ષણ અને રોજગારની વ્યવસ્થા કરવી જોઈએ.”

એક માતા તરીકે ગીતા પટેલે ભારપૂર્વક જણાવ્યું કે, “હું નથી ઈચ્છતી કે મારી કુખે દીકરી જન્મે, કારણ કે આજના સમયમાં દીકરીઓ સુરક્ષિત નથી.” આ નિવેદન સમાજમાં દીકરીઓની સુરક્ષા અંગેની ગંભીર ચિંતાને દર્શાવે છે. તેમણે એ પણ પૂછ્યું કે, “ચાર બાળકો પેદા કરવાની વાત હિન્દુ સનાતન ધર્મ સાથે જોડવી યોગ્ય છે? શું આમાંથી કોઈ બાળક રસ્તા પર ભીખ માંગવા લાગે તો?”

આ પણ વાંચો:

Cricket: ટીમ ઈન્ડિયા માટે આ નિર્ણય ઘાતક!, પાકિસ્તાનને ફાયદો!, વાંચો કેવી રીતે?

UP: નવાબ અબ્દુલ સમદનો મકબરો કે શિવ મંદિર?, ફતેહપુરમાં હિન્દુ-મુસ્લિમ પક્ષના છે દાવા?

Jamnagar: અંબાણીના ગઢ જામનગરમાં અદાણી ગ્રૂપનો પગપેસારો, લીધી જમીન, શું થશે અસર!

Iqra Hassan: સાંસદ ઈકરા હસન કુંવારી, ચાહે તો મારી સાથે લગ્ન કરે, બસ અવૈસી મને જીજા કહે, કરણી સેના ઉપાધ્યક્ષ વિવાદમાં ફસાયા

Related Posts

UP: શાકભાજી માર્કેટમાં 3 રાઉન્ડ ગોળીબાર, ખુરશીઓ ઉછળી, 2 લોકોને ગોળી વાગી
  • August 11, 2025

UP: આજે સવારે 11 વાગ્યે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના સાહિબાબાદ ફળ અને શાકભાજી માર્કેટમાં મંડી સચિવ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં ઝઘડો થયો હતો. ઝઘડા દરમિયાન ભીડમાં હાજર એક અજાણ્યા વ્યક્તિએ 3…

Continue reading
Anganwadi Recruitment 2025: આંગણવાડીમાં 9000થી વધુ જગ્યાઓ માટે જાહેરાત, જાણો લાયકાત અને પગાર
  • August 11, 2025

Anganwadi Recruitment 2025: આંગણવાડીની ભરતીની રાહ જોતી બહેનો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે રાજ્યની મહિલાઓ માટે રોજગારની એક મોટી તક જાહેર કરી છે. મહિલા અને બાળ વિકાસ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

MP News: માનવતા મરી પરવારી ! કોઈ મદદ ન મળતા પત્નીના મૃતદેહને બાઇક પર લઈ જવા મજબૂર બન્યો પતિ

  • August 11, 2025
  • 1 views
MP News: માનવતા મરી પરવારી ! કોઈ મદદ ન મળતા પત્નીના મૃતદેહને બાઇક પર લઈ જવા મજબૂર બન્યો પતિ

UP: શાકભાજી માર્કેટમાં 3 રાઉન્ડ ગોળીબાર, ખુરશીઓ ઉછળી, 2 લોકોને ગોળી વાગી

  • August 11, 2025
  • 6 views
UP: શાકભાજી માર્કેટમાં 3 રાઉન્ડ ગોળીબાર, ખુરશીઓ ઉછળી, 2 લોકોને ગોળી વાગી

આર.પી. પટેલ કરોડપતિ, એમના માટે બધું સહેલું હોય!, વધુ બાળકો પેદા કરવાની વાત પર ગીતા પટેલનો બળાપો | Geeta Patel

  • August 11, 2025
  • 23 views
આર.પી. પટેલ કરોડપતિ, એમના માટે બધું સહેલું હોય!, વધુ બાળકો પેદા કરવાની વાત પર ગીતા પટેલનો બળાપો | Geeta Patel

Cricket: ટીમ ઈન્ડિયા માટે આ નિર્ણય ઘાતક!, પાકિસ્તાનને ફાયદો!, વાંચો કેવી રીતે?

  • August 11, 2025
  • 23 views
Cricket: ટીમ ઈન્ડિયા માટે આ નિર્ણય ઘાતક!, પાકિસ્તાનને ફાયદો!, વાંચો કેવી રીતે?

UP: નવાબ અબ્દુલ સમદનો મકબરો કે શિવ મંદિર?, ફતેહપુરમાં હિન્દુ-મુસ્લિમ પક્ષના છે દાવા?

  • August 11, 2025
  • 21 views
UP: નવાબ અબ્દુલ સમદનો મકબરો કે શિવ મંદિર?, ફતેહપુરમાં હિન્દુ-મુસ્લિમ પક્ષના છે દાવા?

 Ahmedabad: ટોઇલેટના કમોડ નીચેથી મળ્યો દારુ, પોલીસે આ રીતે કર્યો પર્દાફાશ!

  • August 11, 2025
  • 42 views
 Ahmedabad: ટોઇલેટના કમોડ નીચેથી મળ્યો દારુ, પોલીસે આ રીતે કર્યો પર્દાફાશ!