
- રાહુલ ગાંધીનો ધડાકો: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ લગાવ્યો છે.
રાહુલ ગાંધીએ એનસીપી (શરદ પવાર)ના નેતા સુપ્રિયા સુલે અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના નેતા સંજય રાઉત સાથે નવી દિલ્હીમાં એક પ્રેસ કોન્ફ્રન્સમાં કહ્યું કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન વોટર લિસ્ટમાં હેરાફેરી કરવામાં આવી છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે આ દરમિયાન 39 લાખ નવા વોટ જોડવામાં આવ્યા છે. જ્યારે લોકસભા ચૂંટણીથી પહેલા 32 લાખ નવા વોટર જોડવામાં આવ્યા હતા.
તેમણે કહ્યું કે, આ નવા વોટર કોણ છે અને ક્યાં છે? અમને તેની જાણકારી મળવી જોઈએ. તેમણે કહ્યું કે, વિધાનસભા ચૂંટણીથી પહેલા લઘુમતીઓના નામ વોટર લિસ્ટમાંથી હટાવવામાં આવ્યા છે. અમને લોકસભા અને વિધાનસભાના વોટરોની લિસ્ટ જોઈએ છે. અનેક વોટરોના નામ લિસ્ટમાંથી હટાવવામાં આવ્યા છે. એક બૂથના વોટરોને બીજા બૂથમાં મોકલવામાં આવ્યા છે.
તેમણે કહ્યુંકે, જે મતદાઓના નામ વોટર લિસ્ટથી હટાવવામાં આવ્યા, તેમાં મોટાભાગના દલિત આદિવાસી અને લઘુમતી સમાજના છે. અમે ચૂંટણી પંચને વારં-વાર મતદાન યાદી આપવાનું કહ્યું છે. પરંતુ તેમણે અમારી વાતનો કોઈ જ જવાબ આપ્યો નહીં. વિપક્ષના નેતાએ આ બધુ જ સંસદમાં કહ્યું છે. પરંતુ ચૂંટણી પંચે જવાબ આપ્યો નથી. આનો અર્થ તે થયો કે જે કરી રહ્યાં છે જેમાં કંઈક ખોટું છે. હું કોઈ આરોપ લગાવી રહ્યો નથી. હું માત્ર ડેટા રજૂ કરી રહ્યો છું. તે વાત સ્પષ્ટ છે કે કંઈક ખોટું થયું છે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં એકનાથ શિંદે જૂથની શિવસેના, એનસીપી (અજિત પવાર) અને બીજેપીના ગઠબંધનવાળી મહાયુતિને 235 સીટો મળી હતી. જ્યારે એનસીપી (શરદ પવાર), શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) અને કોંગ્રેસના ગઠબંધન મહાવિકાસ અઘાડીને માત્ર 47 સીટ મળી હતી.
બીજેપીને 132 સીટ પર જીત મળી હતી. શિવસેના (એકનાથ)ને 57 અને અજિત પવારની એનસીપીને 41 સીટ પર જીત મેળવી હતી. મહાવિકાસ અઘાડીમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવળી શિવસેનાને માત્ર 20 સીટ પર જીત મળી હતી.
કોંગ્રેસને 16 અને શરદ પવારની એનસીપી 10 પર સમેટાઈ ગઈ હતી. સમાજવાદી પાર્ટીને બે સીટ મળી હતી.
આ પણ વાંચો- હાથ-પગ બાંધીને પરત લવાયેલા ભારતીયો વિશે અમેરિકન મીડિયામાં શું વાત થઈ રહી છે?