
Gujarat: કોંગ્રેસ છેલ્લા ઘણા વર્ષોથી સત્તાથી દૂર છે. જે સત્તામાં પાછી આવવા ઘણી મહેનત કરી રહી છે. છતાં તેનું ભાજપ સામે કશું જ ઉપજતું નથી. તે ગમે તેટલી મહેનત કરે પણ પાણી ફરી જતું હોય છે. ત્યારે હવે તેણે ભાજપની નસ દબાવવાનો પ્રયાસ કર્યો છે. જો કે હાલ ભાજપના કાંડા એટલા મજબૂત છે કે તે દબાય તેમ નથી. છતાં કોંગ્રેસ ગુજરાતમાં આવનારી ચૂંટણી જીતવા મહેનત કરી રહી છે.
કોંગ્રેસને મોડે મોડેથી ખબર પડી છે કે ભાજપને હરાવવી હશે તો તેના કિલ્લા કે તેના ગઢને તોડવો પડશે. ત્યારે હવે મોદી અને ભાજપના ગઢ ગણાતાં ગુજરાતમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ધામા નાખ્યા છે. હજુ કોંગ્રેસના અધિવેશને 10 દિવસ પણ પૂર્ણ થયા નથી છતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુજરાતની બીજી મુલાકાત લીધી છે. અને સતત ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણી જીતવા અત્યારથી જોર લગાવવાનું શરુ કર્યું છે.
જો કે સવાલ એ થાય છે કે શું આ વખતે કોંગ્રેસ ભાજપને હરાવશે ખરી? કોંગ્રેસના અધિવેશને જોઈને લાગતું નથી કે આ વખતે પણ કોંગ્રેસ જીતશે. કારણ કે રાહુલ ગાંધી જે હહ્યું હતુ તે કર્યું નથી. તેમણે 40જેટલા નેતાઓને કાઢવા કહ્યુ હતુ જો કે તેવું થયું નથી. રાહુલ ગાંધી પણ મોદીની જેમ વચન પાળતાં નથી તે સાબિત થઈ રહ્યું છે. બીજી તરફ EVMની વિશ્વનીયતાં પર સવાલો ઉભા થયા છે. EVM હેક થઈ શકે તેવા દાવા થઈ રહ્યા છે. ત્યારે ભાજપને હરાવવી કોંગ્રેસ માટે મુશ્કેલ છે.
ત્યારે આજથી રાહુલ ગાંધી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે રાહુલ ગાંધી મોડાસાની મુલાકાતે છે, જ્યાંથી તેઓ સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરશે. તેઓ અમદાવાદથી બાય રોડ મોડાસા જવા માટે નીકળી ગયા છે.
સમગ્ર દેશમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવા અને જિલ્લા પ્રમુખોની સત્તામાં વધારો કરવાનો નિર્ણય કરાયા બાદ તેના પાઇલટ પ્રોજેક્ટની ગુજરાતથી શરૂઆત કરવાનો નિર્ણય કરાયો છે.
આ પણ વાંચો:
Mehul Choksi: ભાગેડું મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ થઈ પણ ભારત ક્યારે લવાશે?
National Herald Case: સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ED દ્વારા ચાર્જશીટ દાખલ
Ram Mandir: રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ FIR, તપાસ ચાલુ
દક્ષિણ ગુજરાતના મુસ્લીમો ગાંધીનગરમાં કેમ પહોંચ્યા? | Gandhinagar
આણંદ પાલિકાના ચીફ ઓફિસર પંકજ બારોટને 9 વર્ષે પાણીચું, ભાજપ પ્રમુખને કોણે ઉગાર્યા? | Anand
