
Rahul Gandhi on vote chori: કોગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ગંભીર આરોપો લગાવીને ” મત ચોરી ” વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરી છે. તેમણે દાવો કર્યો છે કે દેશમાં મોટા પાયે નકલી મતદાન થઈ રહ્યું છે, જેમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને ચૂંટણી પંચની મિલીભગત છે. આ ઝુંબેશને પાયાના સ્તરે લઈ જવા માટે, રાહુલ ગાંધીએ એક વેબસાઇટ ( votechori.in ) શરૂ કરી છે અને 9650003420 પર મિસ્ડ કોલ દ્વારા જનતા પાસેથી સમર્થન માંગ્યું છે.
નિષ્પક્ષ ચૂંટણી માટે પારદર્શિતા જરૂરી છે – રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી કહ્યું, “મત ચોરી એ ‘એક વ્યક્તિ, એક મત’ ના સિદ્ધાંત પર હુમલો છે. નિષ્પક્ષ ચૂંટણી માટે પારદર્શક અને જાહેર ડિજિટલ મતદાર યાદી જરૂરી છે.” કર્ણાટકના મહાદેવપુરા વિધાનસભા મતવિસ્તારનું ઉદાહરણ આપતા, ગાંધીએ દાવો કર્યો કે ત્યાં એક લાખથી વધુ નકલી, ડુપ્લિકેટ અને અમાન્ય સરનામાંવાળા મતદારો મળી આવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે ફોર્મ-6 નો દુરુપયોગ કરીને નવા મતદારો દ્વારા મતદાર યાદીમાં છેડછાડ કરવામાં આવી હતી.
Vote Chori is an attack on the foundational idea of ‘one man, one vote’.
A clean voter roll is imperative for free and fair elections.
Our demand from the EC is clear – be transparent and release digital voter rolls so that people and parties can audit them.
Join us and… https://t.co/4V9pOpGP68
— Rahul Gandhi (@RahulGandhi) August 10, 2025
રાહુલ ગાંધીને મળ્યું લોકોનું સમર્થન
રાહુલ ગાંધીની આ પોસ્ટ પછી, લોકો કહી રહ્યા છે કે તેઓ તેમને સમર્થન આપી રહ્યા છે. ઘણા લોકોએ પોસ્ટના કોમેન્ટ બોક્સમાં તેમના સમર્થનનું પ્રમાણપત્ર પણ શેર કર્યું છે. એક વ્યક્તિએ લખ્યું, “હું પ્રતિક પાટિલ, #VoteChori ની વિરુદ્ધ છું. હું ચૂંટણી પંચ પાસેથી ડિજિટલ મતદાર યાદીની રાહુલ ગાંધીની માંગને સમર્થન આપું છું.”
રાહુલ ગાંધીને ચૂંટણીપંચે શું કહ્યું ?
ચૂંટણી પંચે કડક વલણ અપનાવ્યું છે અને રાહુલ ગાંધીના આ અભિયાન સામે વળતો પ્રહાર કર્યો છે. ચૂંટણી પંચે ગાંધીને કહ્યું છે કે તેઓ કાં તો તેમના દાવાઓ પર સોગંદનામું આપે અથવા ખોટા આરોપો માટે દેશની માફી માંગે. આ સમગ્ર ઘટનાએ દેશની ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને વિશ્વસનીયતા પર ચર્ચાને વધુ તીવ્ર બનાવી દીધી છે. જ્યારે કોંગ્રેસ તેને લોકશાહી બચાવવાની લડાઈ કહી રહી છે, ત્યારે પંચ આરોપોને પાયાવિહોણા ગણાવી રહ્યું છે.
वोट चोरी के खिलाफ़ अभियान अब एक विशाल जन आंदोलन बन चुका है।
पिछले 24 घंटे में:
▪️15 लाख+ समर्थन certificate डाउनलोड
▪️10 लाख+ मिस्ड कॉल मिलेये है आज हिंदुस्तान के लोकतंत्र की सच्ची तस्वीर – सच्चाई की दबी हुई आवाज़ें, जो हमारे अभियान के ज़रिए बुलंद होकर सामने आ रही हैं।…
— Rahul Gandhi (@RahulGandhi) August 11, 2025
ચૂંટણીપંચ અને મતદારો વચ્ચેની લડાઈ
જો કે, મહતવની વાત તે છે કે, રાહુલ ગાંધીના આરોપો પર ચૂંટણીપંચે સત્તાવાર કોઈ નિવેદન આપ્યું નથી. તેમજ રાહુલ ગાંધીએ પુરાવાઓ સાથે આ આશ્રેપ કર્યા છે. ત્યારે ચૂંટણી પંચ ડંચાની ચોટ પર આ પુરાવાઓને ફગાવી શકતું નથી તેનાથી સ્પષ્ટ થાય છે કે, વોટ ચોરી થઈ છે અને રાહુલ ગાંધીની વાતમાં ક્યાંક તથ્ય છે. ત્યારે હવે આ લડાઈ ભાજપ સામે નહીં પરંતુ પ્રજા અને ચૂંટણી પંચ વચ્ચેની બની ગઈ છે. મતદારો હવે જાગૃત થઈ રહ્યા છે અને ચૂંટણીપંચ પાસે રાહુલ ગાંધીના આક્ષેપોને લઈને જવાબ માંગી રહ્યા છે. ત્યારે આ લડાઈ હવે ક્યાં જઈને અટકશે અને તેનું શું પરિણામ આવે છે તે તો સમય જ બતાવશે ?
આ પણ વાંચો:
Valsad: આશ્રમશાળાઓમાં ભ્રષ્ટાચાર, શિક્ષકો અને વિદ્યાર્થીઓનું શોષણ, યુવરાજસિંહે ખોલી આ નેતાની પોલ
Ahmedabad: તમારી દુકાન નીચે ધન છે, વિધિ કરવી પડશે, ભૂવીએ વેપારી પાસેથી 67 લાખ પડાવ્યા, જાણો
Jairam Ramesh News: કોંગ્રેસના આરોપો વચ્ચે ચૂંટણી પંચે જયરામ રમેશને પત્ર લખ્યો, વાતચીત માટે બોલાવ્યા