
Rajasthan: રાજસ્થાનના મુખ્યમંત્રી ભાજનલાલ શર્માના વિધાનસભા ક્ષેત્ર સાંગાનેરમાંથી એક શરમજનક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં બીજેપી કાર્યકર્તાઓએ કેન્સર હોસ્પિટલના દર્દીઓને ‘દાન’ આપવાનું નાટક કર્યું ફોટો ક્લિક કર્યો અને દર્દી પાસેથી આ બિસ્કીટ પણ પાછા લઈ લીધા.
BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને આપેલા બિસ્કિટ પરત લઈ લીધા
હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે આ વીડિયોમાં જોઈ શકાય છે કે, ભાજપનો ખેસ પહેરેલા કેટલાક લોકો દ્વારા હોસ્પિટલમાં બિસ્કિટ અને કેળાનું વિતરણ કરી રહ્યા છે. પરંતુ જેવો કેમેરો બંધ થાય છે તેઓ તરત બિસ્કીટ પાછા લઈ લે છે. આમ એક જ બિસ્કીટના પેકેટથી તેઓ બધા દર્દીઓ સાથે વારાફરતી ફોટો પડાવે છે અને દર્દીઓની સેવા કરી હોવાનો ડોળ કરે છે. જાણકારી મુજબ આ ઘટના સાંગાનેર વિધાનસભા મતવિસ્તારમાં બની, જ્યાં મુખ્યમંત્રી ભજનલાલ શર્મા જીત્યા. ભાજપના કાર્યકરો સાંગાનેર વિધાનસભા મતવિસ્તારની કેન્સર હોસ્પિટલમાં સેવાનું નાટક કરવા પહોચ્યા હતા.
कैंसर रोगियों को 10 रुपए का बिस्किट देकर वापस लेने का घिनौना काम 😡 pic.twitter.com/TVlVgYeFde
— Trisha Singh (@trisha_singh16) October 3, 2025
સેવા ના કરો તો કંઈ નહીં કેન્સરના દર્દીઓ સાથે મજાક તો ના કરો
આ ‘દાન-પરતદાન’ નાટકને જોઈને લાગે છે કે બીજેપીના ‘સેવા-ભાવ’માં એક નવો ટ્વિસ્ટ આવ્યો છે કેન્સર જેવા ભયાનક રોગથી પીડાતા લોકો માટે આ મજાક કેટલી પીડાદાયી હશે? આ ઘટના પરથી લાગે છે કે રાજસ્થાનની રાજનીતિમાં હવે ‘ફાસ્ટ ફૂડ’ પણ ‘ફાસ્ટ રિટર્ન’ પોલિસી અપનાવી લીધી છે આપો, ક્લિક કરો, પાછું લો! આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો આ શરમજનક કૃત્યની સખત નિંદા કરી રહ્યા છે. આના કારણે ભાજપની છબી ખરડાઈ છે. લોકો કહી રહ્યા છે કે, સેવા ના કરવી હોય તો કંઈ નહીં પરંતુ કેન્સર જેવા ગંભીર રોગથી પીડાતા દર્દીઓ સાથે આવી મજાક તો ના કરો. જો કે આ મામલે હજું સુધી ભાજપ તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.
આ પણ વાંચો:
Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓએ લગાવ્યા ઠુમકા, વીડિયો વાયરલ થતા વિવાદ
Bhavnagar: સર્વિસમાં મુકેલી કાર લેવા ગયેલા પોલીસકર્મીના પુત્રને રહેંસી નાંખ્યો, હત્યારા ફરાર
UP: સ્કૂલમાં ભણતી પુત્રીને બોયફ્રેન્ડ સાથે રેસ્ટોરન્ટમાં પિતા જોઈ ગયા, બંનેને ગોળી મારી દેતા….








