Rajasthan: માતાના મૃત્યુનો બદલો, ભાઈએ બહેન અને ભાણિયાની હત્યા કરી લીધો, જાણો કારણ!

  • India
  • June 25, 2025
  • 0 Comments

Rajasthan Murder News: રાજસ્થાનના ધૌલપુર(Dholpur)માં એક સગીર ભાઈએ તેની માતાના મૃત્યુનો બદલો લેવા માટે તેની મોટી બહેન ટ્વિંકલ અને તેના 11 મહિનાના પુત્રની હત્યા કરી નાખતાં ચકચાર મચી ગયો છે. તેના સાળા મિથુન સાથે મળીને તેણે પહેલા તેની બહેનનું ગળું કાપીને હત્યા કરી, પછી તેના નિર્દોષ ભાણિયાનું ગળું દબાવીને હત્યા કરી. હત્યાને અકસ્માતમાં ખપાવવા મૃતદેહોને અલગ અલગ જગ્યાએ ફેંકી દેવામાં આવ્યા હતા.

પોલીસે આ હત્યાનો ખૂલાસો કર્યો છે.  સગીરની અટકાયત કરવામાં આવી છે અને આરોપી સાળાની ધરપકડ કરીને કોર્ટમાંથી રિમાન્ડ પર લેવામાં આવ્યો છે.

આ ઘટના 17 જૂન 2025 ની છે. ટ્વિંકલનો મૃતદેહ ધોલપુરમાં FCI ગોડાઉન પાસે મળી આવ્યો હતો અને તેના માસૂમ પુત્ર રુદ્રનો મૃતદેહ રેલવે ટ્રેક પર બે ભાગમાં કાપેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસને ઘટનાસ્થળેથી એક ડાયરી, સ્લિપ અને મોબાઇલ ફોન મળ્યો હતો. સ્લિપ પર મળેલા મોબાઇલ નંબરના આધારે પોલીસે મૃતકની ઓળખ કરી હતી.

પરિવારની ઇચ્છા વિરુધ્ધ બહેને કર્યા હતા લગ્ન

એવું કહેવામાં આવી રહ્યું છે કે ટ્વિંકલે તેના પરિવારની ઇચ્છા વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યા હતા. આ કારણે તેની માતાનું આઘાતમાં મૃત્યુ થયું. તેની માતાના મૃત્યુથી દુઃખી થઈને સગીર ભાઈએ તેની બહેનની હત્યા કરવા સડયંત્ર રચ્યું હતુ. તે તેની બહેનને મળવા હોશંગાબાદ પહોંચ્યો અને મથુરા ફરવાના બહાને તે ટ્વિંકલ અને તેના ભાણિયાને ટ્રેન દ્વારા ધોલપુર લઈ આવ્યો.

મૃતકના ભાઈ અને પતિની ધરપકડ

ધોલપુર પહોંચ્યા પછી તેણે તેના સાળા મિથુનને ફોન કર્યો અને FCI ગોડાઉન પાછળ બ્લેડ વડે તેની બહેનનું ગળું કાપીને હત્યા કરી. પછી તેણે તેના ભાણિયાનું ગળું દબાવીને હત્યા કરી અને લાશને રેલવે ટ્રેક પર ફેંકી દીધી. પોલીસનું કહેવું છે કે આરોપી હત્યાને અકસ્માત બતાવવા માંગતો હતો. પોલીસ બંને આરોપીઓની પૂછપરછ કરી રહી છે અને કેસની સંપૂર્ણ તપાસ ચાલી રહી છે. જોકે આરોપીને સાળા કેમ મદદ કરી તે માહિતી સામે આવી નથી.

ઉત્તર પ્રેદશમાં માચીસ ન આપતાં ભાઈએ બહેનની કરી હત્યા

મૃતકની ફાઈલ તસ્વીર

 

 

 ઉત્તર પ્રદેશમાં પણ એક ભાઈએ બહેનની હત્યા કરી નાખતાં ખળભળાટ મચી ગયો છે. કોખરાજ પોલીસ સ્ટેશનના બાલકામૌ ગામમાં, એક ભાઈએ તેની બહેન પર કુહાડીથી હુમલો કરીને હત્યા કરી નાખી. ભાઈ માચીસની પેટી માગતાં બહેને આપવાનો ઇનકાર કર્યો હતો. જેથી તેની હત્યા કરી નાખી. ઘરની અંદર ઘાસની ગંજી માં લાશ છુપાવ્યા પછી, તે વસાહતની બહાર એક બગીચામાં છુપાઈ ગયો. આરોપી નશામાં હતો. ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યા પછી પોલીસે તેની ધરપકડ કરી.

બાલકામૌનો રહેવાસી કેશપાલ ગામડે ગામડે ફરીને કેરી વેચે છે. સોમવારે પણ તે ઇચૌલી ગામમાં કેરી વેચવા ગયો હતો. તેનો દીકરો કુંવર અને દીકરી રાજદુલારી (ઉ.વ. 17) ઘરે હતા. કેશપાલે પોલીસને જણાવ્યું કે સવારે 9:30 વાગ્યે બહેન રાજદુલારી ભોજન બનાવી રહી હતી. ત્યારે તેના મોટા ભાઈ કુંવરે તેની પાસે માચીસ માંગી હતી.

દારૂ પીધેલા ભાઈએ કુહાડીથી હુમલો કર્યો

રસોઈમાં વ્યસ્ત રાજદુલારી ભાઈને માચીસ આપી શકી નહીં. આ વાત પર દારૂ પીધેલા કુંવર ગુસ્સે થઈ ગયો. તેણે લાકડી અને કુહાડીથી તેની બહેનના માથા પર હુમલો કર્યો. રાજદુલારી લોહી વહેતું હોવાથી જમીન પર પડી ગઈ થોડી વાર પછી, તેણીનો શ્વાસ બંધ થઈ ગયો. તેની બહેનની હત્યા કર્યા પછી, કુંવરે તેનો મૃતદેહ ઘરમાં રહેલા સ્ટ્રોના ઢગલા માં છુપાવી દીધો અને ફરાર થઈ ગયો.

કોલાહાલ સાંભળીને પડોશીઓ ઘરે પહોંચ્યા ત્યારે તેઓએ જમીન પર લોહીના છાંટા જોયા. તેમણે કેશપાલને જાણ કરી અને પોલીસને પણ જાણ કરી. થોડીવાર પછી કોટવાલી ઇન્ચાર્જ ચંદ્રભૂષણ મૌર્ય પોલીસ ફોર્સ સાથે પહોંચ્યા અને ઘટનાની તપાસ કરી. રાજદુલારીનો મૃતદેહ ભૂસાના ઢગલામાંથી મળી આવ્યો અને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો. બાદમાં, ગ્રામજનોની મદદથી, પોલીસે કોલોનીની બહાર બગીચામાં છુપાયેલા આરોપી કુંવરની પણ ધરપકડ કરી.

નજીવી વાત પર ગુસ્સે ભરાયેલા યુવકે તેની બહેનને લાકડી અને કુહાડીથી મારી નાખી. જ્યારે બહેનનું મૃત્યુ થયું, ત્યારે આરોપીએ તેના મૃતદેહને ઘાસના ગંજામાં છુપાવી દીધો. તેની ધરપકડ કરવામાં આવી છે. પરિવારની ફરિયાદ પર કેસ નોંધીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:
 

Related Posts

UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….
  • October 28, 2025

UP Crime:  ઉત્તર પ્રદેશના ઝાંસીથી એક ભયાનક ઘટના સામે આવી છે. જેણે સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે. અહીં એક કાકી-કાકાએ જમીનના નાના ટુકડાના વિવાદમાં તેના 12 વર્ષના ભત્રીજાની ક્રૂરતાથી હત્યા…

Continue reading
Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ
  • October 28, 2025

Mumbai: મુંબઈના ખારમાં રહેતી 24 વર્ષીય નેહા ગુપ્તા ઉર્ફે રિંકીના અચાનક મૃત્યુથી સમગ્ર ખાર વિસ્તારમાં શોક છવાઈ ગયો છે. ખાર પોલીસે નેહાના પતિ અરવિંદ અને તેના પરિવારના પાંચ સભ્યોની દહેજ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

  • October 28, 2025
  • 3 views
UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

  • October 28, 2025
  • 1 views
Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!

  • October 28, 2025
  • 4 views
Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”,  આતંકી ઝહીર સપના જુએ છે!!

રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

  • October 28, 2025
  • 7 views
રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

  • October 28, 2025
  • 21 views
Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

  • October 28, 2025
  • 9 views
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!