
Rajasthan Plane Crash: રાજસ્થાનના ચુરુમાં એક મોટી દુર્ઘટના બની છે. રતનગઢના ભાનુડા ગામમાં એક ફાઇટર પ્લેન ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં પાઇલટનું મોત થયું છે. ભારતીય વાયુસેના (IAF)નું એક ફાઇટર જેટ બુધવારે ચુરુ જિલ્લામાં ક્રેશ થયું હતું. ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને વહીવટીતંત્રની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. વિમાનના કાટમાળમાંથી પાઇલટનો મૃતદેહ મળી આવ્યો છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.
રાજસ્થાનમાં વિમાન દુર્ઘટના
ગામલોકોએ જણાવ્યું હતું કે આકાશમાંથી જોરદાર અવાજ આવ્યા બાદ ખેતરોમાં આગ અને ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા. ગામલોકોએ તાત્કાલિક પોલીસને ઘટનાની જાણ કરી હતી. ગામલોકોએ પણ જાતે આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. વિમાનના કાટમાળ નજીકથી પાયલોટનો મૃતદેહ મળી આવ્યો છે.
📣 ब्रेकिंग न्यूज़ चुरू (रतनगढ़), राजस्थान
🛩️ आज सुबह एक IAF जगुआर लड़ाकू विमान क्रैश हो गया है।
अभी तक पायलट की स्थिति साफ नहीं है रक्षा सूत्रों ने कहा कि हादसा “तकनीकी कारणों” से हुआ लग रहा है, लेकिन पुष्टि जांच के बाद ही होगी।
आगे की खबरों के लिए बने रहे। pic.twitter.com/r0qYES4eES— YuvaDrishti (@YuvaDrishti06) July 9, 2025
IAFનું જગુઆર ફાઇટર જેટ ક્રેશ થયું
સંરક્ષણ સૂત્રોએ અકસ્માતની પુષ્ટિ કરી અને કહ્યું કે ભારતીય વાયુસેનાનું એક જગુઆર ફાઇટર જેટ રાજસ્થાનના ચુરુ જિલ્લા નજીક ક્રેશ થયું છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
અકસ્માતનો વીડિયો સામે આવ્યો
આ અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે, જે ખૂબ જ ભયાનક છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વિમાન ક્રેશ થયા પછી તેમાં આગ લાગી ગઈ. આગ ખૂબ જ ભયાનક છે. આખા વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા દેખાઈ રહ્યા છે. ફાઇટર પ્લેન બળીને રાખ થઈ ગયું છે. તેનો કાટમાળ ઘણી જગ્યાએ વિખરાયેલો છે. ઘટનાસ્થળે ગ્રામજનોની ભારે ભીડ ઉમટી છે.







