
Rajkot: ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામે સરસ્વતી માતાની મૂર્તિના વિસર્જન વેળાએ ચેકડેમમાં બે પરપ્રાંતિય શ્રમિકો ડૂબી જતાં તેમના મોત થયા છે. જેથી ખુશીનો માહોલ માતમમાં પલટાયો છે.
મળતી વિગત મુજબ ગોંડલ તાલુકાનાં ગુંદાસસરામાં પરપ્રાંતિય શ્રમિકો દ્વારા વસંતપંચમીએ સુપ્રીમ કાસ્ટ નામની ફેકટરીમાં સરસ્વતી માતાની મૂર્તિનું સ્થાપન કરાયુ હતુ.બાદ ગઈકાલે સાંજે વિસર્જન કરવાનું હોય 12 થી 15 લોકો વાજતે-ગાજતે મૂર્તિ લઈ ગામ નજીકનાં ચેકડેમમાં પધરાવવા પહોંચ્યા હતા.
જ્યાં તમામ લોકોએ બધા ડેમનાં પાણીમાં ઉતરી મૂર્તિ વિસર્જન કરી રહ્યા હતા. તે દરમિયાન મૂળ બિહારના અમનકુમાર ગૌતમ રાય (ઉ.23), ગૌરવ સુભાષ માલાહર( ઉ.20)ના ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત થયા હતા.
આ પણ વાંચોઃ વાર્ષિક 12 લાખ રૂપિયાની આવક પર INCOME TAXની છૂટથી ભગતરામને શું ફાયદો!
ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કઢાયા
ઘટનાની જાણ થતાં ફેકટરીનાં માલિક અને ગામલોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને ગોંડલ ફાયર બ્રિગેડ તથા પોલીસને જાણ કરી હતી.બાદમાં ગુંદાસરા પંહોચેલી ફાયર ટીમે ચેકડેમમાંથી બન્ને યુવાનોનાં મૃતદેહ બહાર કાઢી ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.
6 માસના બાળકે પિતા ગુમાવ્યા
મૃતક યુવાનો પૈકી અમન કુમાર અપરણીત હતો. જ્યારે કુમાર ગૌરવ પરણિત હતો. સંતાનમાં 6 માસનો દિકરો છે. બન્ને યુવાનો મુળ બિહારના હતા અને છ માસથી સુપ્રીમ કાસ્ટ ફેકટરીમાં કામ કરતા હતા. બનાવ અંગે ગોંડલ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Banaskantha: આબુરોડ-પાલનપુર હાઇવે પર ટ્રેલરમાં લાગી આગ, જુઓ વિડિયો