
રાજકોટના જેતપુરમાં એક શરીર કંપાવતી ઘટના ઘટી છે. જેતપુરમાં સાડી ઉદ્યોગના પ્રિન્ટિંગ મશીનમાં હાથ આવી મજૂરનું મોત થયું છે. ઓટોમેટિક પ્રિન્ટીંગ મશીનમાં કામ કરતી વખથે ઘટના બની છે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પરિવારે દિકરો ગુમાવતાં આઘતામાં સરી પડ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ જીલ્લાના જેતપુર તાલુકામાં આવેલા સાડી ઉદ્યોગના પ્રિન્ટિંગ મશીનમાં હાથ આવી મજૂરનું મોત થયું છે. અભિલાષ બેજનાથ પટેલ(ઉ.વ.24) નામનો યુવાન સામા કાંઠા વિસ્તાર શિવમ ટેક્સટાઈલ નામના યુનિટમાં (મૂળ ચિત્રકૂટ મધ્ય પ્રદેશ) કામ કરતો હતો. જ્યા ઓટોમેટિક પ્રિન્ટીંગ મશીનમાં કામ કરતી વેળાએ આ ઘટના ઘટી છે. 24 વર્ષિય મજૂરનું હાથ મશીનમાં આવી ગયા બાદ આખું શરીર વીંટળાઈ જતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. અન્ય સાથી કારીગરોએ મશીન બંધ કરીને તેને ખેંચીને બહાર કાઢ્યો હતો. એક હાથ કોણીએથી કપાઇ ગયો અને અને છાતીનો ભાગ દબાઈ જવાથી તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું છે.
યુવકના મૃતદેહને સરકારી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઉદ્યોગ નગર પોલીસે તપાસ આ ઘટના અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.