
Rajkot Murder case: રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે વર્ષ 2014માં કરેલી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. હત્યારાને તમિલનાડુમાંથી ઝડપી પાડ્યો છે. વર્ષ 2014 માં 5 મી માર્ચે માલવિયાનગર પોલીસ મથક વિસ્તારમાં સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ગોવિંદ કાલુરામ ખાને એક વ્યક્તિની હત્યા કરી નાસી ભાગી ગયો હતો.
તાજેતરમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ આધારભૂત બાતમીના આધારે તમિલનાડુ પહોંચી હતી. અને વેશપલટો કરી આરોપી ગોવિંદ કાલુરામ ખાન), (ઉ.વ.45, રહે. હાલ તીરુનેલવેલી, તમીલનાડુ, મૂળ, નેપાળ) ઝડપી પાડ્યો હતો.
આરોપીના ઘરની ત્રણ દિવસ સુધી તપાસ
આરોપીને ઝડપવા પોલિસકર્મીઓ વાસણ વેચનાર અને નાળિયેરના વેપારી બન્યા હતા અને આરોપીનાં ઘરની આસપાસ 3 દિવસ સુધી તપાસ કરી હતી. ત્યાર બાદ આરોપીને દબોચીને તમિલનાડુથી રાજકોટ લાવવામાં આવ્યો છે.
મદદગારો સામે પણ ગાળિયો કસાશે
11 વર્ષ સુધી કઈ જગ્યાએ છુપાયો હતો તેમજ તેની મદદગારી કરનારા કોણ છે તે અંગે તપાસ શરૂ કરી છે. હત્યારાએ હત્યા કરી તે સમયે તેની ઉંમર 34 વર્ષ હતી અને હાલ તે 45 વર્ષનો છે.
આ પણ વાંચોઃ Anand: રેલવે સ્ટેશનના શૌચાલયમાંથી લાશ મળી
આ પણ વાંચોઃ PAKISTAN: BLAએ કર્યો બીજીવાર હુમલો, પાકિસ્તાનના 90 સૈનિકોના મોતનો દાવો
આ પણ વાંચોઃ મહારાણા પ્રતાપના વંશજ અરવિંદ સિંહ મેવાડનું નિધન, લાંબા સમયથી બીમાર હતા |Arvind Singh Mewar Death
આ પણ વાંચોઃ Ahmedabad: મંદિર બચાવવા લડતાં પૂજારીએ ગળાફાંસો ખાધો, પુત્રના ગંભીર આક્ષેપ