
રાજકોટ જીલ્લાના જેતપુર તાલુકામાં એક કંપારી વછૂટી જાય તેવી ઘટના સામે આવી છે. પતિએ ખુદ પત્નીની જ હત્યા કરી નાખી છે. હત્યાને અંજામ આપ્યા બાદ ખુદ પતિ ઉદ્યોગનગર પોલીસ મથકમાં હાજર થઈ ગયો હતો. ઘરકંકાસમાં હત્યા કરી હોવાનું કારણ બહાર આવ્યું છે.
મળતી માહિતી અનુસાર આજે સવારે રાજકોટ જીલ્લાના જેતપુર શહેરના બળદેવધાર વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરી નાખી છે. લોકો સવારે ઘરમાં જોતાં ખબર પડી હતી કે મહિલાનો મૃતદેહ ઘરમાં પડ્યો છે. જેથી લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. પતિએ પત્નીને તીક્ષ્ણ હથિયારથી મોતને ઘાટ ઉતારી હોવાનું લાગી રહ્યું છે. તેનો મૃતદેહ લોહીથી લથડબથડ હાલતમાં ઘરમાં પડ્યો હતો.
બે સંતાનો માતા વિહોણા બન્યા
પતિ પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતાં હતા. ત્યારે આજે પણ આ દંપતિ વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ઉશ્કેરાયેલા પતિએ હત્યાને અંજામ અપ્યો છે. શબનમ ફિરોજ મડમની હત્યા કરી પતિ ફિરોજ ખુદ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો. ઘરકંકાસમાં હત્યા કરતાં બે સંતાનો માતા વિહોણા બન્યા છે. મૃતક પત્નીની લાશને પોસ્ટમોર્ટ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. હાલ ઉદ્યોગનગર પોલીસે હત્યા મામલે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ BREAKING: ભાજપને ઝટકો, 100 જેટલા કાર્યકરોએ કમળ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો
આ પણ વાંચોઃ AHMEDABAD COLDPAY CONCERT: અમદવાદમાં કોલ્પપ્લે માટે ચાંપતો બંદોબસ્ત, ઓરોગ્ય સેવાઓ ઉપલબ્ધ