RAJKOT: હત્યાનો ભેદ ઉકેલાયો, અયોધ્યામાં કામ આપવાની લાલચ આપી હત્યા, પત્નિેએ ગુમની ફરિયાદ નોંધાવતાં પર્દાફાશ

  • Gujarat
  • January 4, 2025
  • 1 Comments

ગોંડલનાં મોટા મહીકા ગામે તાજેતરમાં  ખંઢેર જેવા મકાનમાંથી અર્ધ બળેલી લાશની રહસ્યમય ઘટનાનો ભેદ ગણતરીનાં દિવસોમાં પોલીસે ઉકેલી હત્યારા હસમુખ વ્યાસને ગોંડલ ચોકડીથી રીબડા વચ્ચે દબોચી લઈ વધુ રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. અયોધ્યામાં કેટરીંગનું કામ અપાવવાની લાલચમાં હત્યા કરી છે. 

પોતાને મૃત જાહેર કરવા તરખટ રચ્યું

રાજકોટમાં ઘણાં લોકોને અયોધ્યામાં કેટરીંગ કામ અપાવવાની ગુલબાંગો ફેક્યા બાદ કામ માટે ઉઘરાણાં શરુ થતા કંટાળીને પોતાને મૃત જાહેર કરવા પાડોશી બાવાજી યુવાનને દોરીથી ગળાફાંસો દઇ મોતને ઘાટ ઉતારી દીધાની કબુલાત હસમુખે કરી હતી.

પત્નિએ પતિ ગુમ થયાની ફરિયાદ નોંધાવી

પ્રાપ્ત વિગત મુજબ મોટા મહીકામાં અર્ધ બળેલી હાલતમાં પુરુષની લાશ મળ્યા બાદ તાલુકા પીઆઇ જે.પી.રાવ ઉપરાંત એલસીબી તથા એસઓજી ટીમે તપાસનાં ચક્રોગતિમાન કર્યા હતા. પ્રાથમિક તપાસમાં મૃતદેહ રાજકોટ રહેતા હસમુખ મુળશંકરભાઈ ધાનજા વ્યાસ હોવાનુ બહાર આવ્યુ હતુ. દરમિયાન 30 ડિસેમ્બરે રાજકોટની સદગુરુ સોસાયટીમાં રહેતી ગાયત્રીબેન ગૌસ્વામીએ પોતાનો પતિ સંદીપભાઈ તેનાં પાડોશમાં રહેતા હસમુખ સાથે ગયા પછી ગુમ થયાનુ જાહેર કર્યા બાદ પીએમ દરમિયાન મૃતદેહ પોતાના પતિ સંદીપનો હોવાનુ જણાવતાં પોલીસ ચોંકી ઉઠી હતી.

હત્યામાં સંડોવાયેલા બાળકની પૂછપરછ

પોલીસ તપાસમાં શાપરનો સંડોવાયેલો બાળક બનાવ સમયે હાજર હોવાની માહિતી મળતા પોલીસે શાપરથી બાળકને ઉઠાવી લઇ પુછપરછ કરતા હસમુખે સંદીપની હત્યા કરી પોતાની ઓળખ થાય તે માટે મૃતદેહની બાજુમાં પોતાનાં ચપ્પલ, પાકીટ,આધારકાર્ડ સહિત ડેક્યુમેન્ટ રાખી દઇ પોતે મૃત્યુ પામ્યાની સડયંત્ર ઘડી અને મૃતક તરીકે ઓખાયેલ શખ્સ ખુદ હત્યારો હોવાનું બહાર આવતા અલગ અલગ લોકેશન ટ્રેસ કરી હસમુખ ને ગોંડલ રીબડા વચ્ચેથી ઝડપી લીધો હતો.

લોકોને અયોધ્યામાં કામ આપવાની લાલચ આપતો

હત્યારા હસમુખની પુછપરછમાં તેણે એવુ જણાવ્યું કે અયોધ્યા ખાતે પોતાને કેટરર્સનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. તેવું કહી લોકોને આ કોન્ટ્રાક્ટમાં ઉંચા પગાર સાથે કામ અપાવવાની લાલચ આપતો હતો. પરંતુ વાસ્તવમાં આવા કોઇ કોન્ટ્રાક્ટ પોતાને  મળ્યો ન હોય નહી, જે લોકોને આરોપીએ રોજગારીની લાલચ આપેલ હોય તે બાબતે કોન્ટ્રક્ટમાં કામે જવા માટે વારંવાર પુછતા હોય અને રાજકોટમાં પણ એક વ્યક્તિેને કેટરીંગનાં કોન્ટ્રાક્ટમાં વચ્ચે હોય બાદમાં આ કોન્ટ્રાક્ટ પણ નહી મળતા પોતાની જ્યાં જ્યા બેઠક હતી. ત્યાં કામ માટે લોકોનાં ઉઘરાણાં થતા પોતાનાં જુઠ્ઠાણામાં ફસાયો હતો.

બેભાન કરી ગળે ટૂંપો દીધા બાદ પેટ્રોલ છાંટી સળગાવ્યો

આથી કંટાળીને પોતે મૃત જાહેર થાય તો કોઇ પોતાને આ બાબતે પુછે નહી તે હેતુથી ફીલ્મી સ્ટોરી જેવો ખોફનાક કારસો ઘડી કાઢયો હતો. જેને અંજામ આપવા હસમુખે કાયદાના સંઘર્ષમાં આવેલ શાપરનાં બાળ કિશોરની મદદથી પોતાના વતન મોટા મહીકા ગામે જુના મકાનમાં સફાઈ કામ કરવાના બહાને સંદીપગીરી અમૃતગીરી ગૌસ્વામીને મોટા મહીકા લઈ જઈ ઘેનની ગોળીઓ પીવડાવી દઈ સંદીપે પહેરેલ જાકીટની દોરીથી ગળા ટુપો આપી બેભાન જેવી હાલત કરી હસમુખ ધાનજા તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરે મળી ભોગબનનાર ઉપર પેટ્રોલ છાંટી સળગાવી દઇ હસમુખે પોતાનો મોબાઇલ, ચંપલ, પાકીટ તથા તેના આઇડી.કાર્ડ રાખી પોતે મરી ગયેલ છે તેવી ખોટી સ્ટોરી ઉભી કરવા બનાવને અંજામ આપ્યો હતો.

પત્નિને મળવા આવતાં ઝડપાયો

પોલીસ પક્કડથી દુર રહેવા હસમુખ ગીરસોમનાથ તરફ નાશી છુટ્યો હતો.પણ પોલીસે પગેરુ દબાવતા ત્યાંથી નાશી છુટ્યો હતો. દરમિયાન ભેજાબાજ હસમુખ રાજકોટ તેની પત્નિને મળવા આવવા હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે વોચ ગોઠવી હતી.પણ સાતિર મગજ ધરાવતા હસમુખને જાણ થઇ જતા પત્નિને મળ્યા વગર ગોંડલ તરફ નાશી છુટ્યો હતો. જો કે ગોંડલ ચોકડીથી રીક્ષામા બેસી પસાર થઇ રહ્યો હતો ત્યારે રીબડા પાસેથી તેને ઝડપી લીધો હતો. હસમુખની પહેલી પત્નિ રાજકોટ રહેછે. બીજી પત્નિ આસામની છે. જેની સાથે હસમુખ રહેતો હતો.

પીઆઇ. જે.પી.રાવે જણાવ્યુ કે નિર્હભયા કાંડમાં જેમ સગીર આરોપીનાં સાયકોલોજી ટેસ્ટ થયા હતા, તેમ આ હત્યામાં સંડોવાયેલા સગીરનો સાઇકોલોજી ટેસ્ટ કરાશે.

આ સમાચર પણ વાંચોઃ ભૂપેન્દ્ર ઝાલાના 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર

 

Related Posts

Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું
  • April 30, 2025

Amreli Accident: રાજકોટથી અમેરલી જતાં ડીઝલ ટેન્કરમાં એકાએક બ્લાસ્ટ થઈ ગયો છે. બાબરા-અમેરલી રોડ પર લુણકી ગામ નજીક ડિઝલ ટેન્કરમાં બ્લાસ્ટ થતાં ડ્રાઈવર સળગી જતાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયું…

Continue reading
Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર
  • April 30, 2025

Ahmedabad Chandola, Lake Demolition:  અમદાવાદના ચંડોળા તળાવ નજીક છેલ્લા 40 વર્ષથી રહેલાં લોકોના ઘરો-ઝુંપડાં તોડવાનું ગઈકાલ(29 એપ્રિલ) સાવારથી શરુ કર્યું છે. આજે બીજા દિવસે પણ ડિમોલેશનનું કામ ચાલું છે. 1…

Continue reading

One thought on “RAJKOT: હત્યાનો ભેદ ઉકેલાયો, અયોધ્યામાં કામ આપવાની લાલચ આપી હત્યા, પત્નિેએ ગુમની ફરિયાદ નોંધાવતાં પર્દાફાશ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ahmedabad માં 3 વર્ષમાં 70 લાખ વૃક્ષારોપણ, 24 લાખ મરી ગયા, મોદી વૃક્ષોના નામે જુઠ્ઠુ બોલ્યા!  

  • April 30, 2025
  • 3 views
Ahmedabad માં 3 વર્ષમાં 70 લાખ વૃક્ષારોપણ, 24 લાખ મરી ગયા, મોદી વૃક્ષોના નામે જુઠ્ઠુ બોલ્યા!  

Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું

  • April 30, 2025
  • 10 views
Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું

નેશનલ ચેનલ 4PM બંધ કરી, બે મહિલાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ, મોદી સીધા સેનાને છૂટ આપી શકે?

  • April 30, 2025
  • 14 views
નેશનલ ચેનલ 4PM બંધ કરી, બે મહિલાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ, મોદી સીધા સેનાને છૂટ આપી શકે?

Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર

  • April 30, 2025
  • 17 views
Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર

China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

  • April 29, 2025
  • 28 views
China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

  • April 29, 2025
  • 37 views
Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?