
ઓસ્ટ્રેલિયા ટીમ અને ભારતની ક્રિકેટ ટીમ વચ્ચે પાંચમી ટેસ્ટ 3 જાન્યુઆરીથી રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ સિડનીમાં રમાશે. હાલમાં ઓસ્ટ્રેલિયા પાંચ મેચની શ્રેણીમાં 2-1થી આગળ છે. ચોથી ટેસ્ટ મેચ મેલબોર્નમાં રમાઈ હતી અને આ ચોથી મેચમાં ટીમ ઓસ્ટ્રેલિયા સામે ભારત હારી ગયું હતુ. આ સમગ્ર શ્રેણીમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા ફ્લોપ રહ્યો હતો. આ દરમિયાન સમાચાર સામે આવી રહ્યા છે કે રોહિત શર્માએ પસંદગીના કારણે સિડની ટેસ્ટમાંથી હટી જવાનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચોઃ બનાસકાંઠામાં ગેરકાયદે લક્કી ડ્રોનો રાફડો, લોકોને લૂંટવાનો કિમિયો?
ટીમ ઈન્ડિયાની કેપ્ટશીપ બદલાઈ
ભારતીય ટીમે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 3 જાન્યુઆરીથી ઓસ્ટ્રેલિયા સામે 5-મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની છેલ્લી મેચ રમાવાની છે. આ મેચ માટે ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11માં મોટો ફેરફાર કર્યો છે. જેમાં રોહિત શર્મા આ મેચમાંથી બહાર રહી શકે છે, તેની જગ્યાએ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ફરી એકવાર ટીમની કેપ્ટનશિપની જવાબદારી સંભાળતો જોવા મળશે. બુમરાહની કપ્તાનીમાં ભારતીય ટીમે પર્થ સ્ટેડિયમમાં રમાયેલી આ શ્રેણીની પ્રથમ મેચ 295 રનથી જીતી હતી.
ચોથી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત 184 રનથી હારી ગયું હતુ
જ્યારે આ પછી રોહિત શર્માએ બીજી મેચમાં કેપ્ટનશિપની જવાબદારી સંભાળી હતી ત્રણ મેચ રમાઈ, ટીમ ઈન્ડિયાને 2માં હારનો સામનો કરવો પડ્યો અને એક મેચ ડ્રોમાં સમાપ્ત થઈ. જો કે ચોથી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત 184 રનથી હારી ગયું હતુ. ત્યાર બાદ રોહિત શર્માએ હટવાનો નિર્યણ લીધો છે. અને હવે જસપ્રીત બુમરાહ કેપ્ટનશિપ કરશે.
આ પણ વાંચો: 9 મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે જિલ્લા કલેકટરને કાર્યભાર સોંપાયો