
Russia- America: રશિયાએ ઉપરા ઉપરી બે પરમાણુ હથિયારોની તાકાત વિશ્વને બતાવ્યા બાદ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પેન્ટાગોનના અધિકારીઓને તાત્કાલિક પરમાણુ પરીક્ષણો શરૂ કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ અમેરિકામાં 33 વર્ષ બાદ પરમાણુ હથિયારોના પરીક્ષણો કરવા જઈ રહ્યું છે.
ટ્રમ્પે કહ્યું હતું કે બીજા દેશો જો પરમાણુ શસ્ત્રોના પ્રયોગો કરતા હોય તો આપણે પણ આપણી તાકાત બતાવવાનો સમય આવી ગયો છે તેથી તત્કાળ પરમાણુ શસ્ત્ર પ્રયોગો શરૂ કરી દેવા જોઈએ.તેમણે એમ પણ ઉમેર્યુ કે ટેસ્ટિંગ એવું હોવું જોઈએ કે જે રીતે રશિયા અને ચીન કરે છે તેની સામે અમેરિકાના હથિયાર ઘણા વધુ છે.ટ્રમ્પે આ રીતે દુનિયાને મેસેજ આપી ચીન અને રશિયાને સીધી ચેતવણી આપી દીધી છે.ટ્રુથ સોશ્યલ પર ટ્રમ્પે લખ્યું હતું કે, દુનિયામાં સૌથી વધુ પરમાણુ શસ્ત્રો અમેરિકા પાસેજ છે,જ્યારે બીજો ક્રમાંક રશિયાનો આવે છે અને ચીનતો બંને કરતા ઘણા ઓછા પરમાણુ શસ્ત્રો ધરાવે છે અને ત્રીજા ક્રમે છે,ટ્રમ્પે દાવો કર્યો કે આગામી પાંચ વર્ષ સુધી પણ ચીન પરમાણુ શસ્ત્રની સંખ્યામાં અમારી બરોબરી કરી શકે તેમ નથી.
દુનિયામાં છેલ્લે ૨૦૧૭માં ઉત્તર કોરિયાએ પરમાણુ પરીક્ષણનો દાવો કર્યો હતો ત્યારબાદ કોઈ દેશમાં પરીક્ષણ થયું ન હતું હવે રશિયાએ શરૂઆત કરતા તેના પગલે અમેરિકા પરમાણુ પરિક્ષણ કરવા જઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકાએ ૨૬ જુલાઈ ૧૯૪૫માં એરિઝોનાનાં રણમા સફળ પરમાણુ બોંબ પ્રયોગ કર્યો હતો ત્યારબાદ હીરોશિમા અને નાગાસાકી (જાપાન) ઉપર પરમાણુ બોંબ ફેંકી દ્વિતીય વિશ્વ યુદ્ધને સમાપ્ત કરી દીધું હતું.
હવે રશિયાએ ફરી પરમાણુ પરિક્ષણ શરૂ કર્યા છે અને ઓકટોબર ૨૧ અને ૨૨ના દિવસે તેનાં અત્યંત આધુનિક બ્યુરેવેસ્ટનિક ક્રૂઝ મિસાઇલ્સના સફળ પરીક્ષણો કર્યા ત્યારબાદ રશિયાએ પોસીડોન નામક ન્યુકિલયર પાવર્ડ સુપર ટોર્નિડોનું સફળ પરીક્ષણ કર્યું હતું. જે કોઈ પણ દેશનાં માત્ર યુદ્ધ જહાજોને જ નહીં પરંતુ પ્રચંડ રેડીયો એકિટવ ઓશન સેલ્સ (કિરણોત્સર્ગ ધરાવતાં સમુદ્રીય મોજા ઉછાળી) તટ પ્રદેશમાં ભયાનક સુનામી લાવી શકે છે જે ભારે વિનાશ લાવી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકાએ છેલ્લે 23 સપ્ટેમ્બર, 1992ના રોજ પરમાણુ પરીક્ષણ કર્યું હતું જે અમેરિકાનું 1,030મું પરીક્ષણ હતું.આ પરીક્ષણ રેનિયર મેસા પર્વતથી 2,300 ફૂટ નીચે નેવાડા પરીક્ષણ સ્થળ પર કરવામાં આવ્યું હતું,જેથી રેડિયેશન ફેલાતું અટકાવી શકાય તેનું કોડનેમ ડિવાઇડર હતું.
ભૂગર્ભમાં વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનાથી ખડકો પીગળી ગયા.જમીનની સપાટી લગભગ 1 ફૂટ ઉંચી થઈ અને પછી ડૂબી ગઈ. 150 મીટર પહોળો અને 10 મીટર ઊંડો ખાડો હજુ પણ ત્યાં છે.
ઉલ્લેખનીય છે કે 1996માં હસ્તાક્ષર કરાયેલ વ્યાપક પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ (CTBT) ભૂગર્ભપરમાણુ પરીક્ષણ પર પ્રતિબંધ છે. ચીન અને અમેરિકા બંનેએ આ સંધિ પર હસ્તાક્ષર કર્યા છે પરંતુ હજુ સુધી તેને ઔપચારિક રીતે મંજૂરી આપી નથી.અમેરિકામાં 1992માં છેલ્લા પરમાણુ પરીક્ષણ બાદ તત્કાલીન રાષ્ટ્રપતિ જ્યોર્જ એચ.ડબલ્યુ. બુશે ભૂગર્ભ પરમાણુ પરીક્ષણ પર પ્રતિબંધની જાહેરાત કરી.ટ્રમ્પે બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં આ જાહેરાત કરી છે કે
“અન્ય રાષ્ટ્રોના પરીક્ષણોને ધ્યાનમાં રાખીને મેં યુદ્ધ વિભાગને સમાન ધોરણે અમારા પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ શરૂ કરવાનો આદેશ આપ્યો છે. આ પ્રક્રિયા તાત્કાલિક શરૂ થશે.”
ટ્રમ્પનું કહેવું છે કે રશિયા અને ચીન સાથે સમાન સ્તરે પરિસ્થિતિને સંતુલિત કરવા માટે પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ કરવું જરૂરી થઈ પડ્યું છે. ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ કરવાની જાહેરાત કરતા ફરી એકવખત પરમાણુ હથિયારોની હોડ શરૂ થશે તે નક્કી છે.
આ પણ વાંચો:
Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી
Gujarat: 60 ગામડાઓ શહેરમાં ભળી ગયા, સવલતો મળતી નથી
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!









