
Russia Plutonium Deal Cancellation: રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુનાઇટેડ સ્ટેટ્સ સાથેનો પ્લુટોનિયમ સોદો રદ કરી દઈ જગત જમાદારને મોટો ઝટકો આપ્યો છે પરિણામે હવે નવા પરમાણુ હથિયારોની હોડ વધવાની શકયતા વધી ગઈ છે જેનાથી સમગ્ર વિશ્વમાં ખતરો ઉભો થયો છે,હજુ હમણાં જ દુનિયાની સૌથી ઘાતક અદ્રશ્ય પરમાણુ મિસાઈલનું પરીક્ષણ કરી રશિયાએ દુનિયાને ચોંકાવી દીધી હતી અને હવે બીજા મોટા પગલામાં અમેરિકા સાથેનો પ્લુટોનિયમ સોદો રદ કરી રશિયાએ અમેરિકાને શાનમાં સમજાવી દીધું છે કે તેઓ હવે શું કરવા જઈ રહયા છે, આમ ફરી વિશ્વની બે મહાસત્તા સામસામે આવી જતા નવા પરમાણુ હથિયારોની હોડ તીવ્ર બની શકે છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સોમવારે (27 ઓક્ટોબર) આ એક મોટો નિર્ણય લીધો છે, જેનાથી અમેરિકાને મોટો ઝટકો લાગ્યો છે તેમણે અમેરિકા સાથેનો પ્લુટોનિયમ કરાર રદ કર્યો. અત્યાર સુધી આ કરારનો અર્થ એ થતો હતો કે બંને પક્ષો પરમાણુ શસ્ત્રો વિકસાવશે નહીં, પરંતુ પુતિને હવે કરાર તોડી નાખતા હવે નવા વિનાશક પરમાણુ હથિયાર બનાવવાનું શરૂ થશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણા સમયથી રશિયા વિરુદ્ધ બોલી રહ્યા છે તેમણે ભારતને પણ રશિયા સાથેના વેપાર કરાર રદ કરવા દબાણ કરી રહયા છે જોકે,ભારતે એવું કર્યું નથી પણ ટ્રમ્પ હજુપણ દબાણ કરી રહયા છે અને વધુ ટેરીફ નાખવાની ધમકી આપી રહયા છે.
અમેરિકા અને રશિયા વચ્ચેના સંબંધો ઘણા સમયથી તણાવપૂર્ણ છે. ANIના અહેવાલ મુજબ,પુતિને હવે ટ્રમ્પ સામે સીધી કાર્યવાહી શરૂ કરી છે. પુતિન દ્વારા હસ્તાક્ષર કરાયેલા કાયદાને આ મહિનાની શરૂઆતમાં રશિયન સંસદે મંજૂરી આપી હતી. મહત્વપૂર્ણ છે કે રશિયા અને યુક્રેન લાંબા સમયથી યુદ્ધમાં છે, અને અમેરિકા સહિત અન્ય ઘણા દેશોએ યુક્રેનનો સાથ આપ્યો છે. પરિણામે, પુતિને પરમાણુ દળોને એલર્ટ પર રાખ્યા છે.
પુતિન દ્વારા અમેરિકા સાથેના કરારને રદ કરવાનો નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે રશિયાએ તાજેતરમાં પરમાણુ સંચાલિત બુરેવેસ્ટનિક ક્રુઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલને ખૂબ જ ઘાતક માનવામાં આવે છે. તેથી, અમેરિકા સાથેના કરારને રદ કરવાના નિર્ણયને ગંભીરતાથી જોવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો:
UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ 100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…
SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ, ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખબર પડી જશે!
Ahmedabad: ‘હું ટ્રીટમેન્ટ નહીં કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી









