
Russian government on Trump: રશિયન સરકારે યુક્રેનિયન યુદ્ધને સમાપ્ત કરવામાં તેમની પહેલનો ઉલ્લેખ કરીને, નોબેલ શાંતિ પુરસ્કાર માટે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપવાની જાહેરાત કરી છે.
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત થાય તે પહેલાં જ, રશિયાએ આજે શુક્રવારે તા.૧૦ ઓક્ટોબરના કહ્યું હતું કે તે નોબેલ શાંતિ પુરસ્કાર માટે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નામાંકનને સમર્થન આપશે. રશિયન રાજ્ય એજન્સી TASS અનુસાર, ક્રેમલિનના ટોચના સલાહકાર યુરી ઉષાકોવે કહ્યું કે મોસ્કો ટ્રમ્પની ઉમેદવારીને સમર્થન આપે છે.
તેમણે કહ્યું કે યુક્રેનિયન યુદ્ધનો અંત લાવવા માટે ટ્રમ્પની પહેલના પ્રયાસ પ્રશંસનીય છે અને શાંતિ પુનઃસ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન ગણી શકાય.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નોબેલ શાંતિ પુરસ્કાર પ્રત્યેનું આકર્ષણ કંઈ નવી વાત નથી,તેમના પહેલા કાર્યકાળ દરમિયાન, તેમને ઇઝરાયલ અને અનેક આરબ દેશો વચ્ચેના સંબંધોને સામાન્ય બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવનારા અબ્રાહમ કરારના સમર્થન બદલ આ પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા હતા.
જોકે, આ વખતે ટ્રમ્પે તેમની મહત્વાકાંક્ષાઓ વધુ સ્પષ્ટ કરી છે.તેમનો દાવો છે કે તેમના કાર્યકાળના થોડા મહિનામાં જ તેમણે છ થી સાત આંતરરાષ્ટ્રીય સંઘર્ષોનો અંત લાવવામાં ફાળો આપ્યો છે, જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવનો પણ સમાવેશ થાય છે જે તેમના મતે જો સિઝ ફાયર ન કરાવ્યું હોત તો બન્ને દેશ વચ્ચે પરમાણુ યુદ્ધ થઈ જાત.
પાકિસ્તાને ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કર્યા છે, ત્યારે ભારતે આ મુદ્દે કડક વલણ અપનાવ્યું છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પને સ્પષ્ટપણે કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ ઘટાડવામાં તેમની કોઈ સીધી ભૂમિકા નથી.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આઠ આંતરરાષ્ટ્રીય સંઘર્ષોને રોકવામાં મુખ્ય ભૂમિકા ભજવી હોવાનો દાવો કર્યો છે.તેમની યાદીમાં ઇઝરાયલ-ઈરાન, ભારત-પાકિસ્તાન, કોંગો-રવાન્ડા, કંબોડિયા-થાઇલેન્ડ, આર્મેનિયા-અઝરબૈજાન, ઇજિપ્ત અને ઇથોપિયા વચ્ચે નાઇલ ડેમ વિવાદ, સર્બિયા-કોસોવો સંઘર્ષ અને ગાઝામાં ઇઝરાયલ-હમાસ યુદ્ધવિરામનો સમાવેશ થાય છે.આ બધા વચ્ચે હવે રશિયાએ ટ્રમ્પના નોબેલ શાંતિ પુરસ્કાર નામાંકનને સમર્થન આપ્યું છે ત્યારે સમીકરણો બદલાઈ શકે તેમ મનાઈ રહ્યું છે.
આ પણ વાંચો:
Ahmedabad: બોનસ લેવા જતાં પોલીસની દિવાળી બગાડી, ACB એ કર્યા જેલભેગા, જાણો ઘટના
Kutch Border: રાજનાથ સિંહે ફરી વિવાદ છેડ્યો | ગુજરાત-પાક સરહદ પર હલચલ
Maharashtra: એકના ડબલ કરવામાં 72 વર્ષિય વૃદ્ધ ફસાયા, 1 કરોડથી વધુની છેતરપીંડી કેવી રીતે થઈ?
Gujarat politics: મોદીએ કિસાનોને જૂઠાણામાં ન આવવા ચેતવ્યાં અને પછી છેતર્યાં ! । kaal chakra 110
UP: પુત્રએ દરવાજો ખોલતાં જ માતાને લોહીના ખાબોચીયામાં જોઈ, 20 વર્ષનો ભાઈ ગુમ, આખરે લખનૌમાં શું થયું?
UP: મુસ્લિમ છોકરીઓની સેના બનાવીને મોહમ્મદ રઝા શું કરવા માંગતો હતો?









