
Sabarkantha: સુરતના સરથાણા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી, જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી. આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં શોકની લાગણી ફેલાવી છે. મૃતકોમાં પિતા અલ્પેશ સોલંકી અને તેમના બે સંતાનોનો સમાવેશ થાય છે. ત્યારે આજે આ પરિવારના સભ્યોના મૃતદેહ વતન પહોંચ્યા હતા જ્યા તેમના અંતિમ સંસ્કાર કરવામા આવ્યા હતા. ત્યારે એક સાથે આખા પરિવારની અર્થી નિકળતા ગામ આખુ હિબકે ચઢ્યું હતું.
સુરતમાં સામૂહિક આપઘાતની ઘટના
પ્રાપ્ત માહિતી અનુસાર, અલ્પેશ સોલંકીને તેમની પત્નીના વિવાહેતર સંબંધોની જાણ થતાં તેઓ ગંભીર માનસિક આઘાતમાંથી પસાર થઈ રહ્યા હતા. આ આઘાતના પરિણામે તેમણે પોતાના બે સંતાનોને ઝેર આપ્યું અને પછી પોતે પણ ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી. આ ઘટનાની જાણ થતાં સુરત પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી. પોલીસે આ મામલે વધુ વિગતો એકત્રિત કરવા કાર્યવાહી હાથ ધરી છે.
મૃતદેહો વતન પહોંચતા ગામ હિબકે ચઢયું
આ દુઃખદ ઘટના બાદ મૃતકોના મૃતદેહોને તેમના મૂળ વતન સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચિઠોડા ગામે લાવવામાં આવ્યા. મૃતદેહો ગામે પહોંચતાં જ આખું ગામ શોકમાં ડૂબી ગયું. અંતિમ યાત્રા દરમિયાન ગામના લોકોમાં હૈયાફાટ રુદન અને દયાની લાગણી જોવા મળી. ત્રણેય મૃતકોને અંતિમ વિદાય આપવામાં આવી ત્યારે ગામમાં ગમગીન માહોલ છવાયો હતો.
આ ઘટનાએ ગામના લોકોને ઊંડો આઘાત આપ્યો છે અને લોકો હજી પણ આ દુર્ઘટના પાછળના કારણો અંગે ચર્ચા કરી રહ્યા છે. સમગ્ર ગામ અને પરિવારના અન્ય સભ્યો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યું છે. આ ઘટના માનસિક સ્વાસ્થ્ય અને પારિવારિક સંબંધોની જટિલતાઓ પર પ્રકાશ પાડે છે, જે સમાજમાં આવા મુદ્દાઓ પર ગંભીર ચર્ચાની જરૂરિયાતને રેખાંકિત કરે છે.
અહેવાલ : ઉમંગ રાવલ
આ પણ વાંચો:
Madhya Pradesh: 12 વર્ષના બાળકે ઓનલાઈન ગેમમાં રૂપિયા ગુમાવતા માતા-પિતાના ડરથી જીવન ટુંકાવ્યું
Junagadh: મોડી રાત્રે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ કેમ પોલીસ સ્ટેશન માથે લીધું? કોને બચાવે છે પોલીસ?
Surendranagar: મૂકબધિર પિતાએ સગી દીકરીને જ હવસનો શિકાર બનાવી, સગીરા ગર્ભવતી થતા ફૂંટ્યો ભાંડો








