
બોલિવૂડ અભિનેત સૈફ અલી ખાન પર હુમલામાં પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી હતી, જોકે હાલમાં જ મુંબઈ પોલીસે સ્પષ્ટતા કરતાં કહ્યું કે જેની ધરપકડ તે વ્યક્તિ એક્ટરના હુમલામાં સંડોવાયેલ નથી. સૈફ પર હુમલો કરનાર હજુ પણ ફરાર છે. તેની ધરપકડ કરવા તાપસના ચક્રો ગતિમાન કર્યા છે.
ઝડપાયેલો શખ્સ કોણ?
પોલીસે ધરપકડ કરેલી શંકાસ્પદ વ્યક્તિનો ચહેરો એકદમ CCTV ફૂટેજમાં દેખાતાં શંકાસ્પદ વ્યક્તિ જેવો જ દેખાય છે. જો કે ઝડપાયેલો આરોપી સૈફના હુમલામાં સંડોવાયેલો નથી. જેથી પોલીસના હાથમાં હજું અસલી હુમલાખોર આવ્યો નથી. આરોપીઓએ સૈફ અલી ખાન પર છરી વડે હુમલો કર્યો હતો. આ દરમિયાન છરીનો ટુકડો તૂટી ગયો અને સૈફ અલી ખાનના શરીરમાં ફસાઈ ગયો હતો. ડૉક્ટરે સર્જરી દ્વારા આ ટુકડો બહાર કાઢ્યો છે.
આ પણ વાંચોઃ દિલ્હી જીતવા ભાજપે ખજાનો ખોલ્યોઃ રોકડ, ગેસ અને મફત યોજનાઓની મોટી જાહેરાતો, ઈસુદાન ગઢવીએ શું કહ્યું?