
Saravkundla Mughal Bhuvi: અમરેલીમાંથી અંધશ્રદ્ધા ફેલાવતી ભૂવી ઝડપાઈ છે. સાવરકુંડલા તાલુકાના મોલડી ગામે 36 વર્ષિય ક્રિશ્ના નામની ભૂવીનો ધતિંગનો પર્દાફાશ થયો છે. ભૂવી ક્રિશ્નાનો સ્વપ્નકાંડ બોગસ સાબિત થયો છે. ભૂવીએ કપટલીલાની કબૂલાત કરી છે. ભૂવી 20 મિનિટમાં 250 સિગારેટ તાણી જતી હતી. ભૂવી મોગલનું મંદિર બનાવી લોકોને છેતરપીંડીનો ભોગ બનાવી રહી હતી. આ ભૂવીનો પર્દાફાશ વિજ્ઞાન જાથાની ટીમે કર્યો છે. જાણવા મળી રહ્યું છે કે ભૂવીના પતિને માતાજીના શણગારની દુકાન છે. જે શ્રધ્ધાળુઓ માતાની બીડી, સિગારેટ, ચૂંદડી ચઢાવે તે પતિની દુકાને પાછી આપી દેતી હતી.
સાવરકુંડલા તાલુકાના મોલડી ગામે ક્રિશ્ના નામની ભૂવી છેલ્લા 4 વર્ષથી ધતિંગલીલા કરી અંધશ્રધ્ધામાં લોકોને ડૂબાડી રહી હતી. જેનો ભાંડાફોડ થયો છે. સ્વપ્નમાં મોગલમાં આવતા ઝાડ ફાટતા માતાજી આવ્યાની કહાનીઓ બનાવતી હતી. ભોળા લોકોને છેતરવા ઘરમાં ક્રિષ્નાએ મામાદેવ-માતાજીનો મઢ મઢ બનાવી દીધો હતો. મામાદેવ આવતા બિસ્ટોલ, અત્તર, અગરબત્તી, શ્રીફળની માંગણી કરતી હતી. આ ભૂવી અઢળક સિગારેટ પીતી હતી.
મણિધર બાપુ ભૂવીની કરતૂતને વેપાર ગણાવ્યો
ભૂવી અંદરોઅંદર ઝઘડાઓ, શંકા-કુશંકા નાખી પરિવારોને છિન્ન ભિન્નની કરતી હતી. જેથી મોલડીના ગ્રામજનો નારાજ હતા. કચ્છ મોગલ ધામના મણિધર બાપુએ ભૂવી ક્રિષ્નાની કડક શબ્દોમાં આલોચના કરી છે. અંધશ્રધ્ધા ફેલાવતાં આવા તત્વો વેપારીઓ છે. ભૂવી અંધ્ધશ્રધધ્ધા ફેલાવતી હોવાનો પર્દાફાશ કરવા બદલ તેઓ ખુશ થયા છે. તેમણે 21 મી સદીમાં લોકોને જગૃત થવા કહ્યું છે. ભૂવીની હરકતોને મણિધર બાપુએ ધર્મના નામે ધંધો ગણાવી છે.
ભૂવી ક્રિષ્ના નિઃસંતાનને સંતાન, બાળકોને જમણવાર, હોમ-હવનના નામે રૂપિયા ખંખેરતી હતી. આ અંધશ્રધ્ધાનો પર્દાફાશ અમરેલી જિલ્લા પોલીસ વડા, સાવરકુંડલા પોલીસ અને વિજ્ઞાન જાથાની ટીમે કર્યો છે. વિજ્ઞાન જાથાની ટીમે આવા પર્દાફાશ 1266 કર્યા છે.
ભૂવીએ લોકોની માફી માગી
ઘરમાં ગોરખધંધા કરતી ભૂવી ક્રિષ્ના પરમારે લોકોની માફી માંગી લીધી છે. ભૂવી ક્રિષ્નાનો સ્વપ્નકાંડ, મામાદેવની હાજરી બોગસ સાબિત કરતા કાયમી પાખંડ બંધની જાહેરાત કરી છે. ભૂવીએ પોતાને રાત્રે સ્વપ્નમાં મોગલ માતાજી આવ્યા અને ઘરનું ઝાડ ફાટતા મોગલમાંનું સ્વયંભૂ પ્રાગ્ટય થયું હોવાનું તરકટ કર્યું હતુ. હોમ-હવન કરી ઘરમાં મઢની સ્થાપના કરી હતી. ભવીએ કહ્યુ હતુ કે નાનપણથી શરીરમાં મામાદેવ આવતા હોવાથી મઢની સ્થાપના કરવામાં આવી હતી.
શિક્ષિકો તો પણ ભૂવીના શરણે આવતા
4 વર્ષથી લોકોના દુઃખ-દર્દ, જોવાનું, સંતાન આપવાનું, બાધા-ટેક આપવાનું, નડતર દૂર કરવાની વિધિ-વિધાન શરૂ કર્યું હતુ. સુરત અને આસપાસના શિક્ષિત લોકો માનતા ઉતારવા, જોવડાવવા દર્શને આવવા લાગ્યા હતા. જાથાએ ડમી માણસોને ત્રણવાર રૂબરૂ મોકલી ખરાઈ કરી તો સત્ય હકિકત બહાર આવી છે.
ભૂવી ચાલાક હોવાથી પુરાવામાં મુશ્કેલી પડી હતી
ક્રિશ્ના ભૂવીનો પર્દાફાશ કરવા જાથાની ટીમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. ઝાડ ફાટતા મોગલમાનું પ્રાગ્ટય, મામાદેવની હાજરી આવે તો 20 મિનિટમાં 250 સિગારેટ પીવાનો ઢોગી ચમત્કાર બહાર આવ્યો છે. જો કે ભૂવી ઝાડ કેવી રીતે ફાટયું ને માતાજી પ્રગ્ટયા તે બતાવી શકી ન હતી.
ભૂવીનો પતિ પણ છે
ભૂવી ક્રિશ્ના પરમારનો વેપારી પતિદેવ નયન છે. નયન નારિયેણ, ચૂંદડી, સિગારેટ વેચવાનો ધંધો કરે છે. જેથી જે વસ્તુઓ શ્રધ્ધાળુઓ માતાજીને ચઢાવે તે ભૂવી તેના પતિને પાછું આપી આવતી હતી. અને આ રીતે બંને ધંધો કરતા હતા. ભૂવીના મઢમાંથી સંતાન પ્રાપ્તિના લગાવેલા ફોટાઓ કાઢી નાખવામાં આવ્યા છે. ભૂવીના પર્દાફાશ સમયે ગામમાંથી એકપણ વ્યકિત તેની તરફેણમાં આવી ન હતી. કચ્છના મોગલધામના બાપુએ મોલડીની ભુઈની સામે નારાજગી વ્યક્ત કરી અંધશ્રદ્ધા ન ફેલાવવા કડક આલોચના કરી છે.
આ પણ વાંચોઃ
બાબા રામદેવનું “શરબત-જીહાદ”, મંદિર – મસ્જિદના નામે કર્યો પતંજલિના જ્યુસનો પ્રચાર
અમેરિકા નદીમાં હેલિકોપ્ટર ક્રેશ, 3 બાળકો સહિત 6ના મોત, કેવી રીતે બની ઘટના? | Helicopter crash
તહવ્વુર રાણાના 18 દિવસના રિમાન્ડ મંજૂર, રાત્રે 2 વાગ્યે કોર્ટે આપ્યા રિમાન્ડ | Rahawwur Rana Remand
Surat: ગૃહમંત્રી હર્ષ સંઘવીની સોસયટીમાં આગ, સંઘવી દોડી ગયા | Fire | Harsh Sanghvi|
