Kheda: દેશને એક કરનાર સરદાર પટેલની 6 વીઘા જમીન કોણે હડપી લીધી? કોર્ટે શું આપ્યો ચૂકાદો!

Kheda:  ખેડા જિલ્લામાં દેશના પ્રથમ ગૃહમંત્રી અને દેશના 562 રજવાડાઓનું એકત્રિકરણ કરનાર સરદાર વલ્લભભાઈ પટેલની જમીન પચાવી પાડવાના કેસમાં કોર્ટે ત્રણ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે અને તેમને બે વર્ષની જેલની સજા ફટકારી છે.

સરદાર વલ્લભભાઈ પટેલની ગુજરાતમાં જમીનના ખોટા દસ્તાવેજો બનાવીને વેચવાના કેસમાં કોર્ટે ત્રણ લોકોને બે વર્ષની કેદની સજા ફટકારી છે. રાજ્યનો આ ચોંકાવનારો કિસ્સો ખેડા જિલ્લાનો છે, જોકે લાંબા સમયથી ચાલતા કાનૂની કેસમાં એક આરોપીનું મૃત્યુ થયું છે. લોખંડી પુરુષ સરદાર પટેલની જમીન હડપ કરવાના કેસમાં કોર્ટના નિર્ણય બાદ બધા ચોંકી ગયા છે.

શું છે આખો મામલો?

ખેડા જીલ્લામાં આરોપીઓએ જમીનના માલિકી હક્કોને ખોટી રીતે રજૂ કરીને આ કારસો રચ્યો હતો. ત્યારે મહેમદાવાદ તાલુકાની કોર્ટે એક મોટો ચૂકાદો આપ્યો છે. મહેમદાવાદના ગડવા ગામમાં સર્વે નંબર 270 ધરાવતી જમીન (લગભગ છ વિઘા) સરદાર વલ્લભભાઈ જવાહરભાઈના નામે ચાલતી હતી. જેમાં ગુજરાત પ્રાંતીય સમિતિની જમીન સરદાર વલ્લભભાઈ ઝવેરભાઈના નામથી ગુજરાત પ્રાંતીય સંઘના પ્રમુખ તરીકે નોંધાયેલ હતી. જ્યારે સરકારે 2004 માં મહેસૂલ રેકોર્ડનું કમ્પ્યુટરાઇઝેશન કર્યું, ત્યારે જમીનની થોડો ફેરફાર થઈ ગયો હતો. કબજેદારના નામમાં ગુજરાત પ્રાંતીય સંઘના પ્રમુખ વલ્લભભાઈ ઝવેરભાઈના બદલે માત્ર વલ્લભભાઈ ઝવેરભાઈ લખાયેલ અને ગુજરાત પ્રાંતીય સંઘના પ્રમુખ તેવા શબ્દો નીકળી ગયા હતા. આ ભૂલનો લાભ લઈને ખેડાના કઠલાલ તાલુકાના અરલ ગામના ભૂપેન્દ્ર ડાભીએ જમીનના દસ્તાવેજોમાં હીરાભાઈનું નામ વલ્લભભાઈ જવેરભાઈ લખીને જમીન તેના નામે ટ્રાન્સફર કરાવી લીધી હતી. ભુપેન્દ્ર ડાભીના પિતા દેસાઈભાઈ ઝવેરભાઈ ડાભી અને ઘોડાલીમાં રહેતા પ્રતાપભાઈ શકરાભાઈ ચૌહાણ((રહે.ઘોડાલી, તા.મહેમદાવાદ)ને સાક્ષી તરીકે બતાવ્યા હતા. આ જમીન ભુપેન્દ્રભાઈ ડાભીએ પોતાના નામે વર્ષ 2010માં કરાવી લીધી હતી.

ત્યાર બાદ ત્રણેય વિરુધ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવમાં વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનું નામ ધારણ કરનાર મહેમદાવાદ સબ રજીસ્ટર કચેરીમાં જમીનનું દસ્તાવેજ કરનાર આરોપી હીરાભાઈ કલાભાઈ ડાભીનું કેસ દરમિયાન અવસાન થઈ ગયું હતુ. જ્યારે બે ઓરોપીઓ દોષિત સાબિત થતાં જેલની સજા ભોગવવી પડશે.

આ પણ વાંચોઃ Odisha: ટ્રેનના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, કોંગ્રેસે કહ્યું મોદી, રેલવે મંત્રી ચૂપ!

આ પણ વાંચોઃ Godhra: ચૈત્રના પ્રથમ નોરતે ગોધરાના શિવ મંદિરમાં તોડફોડ, ચોરીને આપ્યો અંજામ, વાંચો વધુ

આ પણ વાંચોઃ Banaskantha: અમદાવાદમાંથી રિક્ષા ચોરી કરી બનાસકાંઠામાં વેચતો શખ્સ ઝડપાયો!

આ પણ વાંચોઃ Mehsana: ચાંદચેટી પર નીતિન પટેલના વિવાદસ્પદ નિવેદનો, ‘સિંધી કોઈ ધર્મ નથી સંપ્રદાય છે’

Related Posts

Bhavnagar: મહુવાના મોટા ખુંટવડા પાસે બે પુલ તૂટી પડ્યા, વરસાદે ખેડૂતની કરી માઠી દશા
  • October 29, 2025

Bhavnagar Bridges Collapsed: ગુજરાતમાં સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેથી જગતના તાત ખેડૂતોએ મહા મહેનતે તૈયાર કરેલો પાક ધોવાઈ ગયો છે.  મગફળી, ડાગર, ડુંગળી જેવા પાકને ભારે નુકસાન થતાં ખેડૂતોને…

Continue reading
 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી
  • October 29, 2025

Gujarat Heavy Rain Forecast: રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે આ સ્થિતિમાં ખેડૂતોને નુકશાન થયું છે ત્યારે હજુપણ વરસાદની સ્થિતિ યથાવત રહે તેવી હવામાન વિભાગની આગાહી છે. આજે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh

  • October 29, 2025
  • 10 views
કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh

Israel Airstrike: ઇઝરાયલનો ગાઝા પર ફરી હવાઈ હુમલો, 30થી વધુના મોત, ટ્રમ્પના શાંતિ કરારની દુનિયામાં ફજેતી

  • October 29, 2025
  • 6 views
Israel Airstrike: ઇઝરાયલનો ગાઝા પર ફરી હવાઈ હુમલો, 30થી વધુના મોત, ટ્રમ્પના શાંતિ કરારની દુનિયામાં ફજેતી

Bhavnagar: મહુવાના મોટા ખુંટવડા પાસે બે પુલ તૂટી પડ્યા, વરસાદે ખેડૂતની કરી માઠી દશા

  • October 29, 2025
  • 18 views
Bhavnagar: મહુવાના મોટા ખુંટવડા પાસે બે પુલ તૂટી પડ્યા, વરસાદે ખેડૂતની કરી માઠી દશા

IND vs AUS T20I: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ટક્કર,ભારતની પ્લેઈંગ ઈલેવન ઉપર સૌની નજર

  • October 29, 2025
  • 8 views
IND vs AUS T20I: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ટક્કર,ભારતની પ્લેઈંગ ઈલેવન ઉપર સૌની નજર

 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

  • October 29, 2025
  • 22 views
 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

OIC એ ભારત વિરુદ્ધ ઓક્યું ઝેર!, કહ્યું”જમ્મુ-કાશ્મીર પર ભારતનો ગેરકાયદે કબ્જો!”

  • October 29, 2025
  • 10 views
OIC એ ભારત વિરુદ્ધ ઓક્યું ઝેર!, કહ્યું”જમ્મુ-કાશ્મીર પર ભારતનો ગેરકાયદે કબ્જો!”