
Saudi Arabia bans visa for 14 countries: હજ યાત્રા 29 એપ્રિલ 2025થી શરુ થવાની છે. ત્યારે ઇસ્લામના આસ્થાના ગઢ તરીકે જાણીતા સાઉદી અરેબિયાએ ભારત અને પાકિસ્તાન સહિત 14 દેશો માટે અસ્થાયી રૂપે વિઝા પર પ્રતિબંધ મૂક્યો છે. સાઉદી અરેબિયા સરકાર દ્વારા આ કામચલાઉ પ્રતિબંધ બિઝનેસ અને ફેમિલી વિઝા તેમજ ઉમરાહ વિઝા પર લાગુ થશે.
ઉલ્લેખનીય છે કે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના નેતૃત્વ હેઠળની સાઉદી સરકારે અન્ય દેશોના લોકોને નોંધણી વગર હજમાં ભાગ લેતા અટકાવવા માટે આ પ્રતિબંધ લાદ્યો છે. જોકે આ પ્રતિબંધ બધા દેશો પર જૂનના મધ્ય સુધી એટલે કે આ વર્ષે હજ પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે. તે પછી વિઝા કાર્યક્રમ ફરીથી સામાન્ય રીતે લાગુ કરવામાં આવશે.
ક્રાઉન પ્રિન્સે વિઝા પ્રતિબંધનો નિર્ણય કેમ લીધો?
હકીકતમાં સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ગયા વર્ષે હજારો લોકોના મોતને ધ્યાનમાં રાખીને આ વર્ષે વિઝા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. ગયા વર્ષે હજ દરમિયાન થયેલી ભાગદોડમાં 1,000 થી વધુ લોકોના મોત થયા હતા. મૃત્યુ પામેલા મોટાભાગના લોકો અનધિકૃત હજ યાત્રાળુઓ હતા. આવી સ્થિતિમાં, આ વર્ષે કામચલાઉ વિઝા પ્રતિબંધના આ નિર્ણય પાછળનું કારણ બિનનોંધાયેલ હજ યાત્રીઓને રોકવાનું છે.
સાઉદી અરેબિયાના વિઝા પ્રતિબંધમાં કયા દેશોનો સમાવેશ થાય છે?
સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને હજ યાત્રાના સુચારુ સંચાલન માટે 14 દેશો માટે વિઝા નિયમોમાં ફેરફાર કર્યા છે. સાઉદી અરેબિયાએ જે દેશોમાં વિઝા પ્રતિબંધ લાદ્યો છે તેમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઇજિપ્ત, ઇન્ડોનેશિયા, નાઇજીરીયા, ઇરાક, જોર્ડન, અલ્જેરિયા, સુદાન, ઇથોપિયા, ટ્યુનિશિયા અને યમનનો સમાવેશ થાય છે.
સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે મુસાફરીના નિયમો હળવા કરવા માટે આ કામચલાઉ વિઝા પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આનાથી હજ દરમિયાન મુસાફરોની સલામતીમાં સુધારો થશે અને મુસાફરી અત્યંત આરામદાયક બનશે.
આ પણ વાંચોઃ પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાની વાહનચાલકો પર શુ અસર? | Petrol-Diesel Price
આ પણ વાંચોઃ Valsad: હર્ષ સંઘવી અને પાટીલના મતવિસ્તાર પાસે શરમજનક ઘટના, ગોડસેના પોસ્ટર લાગ્યા, કોના સહારે?
આ પણ વાંચોઃ મોદીના ગઢ ગુજરાતમાં ગાબડું પાડવા કોંગ્રેસનું અધિવેશન | Congress Adhiveshan
આ પણ વાંચોઃ MPમાં નકલી ડોક્ટરે 7 લોકોની હાર્ટ સર્જરી કરતાં મોત, આયુષ્માન યોજનાના દુર્પયોગની આશંકા