
- ગુજરાતની સ્ટ્રેટજી દિલ્હીમાં કૌભાંડમાં અપનાવવામાં આવી
- ગુજરાતના 3 નેતાઓને દિલ્હીની ચૂંટણીની જવાબદારી
દિલીપ પટેલ; અમદાવાદ, 5 ફેબ્રુઆરી 2025 : દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું. આ ચૂંટણીમાં, દિલ્હીની 70 વિધાનસભા બેઠકો પર મતદાન થયું તેમાં ઘણાં મતદારોની આંગળીઓ પર કાળી શાહીનું નિશાન કરી દેવાયા હોવાથી તેઓ મદાન કરી શક્યા નથી.
ગાંધીનગર-અમદાવાદમાં લોકસભાની ચૂંટણી વખતે જે રીતે અમિત શાહના વિસ્તારોમાં મતદારો મતદાન ન કરી શકે તે માટે તમામ પ્રયાસો કલોલ અને સરખેજ-જુહાપુરા વિસ્તારોમાં કરાયા હતા. લોભ, લાલચ, પૈસા, ધમકી, અડચણો ઉભી કરવામાં આવી હોવાની ફરિયાદ હરિફ ઉમેદવારોએ ભાજપના ઉમેદવાર અમિત શાહ સામે કરી હતી. લગભગ એવું જ દિલ્હીમાં કરવામાં આવ્યું છે. મતદાર યાદીમાંથી નામો કાઢી નાંખવાની ઘટનાઓ પણ ગુજરાતમાં બની હતી.
ગુજરાતની ચૂંટણીમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ કે જેઓ આજે મોદી સરકારમાં પાણી પ્રધાન છે. ગુજરાતની ચૂંટણીમાં તેમના વિસ્તારોમાં જે સ્ટાઈલ અપનાવી તે જ સ્ટાઈલ દેશના ગૃહ પ્રધાન અમિત શાહ દિલ્હીમાં અપનાવી રહ્યાં છે. આ બધાનું મોનીટરીંગ કરનારા અને ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી જોઈ રહ્યાં છે પણ અટકાવી રહ્યાં છે. દિલ્હીમાં આ બધું થઈ રહ્યું હતું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગંગામાં પાપ ધોવા અન પવિત્ર થવા ડૂબકી લગાવી રહ્યાં હતા.
દિલ્હીમાં કુલ 1 કરોડ 56 લાખ મતદારો છે અને 699 ઉમેદવારો માટે મતાદન થઈ રહ્યું છે. પોતાનું
ચૂંટણીના પરિણામો 8 ફેબ્રુઆરીએ જાહેર થવાનું છે. સતત ચોથી વખત અરવિંદ કેઝરીવાલની સરકાર ન આવે તે માટે ભાજપ સત્તાનો ઉપગોય કરતો હોવાનો આરોપ ગઈકાલે લોકસભામાં દિલ્હીના સાંસદ સંજય સિંહે મૂક્યો હતો. મોટા ચૂંટણી કૌભાંડનો પર્દાફાસ કર્યો છે. જે મત કૌભાંડો મતદાનમાં અસર કરી શકે છે.
દિલ્હી ચૂંટણીમાં સવારે 9 વાગ્યા સુધીમાં 8.03 ટકા મતદાન, મુસ્તફાબાદ બેઠક પર સૌથી વધુ 12.17% મતદાન નોંધાયું હતું.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ કેન્દ્રીય વિદ્યાલય ખાતે સ્થાપિત મતદાન મથક પર મતદાન કર્યું. જ્યાં દેશના રાષ્ટ્રપતિ મતદાન કરતાં હોય ત્યાં મતદારોની ગોલમાલ થાય તે અત્યંત ગંભીર માનવામાં આવે છે. ફરિયાદ કરી હોવા છતાં ચૂંટણી પંચે કોઈ પગલાં લીધા નથી. ગાંધીનગરમાં પણ લોકસભા વખતે 7 વિડિયો પૂરાવા તરીકે કલેક્ટર-ચૂંટણી અધિકારીઓને આપવામાં આવ્યા હતા. છતાં તેમાં ચૂંટણી પંચે કોઈ પગલાં ભર્યા ન હતા. એવું જ દિલ્હીમાં થયું છે.
આ પણ વાંચો- Mahakumbh: દિલ્હીમાં મતદાન, બીજી બાજુ યોગી સાથે મોદીનું ગંગા સ્નાન, જુઓ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ નવી દિલ્હી વિધાનસભા બેઠક પર મતદાન કર્યું હતું.
AAP નેતા અમાનતુલ્લાહ ખાન વિરુદ્ધ આદર્શ આચારસંહિતા ભંગ બદલ FIR દાખલ કરવામાં આવી પણ મતદારોને મતદાન કરતાં અટકાવવા માટે કોઈ પગલાં લીધા નથી.
પીએમ મોદી આજે સવારે 11 વાગ્યે સંગમમાં ડૂબકી લગાવે તે જ સમયે દિલ્હીમાં ચૂંટણીનો પાપાચાર થઈ રહ્યો હતો.
દિલ્હીની 70 બેઠકો માટે સવારે 7 વાગ્યે મતદાન શરૂ થયું ત્યારે અને તે પહેલા મતદાન ન થાય તેની ગોલમાલ પકડાઈ હતી. મતદાર કૌભાંડ બહાર આવતાં જ દિલ્હીના મુખ્ય પ્રધાન આતિશી મોડી રાત્રે સમર્થકો સાથે તેમના વિધાનસભા વિસ્તારમાં ફરતા રહ્યા હતા.
AAP ધારાસભ્ય દિનેશ મોહનિયા વિરુદ્ધ મહિલાની છેડતીના આરોપમાં FIR દાખલ કરી હતી. પણ મતદાન અટકાવવા પ્રયાસ કરતાં લોકોની સામે ચૂંટણી પંચે કોઈ ફરિયાદ ન લીધી કે તપાસ ન કરી કે પગલાં ન લીધા. ગાંધીનગરમાં જે થયું તે દિલ્હીમાં ચૂંટણી પંચ કરી રહી છે. ગાંધીનગરમાં તો એક ઉમેદવારે ફરિયાદ કરી હતી કે તેનું અપહરણ કરાયું હતું.
અન્ય રાજ્યોના 5 લોકો દિલ્હીમાં પકડાયા, તેઓ ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા
મોટા ચૂંટણી કૌભાંડનો પર્દાફાસ કર્યો હોવાથી કેટલાક લોકો મતદાન પહેલાં જ મતદારોની આંગળીઓ પર શાહી લગાવી દીધી હતી. તેઓ મતદાન ન કરી શક્યા. વીડિયો પણ બહાર પાડ્યો છે, જેમાં લોકોની આંગળીઓ પર ચૂંટણી શાહી લગાવવામાં આવી રહી હોવાનું સ્પષ્ટ દેખાય છે.
અરવિંદ કેજરીવાલે ટ્વિટર પર લખ્યું, અમે પહેલાથી જ કહ્યું હતું કે આ લોકો આવું કરશે.
ચૂંટણી પંચને પણ આ અંગે ફરિયાદ કરી હતી. તેમણે ખાતરી આપી હતી કે તેઓ આવું નહીં થવા દે.
રાજકીય પક્ષે ઘણી શાહી ખરીદી હોવાનો આરોપ છે.
રાત્રે પોલીસ દ્વારા કરોડો રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યા હોવાનો આરોપ છે.
ભાજપ ખરાબ રીતે હારી રહ્યો હોવાથી ગુજરાતમાં જે સ્ટાઈલથી ગાંધીનગરમાં મતદાનમાં ગોલમાલ કરી હતી એવી જ ગોલમાલ દિલ્હીમાં કરવામાં આવી રહી છે. મતદારોની આંગળીઓ પર શાહી લગાવી દીધી. પોલીસે ફક્ત તે લોકોને જ ઝડપી લીધા જેમની આંગળીઓ પર શાહી હતી. શાહી લગાવનારાઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
મુસ્લિમ વિસ્તારોને ટાર્ગેટ કરીને તેઓ મતદાન કરવા બહાર ન નિકળે તે માટે કાવતરાઓ કરાયા છે.
મતદાન કરવાથી અટકાવી દેવાયા છે.
મુખ્ય પ્રધાન આતિશીએ આરોપ લગાવ્યો કે, ચૂંટણી પહેલા મતદારોને મતદાન કરતા અટકાવવા માટે તેમની આંગળીઓ પર શાહી લગાવવામાં આવી રહી છે. આજે અમે ચૂંટણી પંચને મળ્યા. અમે આ ભય વ્યક્ત કર્યો. અમને આશા છે કે ચૂંટણી પંચ સમગ્ર દિલ્હીમાં યુદ્ધના ધોરણે આ અંગે કાર્યવાહી કરશે અને લોકોના લોકશાહી અધિકારો છીનવા દેશે નહીં.
ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે અને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી હતી.
ચૂંટણી પંચે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી, પરંતુ દિલ્હી વિધાનસભા ચૂંટણીના થોડા કલાકો પહેલા આવો વીડિયો સામે આવવો ચોક્કસપણે ઘણા પ્રશ્નો ઉભા કરે છે.
રાજધાની દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદાન કરવા 98 હજાર કર્મચારીઓ અને 8700 સ્વયંસેવકો, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની 220 કંપનીઓ, દિલ્હી પોલીસના 35,626 કર્મચારીઓ અને 19,000 હોમગાર્ડ્સ સુરક્ષા માટે હોવા છતાં આવી ગોલમાલ થઈ છે. આ બધી બાબતો ગૃહ પ્રધાન અમિત શાહના વિભાગમાં આવે છે.
મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે, સુરક્ષા વ્યવસ્થાના ભાગ રૂપે ડ્રોન સર્વેલન્સ પણ કરવામાં આવી રહ્યું છે.
ઉમેદવારોના ભાવિનો નિર્ણય 8 ફેબ્રુઆરીએ થશે, મતગણતરી 8 ફેબ્રુઆરીએ થશે.
આમ આદમી પક્ષને સતત ત્રીજી વખત સત્તામાં આવતી રોકવા માટે ભાજપ 25 વર્ષથી વધુ સમય પછી રાજધાનીમાં ફરીથી સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહી છે. 2013 સુધી 15 વર્ષ સુધી દિલ્હી પર શાસન કરનારી કોંગ્રેસ છેલ્લી બે વિધાનસભા ચૂંટણીમાં એક પણ બેઠક જીતવામાં નિષ્ફળ રહ્યા બાદ ફરીથી સત્તામાં આવવાનો પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચો- AIના ઉપયોગથી ભારતના ડેટાને જોખમ? સરકારની કર્મચારીઓને ચેતવણી, આ દેશમાં છે પ્રતિબંધ?