
Scam: જેમ જેમ ટેકનોલોજી વધી રહી છે તેમ તેમ છેતરપીંડીના કિમિયાઓ પણ વધી રહ્યા છે. ત્યારે હવે એક સાયબર ઠગીનો એવો કિસ્સો સામે આવ્યો છે, જે તમે ક્યારે નહીં વાંચ્યો હોય. જાપાનમાં એક 80 વર્ષિય મહિલા સાથે વિચિત્ર પ્રકારે છેતરપીંડી થઈ છે. વૃધ્ધાને એક પુરુષનો ફોન આવ્યો અને તેણે કહ્યું કે તે એક અવકાશયાત્રી છે અને હાલમાં અવકાશયાનામાં ફસાયેલો છે. તેણે ઓક્સિજન ખરીદવા માટે પૈસા માંગ્યા. વાંચ વધુ પછી શું થયું
દુનિયાભરમાં ઓનલાઈન છેતરપિંડી અને પ્રેમમાં છેતરપીંડીના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. તાજેતરમાં જાપાનથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં 80 વર્ષીય એક મહિલાને વિશ્વાસ બેસાડવામાં આવ્યો હતો કે તે એક વાસ્તવિક અવકાશયાત્રી સાથે વાત કરી રહી છે. આ છેતરપિંડીને કારણે મહિલાએ લગભગ 6 લાખ રૂપિયા (5,000 પાઉન્ડ) ગુમાવ્યા. આ ઘટના જાપાનના ઉત્તરી ટાપુ હોક્કાઈડોની છે. અહેવાલો અનુસાર, જુલાઈ 2024 માં મહિલા સોશિયલ મીડિયા પર એક પુરુષને મળી હતી. તે પુરુષે પોતાને અવકાશયાત્રી તરીકે રજૂ કર્યો અને કહ્યું કે તે હાલમાં અવકાશયાનમાં અવકાશ મિશન પર છે.
મહિલાએ તેને 6 લાખ રૂપિયા આપ્યા.
થોડા દિવસો સુધી વાત કર્યા પછી છેતરપિંડી કરનાર વ્યક્તિએ મહિલા સાથે ભાવનાત્મક બંધન કેળવ્યું અને પછી કહાની બનાવવાનું શરૂ કર્યું. તેણે કહ્યું કે તેના અવકાશયાન પર હુમલો થયો છે અને તેને ઓક્સિજન ખરીદવા માટે તાત્કાલિક પૈસાની જરૂર છે. એકલી રહેતી મહિલા ઓનલાઈન વાતચીતમાં તે પુરુષ સાથે ભાવનાત્મક રીતે જોડાઈ ગઈ. દરમિયાન જ્યારે તેણે મદદ માટે વિનંતી કરી, ત્યારે મહિલાએ કોઈ પણ વિલંબ કર્યા વિના તેને પૈસા મોકલી દીધા. છેતરપિંડી કરનાર વ્યક્તિને પૈસા મળતાની સાથે જ તેણે તેની સાથેનો તમામ સંપર્ક તોડી નાખ્યો અને ગાયબ થઈ ગયો.
પોલીસની ચેતવણી
આ ઘટના બાદ સ્થાનિક પોલીસે લોકોને ચેતવણી આપી છે કે જો કોઈ અજાણ્યો વ્યક્તિ સોશિયલ મીડિયા પર મિત્રતા કર્યા પછી પૈસા માંગે તો સાવધ રહો. પોલીસ અધિકારીએ કહ્યું- “જો કોઈ વ્યક્તિ, જેને તમે સોશિયલ મીડિયા પર મળ્યા છો, તે તમારી પાસે પૈસા માંગે છે, તો તે છેતરપિંડી હોવાની શક્યતા ખૂબ જ છે. તાત્કાલિક પોલીસને જાણ કરો.” જાપાન વિશ્વનો બીજો સૌથી વૃદ્ધ વસ્તી ધરાવતો દેશ છે. આ જ કારણ છે કે ત્યાં વૃદ્ધોને નિશાન બનાવતા ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. જાપાનની રાષ્ટ્રીય પોલીસ એજન્સી અનુસાર, જાન્યુઆરીથી નવેમ્બર 2024 વચ્ચે રોમાંસ કૌભાંડના 3,326 કેસ નોંધાયા હતા. આ આંકડો 2023 કરતા બમણાથી વધુ છે.
આ પણ વાંચો:
નેપાળમાં ફેસબુક, ઇન્સ્ટા, યુટ્યુબ સહિત ઘણી એપ્સ બંધ, શું છે કારણ? | Social Media Platforms Ban
UP: પુત્રના ગળા પર છરી મૂકી માતાના કપડાં કઢાવી વીડિયો બનાવ્યો, દૂધવાળોએ પછી મહિલાને…









