
- શશિ થરુર ભાજપ નેતાઓ સાથે શું કરી રહ્યા છે?
- થરુર ભાજપ નેતાઓ સાથે દેખાતાં કોંગ્રેસમાં ચિંતા
Shashi Tharoor: ભાજપના સાંસદ બૈજયંત જય પાંડાએ શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર કોંગ્રેસના સાંસદ શશિ થરૂર સાથે ફ્લાઇટમાં મુસાફરી કરતો પોતાનો એક ફોટો શેર કર્યો હતો. આ તસવીર સાથે જય પાંડાએ આપેલું કેપ્શન રમુજી હતું અને આ તસવીર જોત જોતામાં વાઈરલ થઈ ગઈ હતી. જે બાદ લોકોએ તેના પર લખેલા કેપ્શનની મજાક ઉડાવવાનું શરૂ કરી દીધું છે.
My friend & fellow traveler called me mischievous for saying that we seem to be finally travelling in the same direction… pic.twitter.com/JzzpKki1lZ
— Baijayant Jay Panda (@PandaJay) March 21, 2025
થરૂર સાથેનો ફોટો પોસ્ટ કરતા ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જય પાંડાએ કટાક્ષ કર્યો હતો, “મારા મિત્ર અને સહ-મુસાફરે મને તોફાની કહ્યો કારણ કે મેં કહ્યું હતું કે આપણે આખરે એક જ દિશામાં મુસાફરી કરી રહ્યા છીએ.”
શશિ થરૂરનો જવાબ વાયરલ થયો
પોસ્ટનો જવાબ આપતા શશિ થરૂરે લખ્યું, ‘હું ફક્ત ભુવનેશ્વરની મુસાફરી કરી રહ્યો છું. હું કાલે સવારે કલિંગા લિટફેસ્ટને સંબોધિત કરવાનો છું અને તરત જ પાછો આવીશ. શશિ થરૂરનો આ જવાબ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મિડિયામાં એક્ટિવ લોકોએ તેના પર પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું, ‘પવનની દિશા કદાચ બદલાઈ રહી છે.’ જ્યારે બીજા એક યુઝરે લખ્યું, ‘મને દિવાલ પર માખી બનીને તેમની વાતચીત સાંભળવાનું ગમ્યું હોત.’
પિયુષ ગોયલ સાથે પણ થરુરનો ફોટો
Good to exchange words with Jonathan Reynolds, Britain’s Secretary of State for Business and Trade, in the company of his Indian counterpart, Commerce & Industry Minister @PiyushGoyal. The long-stalled FTA negotiations have been revived, which is most welcome pic.twitter.com/VmCxEOkzc2
— Shashi Tharoor (@ShashiTharoor) February 25, 2025
આ તસવીર સોશિયલ મીડિયા પર લોકોના મનમાં જિજ્ઞાસા પેદા કરી રહી છે. ઘણા ઇન્ટરનેટ વપરાશકર્તાઓ માને છે કે બંને શશિ થરુર અને ભાજપ વચ્ચે ચોક્કસપણે કંઈક ચાલી રહ્યું છે. શશિ થરૂરનો ભાજપ તરફી મૂડ જોવા મળી રહ્યો છે. ગયા મહિને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ સાથેનો તેમનો એક ફોટો વાયરલ થયો હતો, જેના પછી કોંગ્રેસમાં તેમના ભવિષ્ય પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
પિયુષ ગોયલ સાથેની એક તસવીર શેર કરતા થરૂરે લખ્યું, ‘ભારતીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલની હાજરીમાં યુકેના વેપાર અને વ્યાપાર સચિવ જોનાથન રેનોલ્ડ્સ સાથે વાતચીત કરીને આનંદ થયો.’ લાંબા સમયથી અટકેલી FTA વાટાઘાટો ફરી શરૂ થઈ છે, જે ખૂબ જ આવકાર્ય છે.
આ પણ વાંચોઃ ખંભાતનો દરિયો વધી રહ્યો છે આગળ, માટીની ભેખડો ધસી, કેમ આવું થઈ રહ્યું છે અને શું અસર થશે? |Gulf of Khambhat
આ પણ વાંચોઃ dwarka: જામ ખંભાળિયાનાં 16 વર્ષીય સગીરની હત્યા કેસમાં મિત્રની ધરપકડ
આ પણ વાંચોઃ આજથી વધુ ગરમી પડશે, તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થશે | Gujarat Weather
આ પણ વાંચોઃ Rajkot Crime: આરોપી ભૂવાએ મહિલાના મોતનો દોષ માતાપિતા પર નાખ્યો, વાંચો વધુ