Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

  • India
  • June 16, 2025
  • 0 Comments
  • ‘બોયફ્રેન્ડે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો’
  • બોયફ્રેન્ડે જ હત્યા કર્યાના આક્ષેપ
  • હત્યારાનું પગેરું મેળવવાના પોલીસના પ્રયાસ

Sheetal Simmi Chaudhary Murder Mystery: આજે 16 જૂને હરિયાણાની ઉભરતી મ્યુઝિક વિડિયો કલાકાર અને મોડેલ શીતલ ઉર્ફે સિમ્મી ચૌધરીના મૃત્યુએ તેના ચાહકોને ચોંકાવી દીધા છે. બોયફ્રેન્ડ સાથે શૂટિંગ માટે ઘરેથી નીકળેલી શીતલનો મૃતદેહ બે દિવસ પછી એક નહેરમાંથી મળી આવ્યો છે.  તેના ગળા પર ઊંડા કાપના નિશાન હતા, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે તેની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી છે. તેના શરીરની ઓળખ તેના હાથ પરના ટેટૂથી થઈ હતી. હવે પ્રશ્ન એ છે કે શું આ મૃત્યુ માત્ર એક અકસ્માત હતો કે હત્યાનું કાવતરું?, પોલીસે તમામ પાસાઓની તપાસમાં લાગી છે.

યુવતી રહસ્યમય રીતે ગુમ થઈ હતી

Image

પાણીપતની 23 વર્ષીય મોડેલ શીતલ હરિયાણવી મ્યુઝિક વીડિયોમાં કામ કરતી હતી. લોકો તેને સિમ્મી ચૌધરી તરીકે ઓળખાવતી હતી. તે 14 જૂને અહર ગામમાં શૂટિંગ માટે ગઈ હતી પરંતુ ઘરે પાછી ફરી ન હતી. મોડી સાંજ સુધી તેનો કોઈ સંપર્ક થયો ન હતો. ત્યારબાદ તેના પરિવારના સભ્યોએ પાણીપતના માટલૌડા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. શીતલ ઉર્ફે સિમ્મી હરિયાણવી સંગીત ઉદ્યોગમાં એક ઉભરતી મોડેલ હતી.

પોલીસની શોધખોળ

પરિવારની ફરિયાદ પર પોલીસે તાત્કાલિક ગુમ નોંધ કેસ દાખલ  કરી તપાસ હાથ ધરી હતી.  પરિવારના સભ્યોએ જણાવ્યું કે શીતલ લાંબા સમયથી સોશિયલ મીડિયા પર સક્રિય હતી, પરંતુ 14 જૂન પછી તેનો કોઈ સંપર્ક થયો ન હતો. તેમજ તેની કોઈ પોસ્ટ પણ જોવા મળી ન હતી.

ગળું કાપીને હત્યા

બે દિવાસ બાદ આજે 16 જૂનના રોજ સોનીપત જિલ્લાના ખારખોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રિલાયન્સ કેનાલમાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહની સ્થિતિ જોતાં સ્પષ્ટ થયું હતું કે યુવતીનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી અને લાશને કેનાલમાં ફેંકી દેવામાં આવી હતી.

શરૂઆતમાં છોકરીના મૃતદેહની ઓળખ થઈ શકી ન હતી, પરંતુ તેના કાંડા અને છાતી પરના ટેટૂઝ દ્વારા તેની ઓળખ થઈ હતી. શીતલની બહેને તેના મૃતદેહને જોતાંની સાથે જ તેને ઓળખી લીધો. શીતલના મૃત્યુની જાણ થતાં જ પરિવારના સભ્યોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

પોલીસે હત્યાની પુષ્ટિ કરી

સોનીપત પોલીસે ડીએસપી રાજબીર સિંહને ટાંકીને જણાવ્યું હતું કે છોકરીના ગળા પર ઊંડા ઘા છે, તેથી તે સ્પષ્ટપણે હત્યાનો મામલો છે, અકસ્માત નહીં. પોલીસે જણાવ્યું હતું કે છોકરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.

આ કેસની તપાસ કરી રહેલી પોલીસનું કહેવું છે કે શીતલની હત્યા આયોજનપૂર્વક લાગે છે કારણ કે હત્યા બીજે ક્યાંક કરવામાં આવી હતી અને હત્યા બાદ લાશને નહેરમાં ફેંકી દેવામાં આવી હતી. શીતલનો મૃતદેહ જ્યાંથી મળ્યો હતો તે સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ અને મોબાઇલ લોકેશન ડેટાની તપાસ કરવામાં આવી રહી છે.

બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગઈ હતી

યુવતીનો બોયફ્રેન્ડ

એવું કહેવામાં આવી રહ્યું છે કે શીતલ અને તેનો બોયફ્રેન્ડ જે કારમાં શૂટિંગ માટે ગયા હતા તે પાણીપતની નહેરમાંથી મળી આવી છે. શીતલનો બોયફ્રેન્ડ સુનીલ ઘાયલ હાલતમાં પાણીપતની એક હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે શીતલનો મૃતદેહ સોનીપતમાં મળી આવ્યો હતો. તેથી બે જિલ્લાની પોલીસ હવે આ રહસ્ય ઉકેલવામાં રોકાયેલી છે. પોલીસનું કહેવું છે કે તે દિવસે શીતલ તેના બોયફ્રેન્ડ સુનીલ સાથે કારમાં હતી. પોલીસને કાર નહેરમાં પડી હોવાની માહિતી મળી હતી.

પરિવારને બોયફ્રેન્ડ પર જ શંકા

શીતલના પરિવારનો આરોપ છે કે આ હત્યામાં સુનિલનો હાથ હોઈ શકે છે. શીતલની બહેને જણાવ્યું હતું કે વીડિયો કોલમાં શીતલએ કહ્યું હતું કે તેનો બોયફ્રેન્ડ તેની સાથે બળજબરી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.

પોલીસે તપાસના ચક્ર ગતિમાન કર્યા

આ મામલો હરિયાણાના બે જિલ્લામાં ફસાયેલો છે. તેથી પાણીપત-સોનીપત પોલીસે આ મામલાની સંપૂર્ણ તપાસ કરવા માટે એક સંયુક્ત ટીમની રચના કરી છે. બંને જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં કેસ નોંધાયા છે અને આ હત્યા કેસની તપાસ દરેક એંગલથી ચાલી રહી છે.

હત્યાના રહસ્યને ઉકેલવાનો પ્રયાસ 

બંને જિલ્લાની પોલીસ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું ખરેખર શીતલનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી? શું હત્યા પછી તેનો મૃતદેહ નહેરમાં ફેંકી દેવામાં આવ્યો હતો? શું કાર અકસ્માત, અકસ્માત હતો કે પછી કાવતરાના ભાગ રૂપે કાર નહેરમાં ફેંકી દેવામાં આવી હતી?

મોબાઇલ અને સીસીટીવીની તપાસ

પોલીસ આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.  જેથી આ મામલાના તળિયે પહોંચી શકાય. જેના કારણે શીતલ અને સુનીલના મોબાઇલ કોલ રેકોર્ડ, લોકેશન ડેટા, સોશિયલ મીડિયા ટ્રાફિક અને કેનાલ તરફ જતા રસ્તાઓ પર લગાવવામાં આવેલા તમામ સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસને આશા છે કે ટૂંક સમયમાં હત્યાનું કારણ અને આરોપીઓ જાણી શકાશે.

આ પણ વાંચો:

બોયફ્રેન્ડને ગર્લફ્રેન્ડે આપ્યો ચકમો, 5 મિલિયન લોટરીનો જેકપોટ લઈ નવા પ્રેમી સાથે ફરાર |  Canada

UP: બોયફ્રેન્ડને મોજમાં રાખવા ગર્લફ્રેન્ડ બની ચોર!, આ રીતે બાઈક સાથે પકડાયા?

સૌરભનું કાપેલું માથુ લઈ મુસ્કાન બોયફ્રેન્ડ સાથે સૂઈ રહી, મેરઠ હત્યાકાંડનું ભયાનક સત્ય | Saurabh murder case

Bhavnagar: પ્રેમલગ્નનો કરુણ અંજામ, પતિએ પત્નીને છરીના 14 ઘા માર્યા

India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

India Census: 2027 માં વસ્તી ગણતરી થશે, જાતિગત વસ્તીગણતરીનો કોઈ ઉલ્લેખ નહીં

India Census: ભારતમાં વસ્તીગણતરીની તારીખ જાહેર, આ તારીખથી થશે ગણતરી ચાલુ!

Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

Mahesh Jirawala missing: મહેશ જીરાવાલા કોણ છે? જે વિમાન ક્રેશની ઘટના બાદ મળ્યા નથી!

Surat Airport: સુરતમાં ગટર પરથી વિમાન ઉડે છે, પછી શું થાય!

Ahmedabad plane crash: બીજું બ્લેક બોક્સ મળ્યું, તપાસ સમિતિની પ્રથમ બેઠક આજે

 

 

Related Posts

UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…
  • October 27, 2025

UP Crime: ઉત્તર પ્રદેશમાં આવેલા લખનૌના ગોમતી નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે યુવાનોએ 14 વર્ષની એક છોકરીનું સ્કૂટી પર બળજબરીથી અપહરણ કર્યું હતુ. જ્યારે તેણે સામનો તો છરી બતાવી મારી…

Continue reading
UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ
  • October 27, 2025

UP:  દારૂડિયા ગમે ત્યાં હોય પણ જ્યાં હોય ત્યાંથી દારૂ મેળવી લેતા હોય છે પછી ભલેને સિચ્યુએશન ગમેતે હોય,પણ દારૂનો જુગાડ કરીજ નાખતા હોય છે કઈક આવોજ એક વિડીયો સોશ્યલ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…

  • October 27, 2025
  • 9 views
UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…

UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ

  • October 27, 2025
  • 4 views
UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ

ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

  • October 27, 2025
  • 6 views
ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ, 9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

  • October 27, 2025
  • 16 views
Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ,  9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

  • October 27, 2025
  • 10 views
Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

LIC Exposure to Adani: અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા? 68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

  • October 27, 2025
  • 23 views
LIC Exposure to Adani:  અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા?  68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?