
સુરતમાં પોલીસ ભરતી માટે તૈયારી કરી રહેલા યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે. દોડતી વખતે મોત થયું છે. વાલિયામાં SRP ગ્રુપ 10માં કોન્સ્ટેબલ હતો અને PSI બનવા 5 કિલોમીટરની દોડ લગાવતા મેદાનમાં ઢળી પડ્યો હતો. મૃતક તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચીખલવાવ ગામનો વતની છે.
સુરત જિલ્લાના વાવ ખાતે આજે સવારે એક કરુણ ઘટના સામે આવી છે. પોલીસ સબ ઈન્સપેક્ટર અને લોકરક્ષક કેડરની ભરતી પરીક્ષા દરમિયાન એક ઉમેદવારનું હાર્ટ એટેકથી મોત થયું છે.
આ પણ વાંચોઃ ARVALLIમાં ભયંકર અકસ્માત, બાઈકચાલકનું ઘટના સ્થળે જ મોત, એક ગંભીર, જુઓ VIDEO
વાલીયા SRP દળ જૂથ-10માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા 36 વર્ષીય સંજયકુમાર રસીકભાઈ ગામીત PSIની ભરતી પરીક્ષામાં બનવા દોડ લગાવી રહ્યા હતા. ત્યારે મેદનામાં ઢળી પડ્યા હતા. ડૉ. ચિરાગ કટારિયાએ તાત્કાલિક CPR, ઓક્સિજન અને દવાની પ્રાથમિક સારવાર આપી, પરંતુ સ્થિતિ ગંભીર જણાતા 108 એમ્બ્યુલન્સ મારફતે સવારે 5:05 વાગ્યે દીનબંધુ હોસ્પિટલ, ખોલવડ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડૉક્ટરોએ સવારે 5:30 વાગ્યે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતદેહને વધુ કાર્યવાહી માટે સીએચસી હોસ્પિટલ કામરેજ ખાતે ખસેડવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ RAJKOT: વિદ્યાર્થીને આચાર્યએ ફડાકા ઝીંક્યા, જેતપુર સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલમાં બની ઘટના