Surat AAP protest: સુરતને અસામાજિક તત્વોનો અડ્ડો બનતાં રોકવા AAPની માંગ, કમિશ્નરને આવેદન

  • ઢીલ કે શરમ રાખ્યા વગર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે
  • મહાત્મા ગાંધીના ગુજરાતમાં કહેવાતી દારૂબંધી માત્ર કાગળ પર
  • અન્ય રાજ્યોમાંથી લાઈસન્સ મેળવી બંદૂકો રાખવા અંગે પ્રશ્નો

Surat AAP protest:  તાજેતરમાં સુરતના કોપોદ્રામાં એક બાળ રત્નકલાકારની શેરીમાં બેસી રહેતાં શખ્સે હત્યા કરી નાખી. માત્ર દારુ પીવા પૈસા ન આપવા જેવી બાબતે બાળકની હત્યા કરી નાખતાં સુરતમાં ખળભળાટ મચી ગયો છે. સુરતમાં જ રાજય ગૃહમંત્રી હર્ષ સંઘવી રહે છે. તેમ છતાં તેમના જ વિસ્તારમાં તેમનો ડર નથી. તો અન્ય જીલ્લાઓની શું હાલત થતી હશે. ત્યારે હવે સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી જતાં રાજકકીય ઉહાપોહ મચ્યો છે. AAP પાર્ટી કમિશ્નરને આવેદન આપી હત્યારાને ફાંસી આપવા માંગ કરી છે.

સુરત શહેરમાં કાયદો વ્યવસ્થાની કથળેલી સ્થિતિ બાબતે સુરત આમ આદમી પાર્ટીએ પો. કમિશ્નરને આજે આવેદન પત્ર આપ્યું છે. આવેદન આપતાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ ઈટાલીયાએ જણાવ્યું હતું કે, ભારે દુઃખની વાત છે ડૉ.બાબાસાહેબ આંબેડકરની 134 મી જન્મ જયંતિના દિવસે જ આપણા શહેરમાં કાપોદ્રા વિસ્તારમાં બનેલી ઘટનાએ આખા શહેરમાં ચકચાર મચાવી દીધો છે , ત્યારે સવાલ એ થાય છે કે આ આખી ઘટના બનવા પાછળ જવાબદાર કોણ છે? દારૂના નશામાં ધૂત અસામાજિક તત્વો આવી ઘટનાને અંજામ આપે છે, એનો અર્થ એવો થયો કે મહાત્મા ગાંધીના ગુજરાતમાં કહેવાતી દારૂબંધી માત્ર કાયદા – કાગળ સુધી જ સિમિત છે, સુરત શહેરના કયા વિસ્તારોમાં દારૂ નથી મળતો?

ગોપાલભાઈ ઈટાલીયાએ વધુમાં જણાવ્યું હતું કે, દારૂની સાથે સાથે સુરત શહેરમાં ડ્રગ્સે પણ માઝા મૂકી છે ત્યારે આમ આદમી પાર્ટી સુરત શહેરના સજ્જન નાગરિકો વતી પોલીસ કમિશ્નરને ખાસ વિનંતી કરે છે કે આવી જઘન્ય ઘટનાઓ રોકવા માટે સ્પેશ્યલ આયોજન કરવામાં આવે, એવું આયોજન કે જે જમીનીસ્તર પર સાચા અર્થમાં લાગુ થાય, સુરત શહેરમાં દારૂ અને ડ્રગ્સના કારોબારને સંપૂર્ણ નષ્ટ કરવામાં આવે.

આ ઘટનામાં જે આરોપી પકડાયો છે એના ઉપર કાયદાકીય રાહે સખ્ત પગલાંઓ લેવામાં આવે. પરિવારના લોકોની માંગ છે કે હત્યારાને ફાંસીની સજા આપવામાં આવે. જે માટે કાયદાકીય રાહે સંપૂર્ણ કડકાઈ સાથે ક્યાંય પણ ઢીલ કે શેહ શરમ રાખ્યા વગર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. જ્યાં હત્યાની જઘન્ય ઘટના બની છે ત્યાં તે જ વિસ્તારમાં દારૂના અડ્ડાઓ ચાલે છે એવી માહિતી મળી છે, આ દારૂના અડ્ડાઓ કોની મહેરબાનીથી ચાલે છે ? અને આ સિવાય પણ કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના અડ્ડાઓ ક્યાં ક્યાં ચાલે છે એની તપાસ કરવામાં આવે અને આની પાછળ જેમની મહેરબાની હોય એમના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ આમ આદમી પાર્ટી કરે છે. વિશેષમાં ઘણા સમાચાર પત્રોના માધ્યમથી જાણવા મળ્યું છે કે સુરત શહેરમાં રહેતા લોકોએ અન્ય રાજ્યોથી લાગવગ કરીને પોતાની વગનો દુરુપયોગ કરીને હથિયારના લાયસન્સ મેળવ્યા છે, કાયદાકીય રાહે આ બાબતે સઘન તપાસ કરીને સુરતને અન્ય રાજ્યોથી લાગવગ કરી છે.

આ પણ વાંચો:

Bihar: 4 બાળકો સહિત 5 જીવતાં સળગ્યા, 15 ગુમ, મુઝફ્ફરપુરની ઝૂંપડપટ્ટીમાંઆગ

Kheda: નિર્દય દિકરાએ વૃધ્ધ માતાને ધારિયાથી રહેંસી નાખી, હત્યારો વિધવા પુત્રવધૂને હેરાન કરતો, વાંચો શું થયું?

Rajkot માં ગમખ્વાર અકસ્માત, 4ના કરુણ મોત, 2 ગંભીર, પરિવારોનો હોબાળો

Vadodara: જામનગરમાં જતાં સસલા, ઉંદરને વડોદરા રેલવે સ્ટેશનથી બચાવ્યા, વનતારામાં શું ઉપયોગ?

Urdu: ઉર્દૂ ભાષાનો ઉપયોગ લોકોને વિભાજિત કરવા માટે ન કરવો જોઈએ, ઉર્દૂ સંસ્કૃતિનો હિસ્સો: કોર્ટ

 

 

Related Posts

Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?
  • August 7, 2025

Bhavnagar: ભાજપના નેતાએ જ ‘BJP હટાવો દેશ બચાવો’ લખાણ ફેસબૂક પર પોસ્ટ કરતાં ખળભળાટ મચ્યો છે. આ મામલે ભાજપ નેતા યોગેશભાઈ બદાણીએ ખૂલાસો કર્યો છે. જાણો તેમણે શું કહ્યું? ભાવનગર…

Continue reading
High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!
  • August 7, 2025

High Court: ગુજરાત હાઇકોર્ટમાં એક જૂની અપીલના કેસમાં ચોંકાવનારો ઘટનાક્રમ સામે આવ્યો છે, જેમાં ખેડા પોલીસ અને સરકારી વકીલની કચેરી વચ્ચેના સંકલનના અભાવે ન્યાયિક પ્રક્રિયાને ગંભીર રીતે અસર કરી છે. આ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?

  • August 7, 2025
  • 1 views
Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?

Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?

  • August 7, 2025
  • 49 views
Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?

Udaipur Files:’સર તને જુદા’નો ડાયલોગ અને કન્હૈયાલાલની જીંદગી ખતમ, સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ નું નવું ટ્રેલર રિલીઝ

  • August 7, 2025
  • 12 views
Udaipur Files:’સર તને જુદા’નો ડાયલોગ અને કન્હૈયાલાલની જીંદગી ખતમ, સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ નું નવું ટ્રેલર રિલીઝ

Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું

  • August 7, 2025
  • 13 views
Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું

High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!

  • August 7, 2025
  • 30 views
High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!

Pakistan News: પાકિસ્તાનમાં દર છઠ્ઠો વ્યક્તિ ભિખારી! ભીખ માંગવાનું નેટવર્ક વિદેશમાં ફેલાયું, અધધ કમાણી

  • August 7, 2025
  • 14 views
Pakistan News: પાકિસ્તાનમાં દર છઠ્ઠો વ્યક્તિ ભિખારી! ભીખ માંગવાનું નેટવર્ક વિદેશમાં ફેલાયું, અધધ કમાણી