
Surat Fire 2025: સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં 25 ફેબ્રુઆરીથી લાગેલી આગ 27 ફેબ્રુાઆરી બપોર સુધી કાબૂમાં લેવામાં આવી હતી. બે દિવસ સુધી લાગતી રહેલી આગમાં વેપારીઓને કોરોડનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ આગ પર કાબુ લેવા માટે 40થી વધુ ફાયર ફાઇટર્સે 40 લાખ લિટર સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
ત્યારે આજે આગ કાબૂમાં આવ્યા બાદ વેપારીઓ માર્કેટમાં પહોંચ્યા છે. જ્યા જઈને પોતાની દુકાનોની સ્થિત જોઈ રહ્યા છે. જોકે બે દિવસ સુધી ભભૂકતી રહેલી આગમાં બધુ જ બળીને રાખ થઈ ગયું છે. ત્યારે હવે આ વેપારીઓને સાથે સુરત વરાછા રોડ વિસ્તારના ધારાસભ્ય કિશોર કનાણી આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી વેપારીઓને મદદ કરવા માગ કરી છે.
ધારાસભ્ય કિશોર કનાણીએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે જ દુઃખદ વેદનાથી જણાવવાનું કે, સુરતની શિવશક્તિ ટેક્ષટાઇલ માર્કેટમાં 25મી ફેબ્રુઆરીનાં રોજ સવારે 7 વાગ્યાની આસપાસ આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આ આગે એક વિકરાળ સ્વરૂપ ધારણ કરી દીધું હતું. જે આગ લાગ્યથી 32 ક્લાકે માંડમાંડ કાબૂમાં આવી છે.
800 દુકાનોને ભારે નુકસાન
વિષય : સુરત ખાતે આવેલ શિવશક્તિ ટેક્ષટાઈલ માર્કેટમાં લાગેલી આગની દુર્ઘટનામાં ભોગ બનેલ વેપારીઓ ને સહાય આપવા બાબતે માન. મુખ્યમંત્રીશ્રીને પત્ર દ્વારા રજુઆત કરી લાગણી વ્યક્ત કરેલ. pic.twitter.com/x9QBIwplza
— Kishor Kanani (Kumar) (Modi ka parivar) (@ikumarkanani) February 28, 2025
જેમાં શહેરભરમાંથી 40 લાખ લિટરથી વધુ પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો અને 40 થી વધુ ગાડીઓ દ્વારા 150 જેટલા ફાયર ફાઇટરો સતત પાણીનો મારો કરવામાં આવ્યો છે. આગને કારણે 800 જેટલી દુકાનો ભીષણ આગની ચપેટમાં આવી ગઈ છે. જેમાંથી 450 દુકાનો સંપૂર્ણ બળી ગઈ છે. ધુમાડામાં ગુંગળામણનાં કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
વેપારીઓને વેદનાયમ રીતે રડતાં જાયા: ધારાસભ્ય
કિશોર કનાણીએ પત્રમાં વેપારીઓની વેદનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે આ દુકાનોનાં 800 જેટલા પરિવારો પણ અચાનક આભ તૂટી પડ્યું છે. અસરગ્રસ્ત વેપારીઓને ખુબ જ દુ:ખી અને વેદનામય રીતે રડતા જોયા છે. કેટલાક વેપારીઓની જિંદગીભરની કમાણી આગમાં ખાખ થઇ રોડ ઉપર આવી જવાય તેવી પરિસ્થિતી નિર્માણ થઈ છે. દિવસ-રાત્ર ચાલેલ આ ભયાવહ આગમાં નાના-મોટા વેપારીઓને કરોડો રૂપિયાનું નુક્શાન થયું છે. તે વેપારીઓ માનસિક તેમજ આર્થિક રીતે તૂટી ગયા છે. હજારો લોકોને રોજીરોટી આપતી આ સુરતની શિવશક્તિ ટેક્ષટાઇલ માર્કેટનાં વેપારીઓની રોજીરોટી છીનવાઇ ગઇ છે.
વેપારીઓને સરકાર પાસે મદદની અપેક્ષા
જેમ નાનું બાળક મુશ્કેલીમાં પ્રથમ માતા-પિતાને યાદ કરે તેમ આ અસરગ્રસ્ત વેપારીઓને સરકાર પાસે મદદની અપેક્ષા રાખી બેઠા છે. તેઓ ફરીથી વેપાર ધંધામાં ઉભા થાય અને શહેરની પ્રગતિમાં હિસ્સો બને તે માટે તેઓને પગભર કરવા આપણી સરકાર કટિબદ્ધ રહે તેવી અપેક્ષાએ સાથે સરકાર દ્વારા મદદ કરવામાં આવે તેવી મારી વિનંતી છે.
આ પણ વાંચોઃ Surat Fire: અગ્નિકાંડે વેપારીઓને રડાવ્યા, જોયેલા સપ્નાઓ ચકનાચૂર, જુઓ શુ થઈ છે સ્થિતિ?
આ પણ વાંચોઃ Ambaji: અંબાજીમાં રોપ વે 6 દિવસ બંધ, પગથિયા ચઢીને જવું પડશે
આ પણ વાંચોઃ DWARKA: શિવલિંગ ચોરો ઝડપાયા, યુવતીને સ્વપ્ન આવતાં 7 શખ્સો શિવલિંગને હિંમતનગર ઉઠાવી ગયા!