
Surat News: શેલ કંપનીએ રૂ. 22 હજાર કરોડના પોતાના પ્રોજેક્ટના વિસ્તરણ અંગે લોકસુનાણી સુરત કલેક્ટર દ્વારા રાખવામાં આવી હતી. જેમાં હજીરા આસપાસના 14 ગામ અંગે ભારે આક્રોશ વ્યક્ત કરાયો હતો. હજીરા વિસ્તારમાં શેલ કંપનીની સ્થાપન થયા બાદથી સ્થાનિક પર્યાવરણની જાળવણી માટે લેવાયેલા પગલાંની વિગતો માંગી હતી. પર્યાવરણની જાળવણી માટે કંપની દ્વારા આજદિન સુધી કરવામાં આવેલા ખર્ચની આંકડાકીય માહિતી આપવાની માંગણી કરાઈ હતી.
ચેરના જંગલો સાફ થઈ ગયા છે. જંગલ ઓછું થઈ ગયું છે. કાયદા મુજબ શેલ કંપની દ્વારા 33 ટકા જેટલા વિસ્તારમાં વૃક્ષારોપણ કરવું ફરજિયાત છે. જે કંપની દ્વારા કરવામાં આવેલ નથી. જે કરાવવામાં આવે અને ત્યારબાદ જ પર્યાવરણીય સંમતિ પત્રક આપવામાં આવે.
સ્થાનિકોને કંપનીમાંથી બહાર કાઢવાનો પ્રયાસ
કંપનીમાં સ્થાનિક લોકોને કોન્ટ્રાક્ટ પર નોકરીમાં લેવામાં આવે છે પરંતુ કોન્ટ્રાક્ટમાંથી તેમને ધીરેધીરે બહાર કાઢી મૂકવાની આવે છે. ટેકનિકલ લોકોની કાયમી ભરતી કરવામાં આવે. કોન્ટ્રાક્ટ મોટા ભાગે બહારના વ્યક્તિઓને આપવામાં આવે છે. જેના કારણે સ્થાનિક લોકોને રોજગારી મળતી નથી.
ઈઆઈએ રીપોર્ટમાં કંપનીના વિસ્તૃતિકરણને કારણે સ્થાનિક પર્યાવરણ, માછીમારો, સ્થાનિક લોકોને થયેલ નુકશાન વિષે કોઈ ઉલ્લેખ નથી તથા આજદિન સુધી નુકશાનની કોઈ ભરપાઈ અંગેની કોઈ પણ માહિતી આપેલ નથી. આ બાબતની ચકાસણી પર્યાવરણ મંત્રાલય અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કરાવવામાં આવે અને ત્યારબાદ જ પર્યાવરણીય સંમતિ પત્રક આપવા આવે.
પ્રદુષણ ઓકતાં 11 ઉદ્યોગોને સીલ
બંદર પરથી કોલસાના યોગ્ય રીતે હેરફેર થવાના કારણે કોલસાના રજકણો રસ્તા પર તેમજ લોકોના ઘરો પર જોવા મળે છે. કંપનીમાંથી આવતા તમામ વાહનો પર યોગ્ય આવરણ લગવામાં આવતું નથી. હવા પ્રદૂષણ વધી રહ્યું છે. ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ ઉઠાવીને હજીરાના ગામોમાં જ આ વેસ્ટ ઠાલવીને પ્રદુષણનું નવુ સરનામુ આપી રહ્યા છે. હાઇકોર્ટમાં ફરિયાદ કર્યા બાદ સુરત જિલ્લા કલેકટર અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ગત અઠવાડિયામાં પ્રદુષણ ઓકતાં 11 ઉદ્યોગોને સીલ માર્યા હતા. જે ફરી ચાલું થઈ ગયા છે. હજીરા પટ્ટીની એનટીપીસી સામે, મોરા, દામકા, જુનાગામ, ભાસ્ટા રોડ, વાસંવા અને તેનામાં છ જગ્યાએ ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ સંગ્રહ કરીને પ્રદુષણ ફેલાવી રહ્યા છે.
હજીરા વિસ્તારમાં કંપનીઓ આવવાના કારણે હજીરા તેમજ આજબાજુના ગામોમાં પ્રદૂષણ વધી ગયું છે જેના કારણે લોકોના આરોગ્યને વધતાં ઓછા અંશે નુકશાન થયું છે. જે બાબતને ધ્યાને લઈ સીએસઆર પ્રવુતિની હેઠળ એક હોસ્પિટલ હજીરા વિસ્તારમાં બનાવવા આવે એવી સ્થાનિક લોકો વતી અમારી માંગ છે.
આર્થિક રીતે પછાત એવા હજીરા વિસ્તારના પગડિયા માછીમારો દરિયામાં માછીમારી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા પરંતુ પ્રદૂષણના કારણે દરિયામાં માછલીની માત્રા નહિવત થઈ ગઈ છે. તેમની આજીવિકાને નુકશાન થયેલ છે.
ગ્રામજનોના માટા આક્ષેપ
મહાકાય કંપનીઓ જ નહીં ખુદ ગ્રામજનો હવે ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટનો જથ્થો સંગ્રહ કરીને પ્રદુષણ ફેલાવવામાં આગળ આવી રહ્યા હોવાના ગ્રામજનો દ્વારા આક્ષેપ થયા બાદ ફકત જીપીસીબી દ્વારા એકમો સીલ મારવાની જ નહીં, પરંતુ આ ધમધમતા એકમોની માલિકી કોની છે. તેના ભાગીદારો કોણ છે. કોણ ઇન્ડસ્ટ્રીલ વેસ્ટ અપાવવામાં મદદગાર બની રહ્યુ છે. આ બધી જ તપાસ પોલીસ કે જિલ્લા કલેકટર દ્વારા કરવી જોઇએ. આ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ બનાવવાની સ્થાનિકો દ્વારા માંગ થઇ રહી છે.
આ પણ વાંચોઃ Gujarat: અભય ચુડાસમા બાદ વધુ એક પોલીસકર્મીનું રાજીનામું, જાણો કોણે આપ્યું રાજીનામું!