
Surat: સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી પાર્ક પેવેલિયન હોટેલમાં ચાલતા હાઈ-પ્રોફાઈલ સેક્સ રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આ રેડ દરમિયાન 13 વિદેશી મહિલાઓ સહિત કુલ 22 લોકોની ધરપકડ કરાઈ છે, જ્યારે અન્ય વોન્ટેડ આરોપીઓની શોધખોળ ચાલુ છે. આ ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી દીધી છે, કારણ કે આ રેકેટ વોટ્સએપથી ચાલતું હતું અને તેમાં વિદેશી મહિલાઓનો સમાવેશ હતો.
બાતમીના આધારે પોલીસની રેડ
પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે જહાંગીરાબાદ કેનાલ રોડ પર આવેલા વાસુ પૂજ્ય ઈન્ફ્રા બિલ્ડિંગના ચોથા માળે સ્થિત પાર્ક પેવેલિયન હોટેલમાં ગેરકાયદેસર દેહવ્યાપાર ચાલી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી. રેડ દરમિયાન, જ્યારે પોલીસ ટીમ હોટેલના ચોથા માળે પહોંચી, ત્યાં લાકડાનો દરવાજો બંધ હાલતમાં હતો. પોલીસે દરવાજો ખખડાવ્યો, પરંતુ અંદરથી કોઈ પ્રતિસાદ ન મળતાં દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશ કર્યો.
અંદર પ્રવેશતાં જ પોલીસને એક હોલ મળ્યો, જ્યાં કાઉન્ટર ટેબલ અને ખુરશીઓ મૂકેલી હતી. કાઉન્ટરની ડાબી બાજુના પેસેજમાંથી આગળ વધતાં રૂમ નંબર 403માં 7 લોકો હાજર મળી આવ્યા. પોલીસે પોતાનો પરિચય આપતાં એક વ્યક્તિએ પોતાનું નામ રૂપેશ ઉર્ફે મેક્સી રમેશ મિશ્રા જણાવ્યું, જે હોટેલના મેનેજર તરીકે કામ કરતો હતો. પૂછપરછ દરમિયાન રૂપેશે કબૂલ્યું કે તે ગ્રાહકો પાસેથી પૈસા લઈને યુવતીઓને શરીર સુખ માણવા મોકલતો હતો.
રેકેટનો મુખ્ય સંચાલક વિજય મોહન કસ્તુરે
પોલીસની તપાસમાં ખુલાસો થયો કે આ રેકેટનો મુખ્ય સંચાલક વિજય મોહન કસ્તુરે હતો, જે હોટેલના ખર્ચા અને કર્મચારીઓના પગારનું સંચાલન કરતો હતો. રેકેટનું સંચાલન વોટ્સએપના માધ્યમથી થતું હતું, જેમાં ગ્રાહકો પાસેથી ઓનલાઈન પેમેન્ટ યોગેશ દિલીપભાઈ તાલેકર નામના વ્યક્તિના બેંક ખાતામાં લેવામાં આવતું હતું. આ ઉપરાંત, અશોકમામા નામનો ડ્રાઈવર મહિલાઓને લાવવા-લઈ જવાનું કામ કરતો હતો.
રૂપેશ મિશ્રાએ પોલીસને જણાવ્યું કે ગ્રાહકો પાસેથી એક વખતના શરીર સુખ માટે 3500 થી 5000 રૂપિયા લેવામાં આવતા હતા. આ રકમમાંથી 2000 રૂપિયા કમિશન તરીકે વિજય કસ્તુરે રાખતો હતો, જ્યારે થાઈલેન્ડની મહિલાઓને 1500 રૂપિયા ચૂકવવામાં આવતા હતા. રેડ દરમિયાન રૂમ નંબર 407માંથી 9 વિદેશી મહિલાઓ મળી, અને કુલ 13 મહિલાઓની ધરપકડ કરવામાં આવી.
પોલીસે આ મામલે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956ની કલમ 3, 4, 5, 7 અને ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 144(2) અને 54 હેઠળ ગુનો નોંધ્યો છે. હોટેલના સંચાલકો અને ગ્રાહકો સહિત કુલ 9 પુરુષોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં રૂપેશ મિશ્રા, સંજય હિંગડે, રાહુલ સોલંકી અને બિપીન ઉર્ફે બંટી બાબરીયાનો સમાવેશ થાય છે. 13 વિદેશી મહિલાઓને વધુ પૂછપરછ માટે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે.
પોલીસ હાલ વોન્ટેડ આરોપી વિજય મોહન કસ્તુરે, યોગેશ તાલેકર અને અશોકમામાની શોધખોળ કરી રહી છે. આ રેકેટના અન્ય સંભવિત કડીઓ અને તેના નેટવર્કની તપાસ માટે પોલીસે ખાસ ટીમ રચી છે. આ ઘટનાએ સુરતમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહીની જરૂરિયાતને ઉજાગર કરી છે.
આ પણ વાંચો:
આણંદ જીલ્લામાંથી સ્પાની આડમાં ચાલતું દેહવિક્રિયનું રેકેટ ઝડપાયું, સંચાલક સહિત બેની ધરપકડ
MP સરકારે લીધેલી 1200 ગાડીમાં મોટો ગોટાળો!, માત્ર એક ગાડી 1.25 કરોડમાં ખરીદી!, જુઓ
Lok Sabha: સરકાર પહેલગામના આતંકીઓને પકડી ના શકી, ગૃહમંત્રી જવાબદારી લે: કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈ









