
Surat Crime: 18 ફેબ્રુઆરીએ સુરતના માંગરોળ તાલુકામાં વાંકલ ગામ નજીથી બે યુવક-યુવતી ગળા કપાયેલી હાલતમાં મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. યુવતીનું ઘટનાસ્થળે મોત થયું હતુ. જ્યારે ગંભીર રીતે ઘાયલ યુવકને હોસ્પિટલમાં ખસેડાયો હતો.
તપાસમાં જાણવા મળ્યું છે કે બંન્ને વચ્ચે પ્રેમ સંબંધ હતો. પ્રેમી સુરેશ જોગીએ પૂછપરછમાં કબૂલ્યું છે કે તેજસ્વી નામની યુવતી સાથે બ્રેકઅપ થતાં ચપ્પાની ઘા મારી હત્યા કરી હતી અને પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેની સ્વર પેટી કપાઈ ગઈ હોવાનું અનુમાન છે, તે હાલ બોલી શકતો નથી. પણ લખાણ લખી હકીકત જણાવી હતી.
મૃતક યુવતીના કરાયા અંતિમ સંસ્કાર
આજે (19 ફેબ્રુઆરી) માંગરોળના બોરિયા ગામે યુવતીના અંતિમસંસ્કાર કરાયા છે. અહીં યુવતીના પરિવાર અને સમાજના આગેવાને જલ્દીમાં જલ્દી આરોપીને સજા આપવા માગ કરી છે. સાથે આ ઘટના અંગે યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચોઃ ICC Ranking: શુભમન ગિલનો બેટિંગનો ચાલ્યો જાદુ; બન્યો વિશ્વનો નંબર 1 બેટ્સમેન
આ પણ વાંચોઃ Kheda: કનેરા ગામે દારુના કટિંગ સમયે SMC ત્રાટકી, લાખોના દારુ સાથે 8ની ધરપકડ, સ્થાનિક પોલીસ ભર ઊંઘમાં
આ પણ વાંચોઃ Rajkot: દારુનો મોટો જથ્થો પકડાયા પછી ભાયાવદરના PI સહિત 3 પોલીસ સસ્પેન્ડ