
Surat: સુરતના શિક્ષણક્ષેત્રેથી એક અચરજ પમાડો કિસ્સો સામે આવ્યો છે. પુણા વિસ્તારમાં 23 વર્ષિય શિક્ષિકા તેના 11 વર્ષિય વિદ્યાર્થી સાથે ભાગી જતા ખળભળાટ મચી ગયો છે. શિક્ષિકાએ વિદ્યાર્થી સાથે ભાગતાં પહેલા ટૂર પેકજ પણ બૂક કરાવી લીધું હતુ. હાલ તો વિદ્યાર્થીના પિતાએ શિક્ષિકા વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર સુરતના પૂણા વિસ્તારમાં 23 વર્ષિય શિક્ષકા 11 વર્ષના વિદ્યાર્થીને લઈ ફરાર થઈ ગઈ છે. આ ઘટના ત્યારે બહાર આવી જ્યારે બંને પરિવારના લોકો પોલીસ મથકે પહોંચ્યા હતા.
11 વર્ષીય બાળકના પિતાએ જણાવ્યું હતું કે તેમના પુત્રનું અપહરણ થયું છે. પાંચમા ધોરણમાં અભ્યાસ કરતો તેમનો પુત્રને 25મી એપ્રિલે બપોરે ઘર બહાર રમતો હતો ત્યાંથી ગુમ થઈ ગયો હતો. સીસીટીવી ચેક કરતાં તેમના બાળકને નજીકમાં જ રહેતી અને તેને એકલાને ત્રણ વર્ષથી ટ્યૂશન કરાવતી તથા શાળામાં પણ વર્ગ શિક્ષિકા રહી ચૂકેલી 23 વર્ષીય યુવતી તેને ભગાવી લઈને જતી દેખાઈ હતી.
બાળકને લઈ શિક્ષિકા ટ્રેન દ્વારા ફરાર
પોલીસે વધુ તપાસ કરતાં આ બાળક અને શિક્ષિકા સુરત રેલવે સ્ટેશન ઉપર સાંજે પાંચ વાગ્યે પહોંચે છે. શિક્ષિકા સુરત રેલવે સ્ટેશન પહોંચીને પોતાનો ફોન પણ બંધ કરી દેવાની સાથે બાળક સાથે ટ્રેનમાં બેસી રવાના થઈ જતી દેખાઈ આવી હતી.
બૂક માય ટ્રિપથી આ શિક્ષિકાએ ટૂર બુક કરાવ્યાની ડિટેઇલ પોલીસને મળી હતી. જોકે આ કિસ્સાએ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી દીધી છે. બાજી તરફ આ એક ગુરુને લાચ્છન લગાતો કિસ્સો છે.
આ પણ વાંચોઃ
Gondal: કથીરિયા અને ગણેશ જાડેજાના ઝઘડાનું મૂળ શું છે?, ભાજપાનો રોલ કેટલો?
આટલાં વર્ષોથી ગુજરાત પોલીસ ઘુષણખોરોને કેમ પકડતી નહોતી? આદેશ નહોતો, કે ઈચ્છા નહોતી?
બધી પાર્ટીના લોકો આવ્યા પણ મોદીજી ના આવ્યા, આ શરમની વાત: Mallikarjun Kharge
ક્યા છે ચોકીદાર? ‘આતંકીઓ આરામથી મારી જતાં રહ્યા’ | Pahalgam Terror Attack
Water terrorism: સિંધુ સંધિ છતાં કચ્છમાં પાકિસ્તાનનો ત્રાસવાદ અને મોદીનું રાજકારણ