
Surat news: સુરતમાં 31 મેના રોજ પાલ-હજીરા રોડ પર મનપાની મંજૂરી લીધા વિના જ ઓપરેશન સિંદૂરની થીમ પર સર્કલ બનાવી દેવાયું હતુ. મંજૂરી વિના બારોબાર સર્કલ બનાવી દેતા સવાલો ઉભા થયા હતા. ત્યારે હવે 6 દિવસ પછી રાતોરાત તોડી પાડવામાં આવ્યું છે. આ સર્કલ યશ્વી ફાઉન્ડેશને મંજૂરી વગર બનાવી દીધુ હતુ. જેથી તેને ડહાપણ કરવું ભારે પડ્યું છે.
સુરતમાં આ વિચિત્ર ઘટનાએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતુ. હજીરા રોડ પર હવેલી વિસ્તાર નજીક ઓપરેશન સિંદૂરના નામે એક સર્કલ બનાવી દેવાયું હતુ. પરંતુ આની ખબર સુરત મહાનગરપાલિકા (SMC)ને નહોતી! આ સર્કલના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા, અને ચર્ચા ત્યારે વધુ ગરમાઈ જ્યારે સુરતના સાંસદ મુકેશ દલાલે પાલિકાને પત્ર લખીને રાંદેર વિસ્તારમાં ઓપરેશન સિંદૂર થીમ આધારિત સર્કલ બનાવવાની માંગ કરી. આશ્ચર્યની વાત એ છે કે, જે સ્થળે સાંસદે સર્કલની માંગ કરી, ત્યાં પહેલેથી જ સર્કલ બની ચૂક્યું હતું, અને તે પણ પાલિકાની મંજૂરી વિના!
પાલિકાની મંજૂરી વિના બનાવવામાં આવ્યું સર્કલ
હજીરા રોડ પર હવેલી નજીક મંજૂરી વિના બનેલા સર્કલમાં આર્મી જવાનના કટઆઉટ, ફાઈટર પ્લેન અને સ્વદેશી શસ્ત્રોની રચનાઓ શોભી રહી હતી. આ સર્કલ સોશિયલ મીડિયા પર વાયરલ થયું, અને રીલ્સનો પણ ઢગલો થયો. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ સર્કલ પાલિકાની કોઈ મંજૂરી વિના બનાવવામાં આવ્યું હતું! જ્યારે આ મામલો ચર્ચામાં આવ્યો, ત્યારે પાલિકા ભાનમાં આવી અને આ સર્કલ બનાવનાર યશ્વી ફાઉન્ડેશને નોટિસ ફટકારી હતી.
ત્યારે હવે રાતોરાત સર્કલ ગાયબ થઈ ગયું છે. જો કે સર્કલ બનાવ્યા બાદ એકાએક કોણે તોડી નાખ્યું તે સામે આવ્યું નથી. આજે 6 જૂને સવારે સર્કલ તોડી પાડેલું જોવા મળ્યું હતુ. પહેલા જે સ્થિતિ હતી તે જ સ્થિતિ જોવા મળી હતી. એકાએક સર્કલ જેવી સ્થિતિ હતી તેવી કરી નાખવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ સર્કલ રહેવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હોત.
આ પણ વાંચો:
Stampede Chinnaswamy Stadium: કર્ણાટક CMના સચિવનું પત્તુ કપાયું, અધિકારીઓ-પોલીસકર્મીઓ નિશાને
India Census: ભારતમાં વસ્તીગણતરીની તારીખ જાહેર, આ તારીખથી થશે ગણતરી ચાલુ!
Accident: મલયાલમ હિરોને નડ્યો અકસ્માત, પિતાનું ઘટનાસ્થળે જ મોત, અભિનેતા ગંભીર
Idar: શાહી પરિવારે રાજકુંવરીને સોંપી રાજગાદી, પિતાનો વારસો આગળ ધપાવશે!
Bhavnagar: પ્રેમલગ્નનો કરુણ અંજામ, પતિએ પત્નીને છરીના 14 ઘા માર્યા
Rajsthan: આરોગ્ય મંત્રીની પત્ની રાત્રે ઊંઘ્યા પછી જગ્યા નહીં, જાણો શું થયું?
રાહુલે પોતાના જ નેતાઓને લંગડા ઘોડા કહ્યા!, હકીકતમાં Congress ને નબળી કોણ પાડી રહ્યું છે?
Sabarkantha: પ્રાંતિજમાં ડ્રાઇવરને ચાલુ બસે હાર્ટ એટેક આવ્યો, બસ ડિવાઈડર પર ચઢી
Dwarka: TATA ના સોલ્ડ, સિમેન્ટ, સોડા ખેડૂતો માટે પ્રાણઘાતક, અહીં ઉજવો પર્યાવરણ દિવસ! | Part-1
TATA અને ખેડૂતોની લડાઈમાં દ્વારકાના RFO કેમ ખીજવાયા? શું મિલીભગત છે?
TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?