Surat: સરથાણા પોલીસે તોડ કર્યો, હાર્પિકનું ડુબ્લિકેટ લિક્વિડ સગેવગે કર્યુ: કિશોર કાનાણીની પોલીસ કમિશનરને રજૂઆત

Surat:  સુરતના સરથાણા પોલીસની કાળી કરતૂતોને લઈ વરાછાના ધારસભ્ય કિશોર કાનાણીએ પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. જેમાં આરોપ લગાવાયો છે કે કોપીરાઈટ ભંગ કર્યાના ગુનામાં 8 લાખનો તોડ કર્યો હોવાનો ધારાસભ્ય કાનાણીએ પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે.

સુરતના ધારાસભ્ય કિશોર કુમાર કાનાણીએ મુખ્યમંત્રી અને સુરત પોલીસ કમિશનર લેટર લખી જણાવ્યું કે 11 જાન્યુઆરી 20025 રોજ બપોરે આશરે 3.30 કલાકે લાઇસન્સ વગર હાર્પિક કંપનીનુ ડુપ્લીકેટ લિક્વીડ પકડવા માટે રેડ પાડવામાં આવી હતી. આ રેડમાં અંદાજે 8 થી 10 પોલીસકર્મીઓ હતા. આ પોલીસકર્મીઓએ તથા હાર્પિક કંપનીના પ્રતિનિધિ વિનોદભાઈ બીજલભાઈ સુમરા સાથે મળી આરના એન્ટરપ્રાઈઝ ઉપર રેડ કરી હતી. આ રેડમાં પોલીસકર્મીઓ તથા કંપનીના પ્રતિનિધિએ ભેગા મળી આરના એન્ટરપ્રાઈઝના માલિકો જોડે રૂ. 8,00,000 લઇ ગોડાઉનમાં રહેલો પૂરો માલ FIR માં દર્શાવ્યો ન હતો.

પોલીસે રેડ પાડી ત્યારે તામામના મોબાઈલ જપ્ત કરી લીધા

ગોડાઉનમાં માલ 20 લાખ કરતા પણ ઘણો વધારે હતો. આમ છતાં ફક્ત રૂ. 3,31,200 નો બતાવી બાકીનો માલ આરના એન્ટરપ્રાઈઝના ગોડાઉનથી એન્થમ સર્કલ, રીંગરોડ પાસેના ક્રિટલ ફાર્મમાં પોલીસની મદદગારીથી 5 આઈસર ભરીને સગેવગે કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસકર્મીઓનો પણ હાથ હતો. રેડ પડી ત્યારે આરના એન્ટરપ્રાઈઝના ગોડાઉનમાં હાજર તમામ માલિક તેમજ કામદારોના મોબાઈલ ગેરકાયદેસર રીતે જપ્ત કરી લેવામાં આવ્યા હતા. જેથી કોઈ પુરાવા ન મળે અને લીધેલ રૂ 8 લાખની રકમ હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહએ આરના એન્ટરપ્રાઈઝના માલિકની સ્કોડા ગાડીમાં લઈને સરથાણા પોલીસ સ્ટેશન અંદાજે સાંજે 5 વાગ્યાના સુમારે જતો રહ્યો હતો.

આ પણ વાંચોઃ GROK AIથી રાજકારણમાં ખળભળાટ!, મોદીના દાવાઓનું કરી રહ્યું છે ફર્દાફાશ!

પોલીસ મગનું નામ મરી પાડવા તૈયાર નથી

આરના એન્ટરપ્રાઈઝના કુલ 3 માલિક છે. તો FIRમાં ફક્ત એક માલિક જ કેમ દર્શાવવામાં આવ્યું? બાકીના બે માલિકના નામ અર્પિત અને હિરેન ગોળવિયા છે. આ રેડમાં પોલીસકર્મી દ્વારા કરેલું ઉઘરાણું હપ્તા લેતા ગલીના ગુંડાઓ જેવું છે. અને આ બાબતે ઇન્ચાર્જ પી.આઈ. કે.એ. ચાવડાની સુચનાથી આ રેડ પડી હતી તે બાબત ફરિયાદ કરવા તા. 12/01/2025 ના રોજ વકીલ હરકિશનભાઈ જયાણી સાથે સમાજના 200 જેટલા આગેવાનો ગયા હતા. તો તેમણે ફરિયાદ લેવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ તા. 13/01/2025ના રોજ સરથાણા પી.આઈ. એમ.બી. ઝાલાને પણ સ્પષ્ટ શબ્દોમાં ઉપરોક્ત વર્ણવેલી ઘટના કહી. પરંતુ તેમણે પણ કોઈ નક્કર કાર્યવાહી કરવાને બદલે હું રેડ પડી ત્યારે રજા પર હતી તેવો ઉડાઉ જવાબ આપ્યો હતો. આથી સ્પષ્ટ થાય છે કે સરથાણા પોલીસ સ્ટેશનના તમામ પોલીસકર્મીઓ મળેલા છે. અને આ રેડમાં તોડ થયો તે બધા જણતા હોવા છતાં મગનું નામ મરી પાડવા તૈયાર નથી. હાલમાં ગુજરાતમાં નાના-મોટી મારામારી માટે કે લિલત ડોંડાને હપ્તાની ઉઘરાણી માટે જે વરઘોડા કાઢવામાં આવે છે તે સારી વાત છે. પણ સ્પષ્ટ માનવું છે કે આરના એન્ટરપ્રાઈઝની રેડમાં તોડબાજી કરનાર સામેલ તમામ પોલીસકર્મીઓનું પણ કાયદા મુજબ સરઘસ નીકળવું જોઈએ.

ઉપરની વાત સ્પષ્ટ સાબિત કરવા માટે આરના એન્ટરપ્રાઈઝના આજુબાજુના ગોડાઉનના CCTV ફૂટેજ તથા માલિકોની પૂછપરછ અને સીમાડા કેનાલ રોડ પર નહેરવાળી મેલડી માનુ મંદિર છે તેની બાજુમાં સરકારી કેમેરા છે. તેના તા. 11/01/2025ના બપોરના 3 થી રાતના 2 વાગ્યા સુધીના CCTV ફૂટેજ મૂળ આધારભૂત પુરાવો છે.

જે કોઈપણ સંજોગોમાં નાશ ન થાય તો ઉપરની બધી હકીકતો સ્પષ્ટ સાબિત થઇ શકે તેમ છે. આથી ઉપરોક્ત ઘટનાની તલસ્પર્શી તપાસ થાય અને આરના એન્ટરપ્રાઈઝના માલિકોને દબાવવામાં ન આવે તો તમામ આક્ષેપો સબૂત સાથે પુરવાર થઇ શકે તેમ છે. આથી તાત્કાલિક ધોરણે આ તોડબાજીમાં સામેલ પોલીસકર્મીઓ સિવાયના પોલીસ અધિકારી દ્વારા સચોટ તપાસ થાય તેવી મારી માંગણી છે. કારણ કે રક્ષક જ જો ભક્ષક બને તો પ્રજા કોના ભરોશે?

જો કે કાનાણીના આ પત્ર બાદ પોલીસની માનસિકતા અને કામગીરી પર સવાલો પેદા થયા છે. આ પેટર્નમાં વરછા કે સુરત  જ નહીં તપાસ કરવામાં આવે તો અન્ય શહેરોમાં પણ પોલીસ આ રીતે જ કામગીરી પકડાઈ શકે છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં ગુંડાઓનો આતંક વધતાં 28 PIની બદલી, વાંચો | Police transfer

આ પણ વાંચોઃ અમદાવાદમાંથી નકલી હોસ્પિટલ અને ડોક્ટર ઝડપાયો, જાણો વધુ | Fake hospital

આ પણ વાંચોઃ Nagpur Violence: વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ સામે FIR

આ પણ વાંચોઃ Gujarat: ગંગા સ્વરુપા સહાય યોજનામાં 700 કરોડનો વધારો, કુલ 3015 કરોડની જોગવાઈ

  • Related Posts

    Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…
    • August 7, 2025

    Vote Theft: કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO)એ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પત્ર લખીને અયોગ્ય મતદારો ઉમેરવા અને લાયક મતદારોના નામ દૂર કરવાના આરોપો પર સોગંદનામું માંગ્યું છે. મુખ્ય ચૂંટણી અધિકારીએ…

    Continue reading
    Surat: ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ
    • August 7, 2025

    Surat: શ્રાવણ મહિનાથી શરુઆતથી જ સમગ્ર દેશમાં તહેવારોની રમઝટ ચાલુ થઈ જાય છે. આગામી દિવસોમાં રક્ષાબંધનનાં પવિત્ર તહેવારને ધ્યાને રાખી વધુ એક વખત સુરત મહાનગર પાલિકાનાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…

    • August 7, 2025
    • 7 views
    Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…

    Surat: ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ

    • August 7, 2025
    • 10 views
    Surat:  ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ

    Bhavnagar: વૃધ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો, દારુ પીવા 50 રુપિયા ના આપતાં છરીના ઘા ઝીક્યા, હચમચાવી નાખતી ઘટના

    • August 7, 2025
    • 26 views
    Bhavnagar: વૃધ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો, દારુ પીવા 50 રુપિયા ના આપતાં  છરીના ઘા ઝીક્યા, હચમચાવી નાખતી ઘટના

    Gujarat: હાઇકોર્ટે સુરત દુષ્કર્મ કેસમાં ત્રીજીવાર આસારામના જામીન લંબાવ્યા

    • August 7, 2025
    • 36 views
    Gujarat: હાઇકોર્ટે સુરત દુષ્કર્મ કેસમાં ત્રીજીવાર આસારામના  જામીન લંબાવ્યા

    Ahmedabad: ઝાડા-ઉલટીના દર્દી સાથે બેડ પર જવાની ના પાડતા દર્દીને માર માર્યો, મામલો પહોંચ્યો પોલીસ મથકે

    • August 7, 2025
    • 21 views
    Ahmedabad: ઝાડા-ઉલટીના દર્દી સાથે બેડ પર જવાની ના પાડતા દર્દીને માર માર્યો, મામલો પહોંચ્યો પોલીસ મથકે

    આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ

    • August 7, 2025
    • 43 views
    આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ