
Surat: તાજેતરમાં સુરતના શિક્ષણક્ષેત્રેને લાંછન લગાડતો કિસ્સો સામે આવતાં વાલીઓ ચિંતામાં મૂકાયા છે. પુણા વિસ્તારમાં 23 વર્ષિય શિક્ષિકા તેના 11 વર્ષિય વિદ્યાર્થી સાથે ભાગી જતા ખળભળાટ મચી ગયો હતો. ત્યારે કિશોર વિદ્યાર્થી અને શિક્ષિકાને ગઈકાલે ઝડપી લેવાયા છે. બંને પોલીસના હાથે 4 દિવસ બાદ ઝડપાયા છે. શિક્ષિકા વિરુધ્ધ ગુનો નોંધાયો છે. તેમાં પોક્સોની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. બંનેને શામળાજી નજીકથી ચાલુ બસે ઝડપી લઈ સુરત હતા. હાલ પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર સુરતના પુણા વિસ્તારમાં 25 અપ્રિલ, 2025ના રોજ 23 વર્ષિય શિક્ષકા માનસી નાઇ 11 વર્ષના વિદ્યાર્થીને લઈ ફરાર થઈ ગઈ હતી. આ ઘટના ત્યારે બહાર આવી જ્યારે બંને પરિવારના લોકો પોલીસ મથકે પહોંચ્યા હતા. જે બાદ પોલીસે પોલીસ તપાસ હાથ ધરી હતી. સઘન તાપસના અંતે પોલીસને 4 દિવસ બાદ શિક્ષિકા અને વિદ્યાર્થીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.
ગઈકાલે(30 એપ્રિલ,2025) શિક્ષિકા અને વિદ્યાર્થીને શામળાજી નજીકથી ચાલુ બસમાંથી ઝડપી લેવાયા હતા. અહીંથી રાજસ્થાન બોર્ડર નજીક જ થાય છે. બંનેને સુરત લવાયા છે. શિક્ષિકાનો મોબાઈલ ટ્રેસ કરી ઝડપી લેવાયા છે.
બંનેની મેડિકલ તપાસ
શિક્ષિકાએ કબૂલાત કરી કે સુરતથી વડોદરા, અમદાવાદ, જયપુર, દિલ્હી અને વૃંદાવન એમ 2200 કિ.મી. બસમાં ટ્રાવેલ કર્યું ને બાદમાં અમદાવાદ રવાના થતા સમયે શામળાજીની રાજસ્થાન બોર્ડર પાસેથી ચાલુ બસમાં જ પોલીસે શિક્ષિકાને ઝડપી લીધી હતી. આ દરમિયાન બે હોટલમાં રાત્રિરોકાણ પણ કર્યું હતુ. પોલીસને શિક્ષિકાના નિવેદનમાં જાણવા મળ્યું હતું કે શિક્ષિકા દ્વારા આ વિદ્યાર્થીનું શારીરિક શોષણ કરવામાં આવતું હતું. જેથી હાલ બંનેના મેડિકલ ચેકઅપ બાદ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે. વધુમાં પોકસો અને બીએનએસ કલમ 127 ઉમેરવામાં આવી છે.
ટ્યુસન ક્લાસ લેતી વખતે શિક્ષિકા સગીર વિદ્યાર્થીની પ્રેમમાં પડી
જાણવા મળી રહ્યું છે શિક્ષિકા ધોરણ 5માં ભણતાં વિદ્યાર્થીનું ટ્યુશન ક્લાસ લેતી હતી. આ શિક્ષિકા કિશોર વિદ્યાર્થીના છેલ્લા 3 વર્ષથી ક્લાસ લેતી હતી. જે દરમિયાન 23 વર્ષિય શિક્ષિકાને 11 વર્ષિય વિદ્યાર્થી સાથે પ્રેમ થઈ ગયો હતો. જે બાદ બંને એક બીજાને પસંદ કરતા હતા. વિદ્યાર્થી અને શિક્ષિકાના ઘર પણ નજીક આવેલા છે. જેથી બંનેના પરિવારના લોકો સારા સંબંધ હતા. જો કે એકાએક શિક્ષિકા વિદ્યાર્થીને લઈને ભાગી જતાં ખળભળાટ મચી ગયો હતો. જે બાદ બંને પરિવારના સભ્યો પોલીસ મથકે પહોંચ્યા હતા.
વિદ્યાર્થીની પિતાએ નોંધાવી હતી અપહરણની ફરિયાદ
જેમાં વિદ્યાર્થીના પિતાએ સુરતના પૂણા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. જે બાદ વિસ્તારના પોલીસે સીસીટીવી પણ તપાસ્યા હતા. જેમાં તે કિશોરને ભગાડીને જતી જોવા મળી હતી. પોલીસ તપાસમાં જણાવા મળ્યુ હતુ કે બંનેને સુરત રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસી ફરાર થઈ ગયા હતા. તે શિક્ષિકાએ ટીકીટ પણ ઓનલાઈન બૂક માય શો એપ રજિસ્ટર કરાવી હતી.
ચાલુ બસે પોલીસે શિક્ષિકા અને કિશોરને પકડ્યા
જે બાદ શિક્ષિકા અને વિદ્યાર્થીને ઝડપી પાડવા પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા હતા. પોલીસે શિક્ષિકાનો મોબાઈલ પણ ટ્રેસ કર્યો હતો. જોકે તે બંધ હોવાથી પોલીસને સફળતાં મળી ન હતી. નસીબ જોગ શિક્ષિકા પાસે બે મોબાઈલ હતા. જેમાંથી એક ચાલુ હતો. જે બાદ પોલીસે પરિવાર પાસેથી અન્ય નંબર મેળવી લોકેશન ટ્રેસ કરતાં બંનને શામળાજી નજીકથી ચાલુ બસમાંથી ઝડપી લેવામાં આવ્યા છે. જે બાદ તેમને સુરત લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પુત્ર પરત આવતાં પરિવારનું નિવેદન
વિદ્યાર્થી સુરક્ષિત મળતાં પરિવારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો તો બીજી તરફ પુણા પોલીસ દ્વારા શિક્ષિકા માનસી નાઇની પૂછપરછ કરવામાં આવી હતી અને પૂછપરછમાં સામે આવ્યું હતું કે આ શિક્ષિકા પુણાગામની હિન્દી વિદ્યાલયમાં બાળકોને અભ્યાસ કરાવતી હતી અને વિદ્યાર્થી પણ આ જ શાળામાં શિક્ષિકા પાસે અભ્યાસ કરતો હતો. સાથે સાથે આ શિક્ષિકા છેલ્લા ત્રણ વર્ષથી વિદ્યાર્થીનું ટ્યુશન લેતાં પ્રેમ સંબંધ બંધાયો હતો.
હોટલમાં રોકાણ કરતી વખતે વિદ્યાર્થીને ભાઈ ગણાવતી
જાણવા મળી રહ્યું છે કે શિક્ષિકા ઘરેથી જ 35 હજાર જેટલા રૂપિયા સાથે લઈ ગઈ હતી. વિદ્યાર્થી પાસે કપડાં-બૂંટ ન હોવાથી પર્વત પાટિયા વિસ્તારની એક દુકાનમાંથી સામાન ખરીદ્યો હતો અને આ સાથે જ એક ટ્રોલીબેગ પણ ખરીદી હતી. ત્યાર બાદ તે બંને રેલવે સ્ટેશન તરફ રિક્ષામાં આવ્યાં હતાં અને માનસીએ પોતાનો જે જૂનો નંબર હતો એને બંધ કરીને નવું સિમકાર્ડ મોબાઈલ ફોનમાં નાખી દીધું હતું. હોટલમાં રોકાણ કરતા સમયે શિક્ષિકા પોતાનું જ આધારકાર્ડ આપતી હતી. જ્યારે વિદ્યાર્થી અંગે તેનો માસીયાય ભાઈ એટલે કે પિતરાઈ ભાઈ હોવાનું કરી રાત્રીરોકાણ કરી રહી હતી.
આ પણ વાંચોઃ
Ahmedabad: ચંડોળામાં ત્રીજા દિવસે દબાણ હટાવવાનું કામ ચાલુ
ADR Report: દેશમાં 28 ટકા મહિલા સાંસદો અને MLA સામે ક્રિમિનલ કેસ, સૌથી વધુ ભાજપની મહિલાઓ…
પાકિસ્તાન સતત કરી રહ્યું છે યુધ્ધવિરામનું ઉલ્લંઘન, રાત્રે કરે છે ગોળીબાર, દિવસે સૂમસામ
Surat: 11 વર્ષિય વિદ્યાર્થીને લઈને ભાગેલી શિક્ષિકા શામળાજી પાસેથી ઝડપાઈ
જર, જમીન ને જોરુ, કજિયાનાં છોરું: ગોંડલમાં આ છે ઝઘડાના મૂળ?, જુઓ વીડિયો