
Surat: સુરતના ઉધના વિસ્તારમાં થયેલા ડબલ મર્ડર કેસે સમગ્ર શહેરને હચમચાવી નાખ્યું છે. ઓમ સાંઈ જલારામનગરમાં રહેતા પરિવારમાં લગ્નના પ્રસ્તાવને કારણે ઉગ્ર વાતાવરણ બન્યું અને આરોપી સંદીપ ગોડે આવેશમાં આવીને પોતાની પત્નીના ભાઈ-બહેનને ચપ્પુના ઘા મારી દીધા. આ ઘટનામાં સાસુ પણ ઈજા બચાવી ન શકી, જ્યારે આરોપીને પોલીસે સુરત રેલવે સ્ટેશન પરથી ઝડપી પકડી લીધો છે.
કેવી રીતે શરુ થયો વિવાદ ?
મળતી માહિતી મુજબ મૃતક નિશ્ચય અશોક કશ્યપ (30) મૂળ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના રહેવાસી હતા અને તેઓ ઉત્તર પ્રદેશ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં નોકરી કરતા હતા. તેઓ તેમની માતા અને બહેન મમતા અશોક કશ્યપ સાથે 4 ઓક્ટોબરે શોપિંગ માટે સુરત આવ્યા હતા, કારણ કે તેમના સાળાના લગ્નની તારીખ નજીક આવી ગઈ હતી. ત્યારે પરિવાર ઉધનાના પટેલનગરમાં તાત્કાલિક રહેતો હતો. જોકે, આ ખુશીના પ્રસંગમાં મોતની કાળી છાયા પડી ગઈ.
ત્રણ બાળકોનો પિતા સાળી સાથે કરવા માંગતો હતો લગ્ન
આરોપી સંદીપ ગોડ, જે અગાઉ OYO હોટલમાં કામ કરતો હતો પરંતુ હાલ બેરોજગાર છે, ત્રણ બાળકોના પિતા છે. તેમ છતાં તે મમતા સાથે લગ્ન કરવા માગતો હતો. મમતાએ આ પ્રસ્તાવને સ્પષ્ટ નકારી દીધો, જેનાથી ઘરમાં તીખી બોલાચાલી શરૂ થઈ. વાત વધતાં સંદીપનો આવેશ ભારે થયો અને તેણે પોતાની પત્નીની સામે જ તેના ભાઈ નિશ્ચય અને બહેન મમતા પર ચપ્પુથી હુમલો કર્યો. મમતાને પેટમાં ગંભીર ઘા થયા, જ્યારે નિશ્ચયને ગળા અને પીઠમાં ઉપરાછાપરી ઘા લાગ્યા. આ હુમલામાં માતાને પણ ઈજા પહોંચી, જેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
તાત્કાલિક પોલીસ કાર્યવાહી
ઘટનાની જાણ થતાં જ ઉધના પોલીસ સ્ટેશનમાં હડબડાટ મચી ગઈ. જોઈન્ટ પોલીસ કમિશનર, ડીસીપી કાનન દેસાઈ અને પીઆઈ સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી. લોહીલુહાણ હાલતમાં મૃતક ભાઈ-બહેનને 108 એમ્બ્યુલન્સથી નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા. આરોપી સંદીપ ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો અને રેલવે સ્ટેશન તરફ જતો હતો, જ્યાંથી તેને જુદી-જુદી પોલીસ ટીમોએ ઝડપી પકડી લીધો.હવે આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે અને આરોપી વિરુદ્ધ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે.આ દુખદ ઘટનાએ પરિવાર અને સમુદાયને શોકમાં ડૂબાડી દીધો છે.
આ પણ વાંચો:
Gujarat politics: AAP નું એલાન, સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં કોઈ ગઠબંધન નહીં, ઈશુદાને જાહેર કરી રણનીતિ
પવન સિંહે મારો ગર્ભપાત કરાવ્યો, મને ગોળીઓ ખડાવી, ભોજપુરી સ્ટારની પત્નીના ગંભીર આરોપ | Pawan Singh’
UP: પુત્રએ દરવાજો ખોલતાં જ માતાને લોહીના ખાબોચીયામાં જોઈ, 20 વર્ષનો ભાઈ ગુમ, આખરે લખનૌમાં શું થયું?
UP: મુસ્લિમ છોકરીઓની સેના બનાવીને મોહમ્મદ રઝા શું કરવા માંગતો હતો?








