SURENDRANAGAR: સાયલા પાસે રોડ પર જ યુવકને જબરજસ્ત માર માર્યો, 7 શખ્સો સામે ફરિયાદ

  • Gujarat
  • January 16, 2025
  • 0 Comments

ગુજરાતમાં સતત અપરાધની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના સાયલાના ડોડિયા ગામના બ્રિજ પાસે ભયંકર મારામારીનો વિડિયો સામે આવ્યો છે. જૂની અદાવતની રીસ રાખી અમદાવાદના એક કારચાલકને સાયલા હાઈવે પર રોકી કારમાં તોડફોડ કરી  3 ઈસમોએ લાકડીથી યુવક પર હુમલો કર્યો છે. યુવક પાસેથી રૂ. 5 લાખની સોનાની ચેન અને રોકડની પણ લૂંટ કરી હતી. આ ઘટના બનતા નેશનલ હાઈવે પર ટ્રાફિકજામનાં પણ દૃશ્યો સર્જાયાં હતાં. આ મામલે કુલ 7 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ઘરે પરત આવતાં હુમલો થયો

 અમદાવાદના થલતેજમાં રહેતા રઘુભાઈ માંગુડા તેમના મિત્રો સાથે દ્વારકા ખાતે દર્શન કરવા ગયા હતા. જ્યાંથી પરત અમદાવાદ આવી રહ્યા હતા. ત્યારે ચોટીલા પાસે ડોળિયા ગામના બ્રિજ નજીક પહોંચ્યા તે વખતે ઉમરડા ગામના વેરશી તરગટા, ગોપાલ તરગટા તેમજ રણછોડ તરગટા અને અજાણ્યા ચારેક લોકોએ એકાએક આવીને રઘુભાઈની ગાડી ઉપર લાકડીઓના ઘા મારી ગાડીના કાચ તોડી નાખ્યા હતા.

સોનાના દાગીના પણ લૂંટી લીધા

એક શખ્સે આવીને રઘુભાઈને જમીન પર પછાડ્યા હતા. જે બાદ ગોપાલ, વેરશી અને રણછોડે આવીને લાકડી લઈ રઘુભાઈ પર તૂટી પડ્યા હતા. જાહેર રોડ પર ઢોરમાર મારી રઘુભાઈના હાથ-પગ તોડી નાખ્યા હતા. તેમજ ગળામાં પહેરેલ સાડા સાત તોલાની સોનાની ચેઈન, સોનાનું પેંડલ તેમજ ખિસ્સામાં રહેલ રોકડ બળજબરીથી કાઢી લઈ તમામ શખ્સો ફરાર થઈ ગયા હતા. જતાં જતાં અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ સમગ્ર ઘટનામાં યુવકને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

12 વર્ષ અગાઉનું વેર આજે વાર્યું

આ બનાવનું કારણ એવું છે કે આજથી બારેક વર્ષ પહેલાં વેરશી તરગટા માલઢોર લઈ આવ્યા હતા. તે સમયે રઘુભાઈને દૂધની ડેરી હોઇ દૂધ ભરવા બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો. જે બાબતનું મનદુઃખ રાખી અને કાવતરું રચીને માર માર્યો હતો. તેમજ સોનાના દાગીના અને રોકડની લૂંટ ચલાવી હતી.

ડેરીમાં દૂધ ભરવા બાબતે  થઈ હતી બબાલ

ફરિયાદી રઘુભાઈ કાનાભાઈ માંગુડાને દૂધની ડેરી છે.  રઘુભાઇને દૂધ ભરવા બાબતે આરોપી વેરશીભાઇ શામળાજી તરગટા સાથે બોલાચાલી ઝઘડો થયો હતો. જે બાબતનું મનદુઃખ રાખી વેરશીભાઇ શામળાજી તરગટા દ્વારકા દર્શન કરી પરત અમદાવાદ જતા હતા, તે વખતે વેરશીભાઇ શામળાજી તરગટા, ગોપાલભાઈ વેરશીભાઈ તરગટા અને રણછોડભાઈ શામળાજી તરગટા અને અન્ય ચાર અજાણ્યા શખ્સો મળી કુલ સાત લોકોએ એમની ગાડીની વોચ રાખી ગુનાને અંજામ આપ્યો છે. હાલ ફરિયાદીને ગંભીર ઈજાઓ પહોંચતાં હોસ્પિટલમાં ખસેડાયા છે.

5 લાખથી વધુનો મુદ્દામાલ છીનવ્યો

હુમલાખોરોએ સાડા સાત તોલા વજનની સોનાની ચેઇન   કિંમત રૂ. 5,00,000 તથા રોકડા રૂ. 14,000 મળી કુલ રૂ. 5,14,000ની લૂંટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાયલા પોલીસ મથકે સાત શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Related Posts

ટ્રમ્પે આત્મવિશ્વાસ સાથે ફરી કહ્યું, ‘હા મેં જ મોદીને ફોન કરી પાકિસ્તાન સામેનું યુદ્ધ અટકાવ્યું હતું!’, BJP ટ્રમ્પથી પરેશાન! | Donald Trump
  • October 29, 2025

Donald Trump:  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી વધુ એકવાર દાવો કર્યો છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ અટકાવ્યું હતું ત્યારે વારંવાર ટ્રમ્પ દ્વારા આવી રહેલા નિવેદનથી મોદી સામે…

Continue reading
Bhavnagar: મહુવાના મોટા ખુંટવડા પાસે બે પુલ તૂટી પડ્યા, વરસાદે ખેડૂતની કરી માઠી દશા
  • October 29, 2025

Bhavnagar Bridges Collapsed: ગુજરાતમાં સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેથી જગતના તાત ખેડૂતોએ મહા મહેનતે તૈયાર કરેલો પાક ધોવાઈ ગયો છે.  મગફળી, ડાગર, ડુંગળી જેવા પાકને ભારે નુકસાન થતાં ખેડૂતોને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ટ્રમ્પે આત્મવિશ્વાસ સાથે ફરી કહ્યું, ‘હા મેં જ મોદીને ફોન કરી પાકિસ્તાન સામેનું યુદ્ધ અટકાવ્યું હતું!’, BJP ટ્રમ્પથી પરેશાન! | Donald Trump

  • October 29, 2025
  • 7 views
ટ્રમ્પે આત્મવિશ્વાસ સાથે ફરી કહ્યું, ‘હા મેં જ મોદીને ફોન કરી પાકિસ્તાન સામેનું યુદ્ધ અટકાવ્યું હતું!’, BJP ટ્રમ્પથી પરેશાન! | Donald Trump

કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh

  • October 29, 2025
  • 13 views
કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh

Israel Airstrike: ઇઝરાયલનો ગાઝા પર ફરી હવાઈ હુમલો, 30થી વધુના મોત, ટ્રમ્પના શાંતિ કરારની દુનિયામાં ફજેતી

  • October 29, 2025
  • 12 views
Israel Airstrike: ઇઝરાયલનો ગાઝા પર ફરી હવાઈ હુમલો, 30થી વધુના મોત, ટ્રમ્પના શાંતિ કરારની દુનિયામાં ફજેતી

Bhavnagar: મહુવાના મોટા ખુંટવડા પાસે બે પુલ તૂટી પડ્યા, વરસાદે ખેડૂતની કરી માઠી દશા

  • October 29, 2025
  • 20 views
Bhavnagar: મહુવાના મોટા ખુંટવડા પાસે બે પુલ તૂટી પડ્યા, વરસાદે ખેડૂતની કરી માઠી દશા

IND vs AUS T20I: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ટક્કર,ભારતની પ્લેઈંગ ઈલેવન ઉપર સૌની નજર

  • October 29, 2025
  • 8 views
IND vs AUS T20I: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ટક્કર,ભારતની પ્લેઈંગ ઈલેવન ઉપર સૌની નજર

 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

  • October 29, 2025
  • 26 views
 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી