
Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ મોટી કાર્યવાહી કરી છે. ચુડા પોલીસ સ્ટેશનના PI, PSI અને એક કોસ્ટેબલને સસ્પેન્ડ કર્યા છે. જો કે પોલીસ બેડામાં ચકચાર મચી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર LCBની ટીમે ચુડાના કંથારીયાગામે જુગારધામ પર રેડ કરી હતી. જેમા 2.11 લાખ રોકડા ગાડીઓ, મોબાઇલ સહિત 6.85 લાખનો મુદામાલ ઝડપાયો હતો. જેમાં 2 મહિલા સહિત 6 જુગારીયાઓ ઝડપાયા હતા.
જોકે સ્થાનિકો પોલીસની બેદરકારી બદલ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ ફરજમાં બેદરકારી બદલ PI એમ.આર. શેઠ સસ્પેન્ડ કર્યા છે. સાથે જ PSI એચ.એચ.જાડેજા અને એક કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ IT Raids: ગુજરાતના વિવિધ શહેરોમાં ફરી IT વિભાગનું સર્ચ ઓપરેશન, 16 સ્થળોએ દરોડા