સુરેન્દ્રનગરના યુવકે સીમાને નોઈડામાં જઈ ફટકારી!, ગળું દબાવવાનો પ્રયાસ | Seema Haider

  • India
  • May 4, 2025
  • 4 Comments

Attack on Seema Haider: ગ્રેટર નોઈડા નજીક રાબુપુરામાં પાકિસ્તાની નાગરિક સીમા હૈદર(મીણા) અને સચિન મીણાના ઘરમાં એક અજાણ્યા વ્યક્તિએ ઘૂસીને તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે. સીમાએ બૂમાબૂમ કરતાં આજુબાજુથી લોકો આવી ગયા હતા અને બચાવી હતી. આરોપી શખ્સે સીમા પર કાળો જાદુ કરવાનો આરોપ લગાવ્યો છે.  હાલ આ ગુજરાતી શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે.

પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન સાથે તણાવ વધી ગયો છે. પતિને છોડીને પડોશી દેશ પાકિસ્તાનથી આવેલી સીમા હૈદર પણ હેડલાઇન્સમાં છે. સીમા સચિન મીણા સાથે લગ્ન કર્યા પછી ગ્રેટર નોઈડા નજીક રાબુપુરામાં તેના ઘરે રહે છે. ત્યારે ગત મોડી સાંજે એક અજાણ્યા શખ્સે ઘરમાં ઘૂસી સીમા પર જીવલેણ હુમલો કર્યો હતો. સીમા હૈદરને ફડાકા ઝીંક્યાના આરોપ છે. સીમાએ બૂમાબૂમ કરી મૂકતાં પરિવાર અને પાડોશીઓએ શખ્સને દબોચી લીધો હતો. પોલીસને જાણ કરી આરોપીને સોંપવામાં આવ્યો હતો.  પોલીસનું કહેવું છે કે આરોપી માનસિક બિમાર છે.

સીમાનું ગળું દબાવવા અને તેને થપ્પડ મારવાનો પણ પ્રયાસ

UP News ATS Questions Pakistani National Seema Haider and Sachin Meena | Seema Haider News: પ્રેમ સંબંધ કે ભારત વિરુદ્ધ ષડયંત્ર? ATSએ સીમાની ફરી પૂછપરછ કરી, IBથી મળ્યા હતા મહત્વપૂર્ણ ...
સીમા મીણા અને સચીન મીણાની ફાઈલ તસ્વીર

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ ગુજરાતથી  ટ્રેન દ્વારા અહીં આવ્યો હતો. જ્યારે તે સીમા હૈદરના ઘરે પહોંચ્યો ત્યારે તેણે દરવાજો બંધ જોયો. તેણે દરવાજો ખખડાવ્યો, ત્યારબાદ સીમાએ દરવાજો ખોલ્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આરોપીએ સીમાનું ગળું દબાવી  થપ્પડ  માર્યા હતા. દરમિયાન બૂમાબૂમ અને હંગામાને કારણે લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા. જે બાદ આરોપીને પકડી લેવામાં આવ્યો હતો.

માનસિક બીમારી અને કાળા જાદુનો કેસ?

સીમા હૈદરના ઘરમાં એક શંકાસ્પદ યુવક ઘૂસ્યો હોવાની માહિતી લોકોએ પોલીસને આપતાં  રાબુપુરા પોલીસ સ્ટેશન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આરોપીને દબોચી લીધો હતો. આરોપીની ઓળખ તેજસ જાની તરીકે થઈ છે, જે ગુજરાતના સુરેન્દ્રનગરનો રહેવાસી છે. હાલમાં પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ સ્ટેશન ઇન્ચાર્જે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં યુવક માનસિક દર્દી હોય તેવું લાગે છે. તે કહે છે કે સીમા હૈદરે તેના પર કાળો જાદુ કર્યો છે.

પોલીસ દ્વારા વધુ તપાસ

આ ઘટના અંગે, રાબુપુરા પોલીસ સ્ટેશન દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. સીમા હૈદર અને સચિન મીણાના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સીમા હૈદર 2023 માં પાકિસ્તાનથી નેપાળ થઈને રોડ માર્ગે ભારત આવી હતી. તેણીએ દાવો કર્યો હતો કે PUBG રમતી વખતે તેણી ગ્રેટર નોઈડાના રહેવાસી સચિન સાથે પ્રેમમાં પડી ગઈ હતી. બંનેના લગ્ન કરી લીધા હતા.

જાણકારી મળી રહી છે કે સુરેન્દ્રનગરમાં તે એકલવાયું જીવન જીવતો હતો. તેને ઘરે હાલ તાળું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેની જૂની તસ્વીરો પણ સામે આવી છે.

પણ વાંચોઃ

Gondal: ગણેશ જાડેજા સામે હત્યાનો આરોપ, તેના પિતા સામે બીજો હત્યાનો આરોપ

Punjab: પંજાબ પોલીસે 2 પાકિસ્તાની જાસૂસને દબોચ્યા, સેના છાવણીઓ અને એરબેઝના ફોટા મોકલતાં

શિવાનંદ બાબાનું 128 વર્ષની વયે અવસાન, પદ્મશ્રી મેળવનારા દેશના સૌથી વૃદ્ધ વ્યક્તિ! | Shivanand baba

US Plane Crash: ઘરો પર એકાએક વિમાન પડતાં આગ, પાયલોટનું મોત, વાંચો વધુ

રાજસ્થાન બોર્ડર પરથી પાકિસ્તાની રેન્જર ઝડપાયો, જાસૂસી કરતો હોવાના આરોપ | Rajasthan

 

Related Posts

આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ
  • August 7, 2025

 EC-BJP: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે એક ખાસ પત્રકાર પરિષદ યોજી ભાજપ અને ચૂંટણીપંચની પોલ ખોલી નાખતાં દેશના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. એક-એક પુરાવા સાથે રાહુલ ગાંધીએ બતાવ્યા છે. આ…

Continue reading
Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?
  • August 7, 2025

Indian Airports On High Alert: નવી દિલ્હી-દેશમાં આતંકી હુમલાને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય ગુપ્ત એજન્જસીઓ દ્વારા માહિતી મળી છે કે ભારત પર હુમલાની તૈયારીઓ થઈ રહી છે. જેથી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ

  • August 7, 2025
  • 8 views
આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ

Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?

  • August 7, 2025
  • 5 views
Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?

Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?

  • August 7, 2025
  • 138 views
Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?

Udaipur Files:’સર તને જુદા’નો ડાયલોગ અને કન્હૈયાલાલની જીંદગી ખતમ, સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ નું નવું ટ્રેલર રિલીઝ

  • August 7, 2025
  • 16 views
Udaipur Files:’સર તને જુદા’નો ડાયલોગ અને કન્હૈયાલાલની જીંદગી ખતમ, સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ નું નવું ટ્રેલર રિલીઝ

Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું

  • August 7, 2025
  • 15 views
Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું

High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!

  • August 7, 2025
  • 36 views
High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!